શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Gujarat Assembly Elections: ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા આ નેતાને કારણે પાર્ટીમાં ઘમાસાણ, ટિકિટને લઈને ડખાં શરૂ

વડોદરા: ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા કુલદીપસિંહ રાઉલજીના કારણે હવે કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે. વિધાનસભા ચૂંટણી પહેલા ટિકિટને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે.

વડોદરા: ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા કુલદીપસિંહ રાઉલજીના કારણે હવે કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે. વિધાનસભા ચૂંટણી પહેલા ટિકિટને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. 4 વખત ધારાસભ્ય અને મંત્રી રહી ચૂકેલા ખુમાનસિંહ ચૌહાણે કુલદીપસિંહ રાઉલજી સામે બાયો ચડાવી છે. તમને જણાવી દઈએ કે, ખુમાનસિંહ કોંગ્રેસના દિગ્ગજ નેતા છે. હવે તેમણે વિરોધ નોંધવતા સમગ્ર વિસ્તારમાં રાજકીય હડકંપ સર્જાયો છે. તેમણે કહ્યું કે, હું જ સાવલી વિધાનસભા બેઠક માટે કોંગ્રેસનો ઉમેદવાર છું. તેમણે એમ પણ કહ્યું કે, હું કોંગ્રેસમાંથી લડીશ અને જીતીશ. તેમણે એમ પણ કહ્યું કે, ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા કુલદીપસિંહ રાઉલજીને ટિકિટ આપી તો કોંગ્રેસની કારમી હાર થશે.

10 વર્ષથી ભાજપમાં રહેલા કુલદીપસિંહ રાઉલજીએ ભાજપ મોવડી પાસે ટિકિટ માંગી હતી પણ ટિકિટ ન મળવાના એંધાણ મળતા જ કોંગ્રેસમાં જોડાયા હતા. જોકે 2017માં ખુમાનસિંહને કોંગ્રેસે ટિકિટ ન આપતા તેઓ એન.સી.પીમાં જોડાયા હતા અને ચૂંટણી હાર્યા હતા. આમ કોંગ્રેસમાં ઉમેદવાર જાહેર થાય તે પહેલા જ વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ખુમાનસિંહે કહ્યું કે, માની લો કે કુલદીપસિંહ રાઉલજીને કોંગ્રેસમાંથી ટીકિટ મળે અને જીતે તો પણ 4 મહિના પછી ભાજપમાં જોડાઈ જશે. કોંગ્રેસમાંથી ભાજપમાં જતા ધારાસભ્યોની માફક કુલદીપસિંહ મામલે પણ ખુમાનસિંહએ શંકા વ્યક્ત કરી છે.

7 ઓક્ટોબરે રાઉલજી કોંગ્રેસમાં જોડાયા હતા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. બીજી તરફ પક્ષપલટાની સિઝન પણ પૂર જોશમાં ચાલી રહી છે. ભાજપે હર્ષ રિબડિયાને પોતાની પાર્ટીમાં લઈને કોંગ્રેસને ઝટકો આપ્યો હતો. તો આજે કોંગ્રેસે વળતો પ્રહાર કરતા વડોદરા ભાજપના આગેવાન કુલદીપસિંહ રાઉલજીને કોંગ્રેસમાં જોડ્યા છે. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ખેસ પહેરાવી  તેમનું સ્વાગત કર્યું હતું.આ અવસરે પૂર્વ પ્રમુખ અમિત ચાવડા અને સિદ્ધાર્થ પટેલ હાજર રહ્યા હતા.

PM મોદીએ એરપોર્ટ પર કયા બે દિગ્ગજ નેતાના પરિવાર સાથે કરી મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતનો આજે ત્રીજો દિવસ છે. નરેન્દ્ર મોદી જામકંડોરણાની સભા પતાવીને રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા હતા. આશરે 35 મિનિટ જેટલો સમય સુધી રાજકોટ એરપોર્ટ પર રોકાયા હતા. આ સમય  દરમિયાન સ્થાનિક ભાજપ આગેવાન કશ્યપ શુક્લ અને નીતિન ભારદ્વાજ ના પરિવાર સાથે કરી મુલાકાત. કશ્યપ શુક્લાએ પ્રધાનમંત્રી સાથેની મુલાકાત અંગે આપી માહિતી. બે વર્ષ પહેલા તેમના પુત્રીના લગ્નમાં આમંત્રણ આપ્યું હતું, ત્યારે મુલાકાત ન થઈ શકી હોવાથી આજે મળવા બોલાવ્યા. પ્રધાનમંત્રીએ કશ્યપ શુક્લાની પુત્રી સાથે પણ કરી મુલાકાત. તેમના પરિવારજનો અંગે પણ પ્રધાનમંત્રીએ પૂછપરછ કરી હોવાનું પણ કશ્યપ શુક્લાએ જણાવ્યું. આટલા ઊંચા હોદા પર રહીને પણ પરિવાર કોને કહેવાય અને તેની શું લાગણી હોય તે પ્રધાનમંત્રી પાસેથી શીખવા જેવું. આ પારિવારિક મુલાકાત હોવાથી રાજકીય ચર્ચા ન થઈ હોવાનું જણાવ્યું. નીતિન ભારદ્વાજે પણ આ પારિવારિક મુલાકાત હોવાનું જણાવ્યું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

BIG New: રાજકોટમાં ભાજપના નેતા પર હુમલો! PI સંજય પાદરીયાએ હુમલો કર્યો હોવાનો લગાવ્યો આરોપHun To Bolish : હું તો બોલીશ : નશેડી નબીરોHun To Bolish : હું તો બોલીશ : માસૂમની તસ્કરીના માફિયા કોણ?Valsad News : વલસાડ જિલ્લામાં ટોલટેક્સમાં વધારો, વાહનચાલકોમાં તોતિંગ વધારાથી રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
તમારી આ મનપસંદ વસ્તુ બાળકો માટે ઝેર સમાન છે, આજે જ આપવાનું બંધ કરો નહીંતર....
તમારી આ મનપસંદ વસ્તુ બાળકો માટે ઝેર સમાન છે, આજે જ આપવાનું બંધ કરો નહીંતર....
Embed widget