શોધખોળ કરો
જૂનાગઢ અને અમરેલીમાં બે વર્ષમાં કેટલા દીપડા પકડાયા, કેટલા લોકોના થયાં મોત ? જાણો વિગત
હાલ દીપડાની વસતિ અંદાજે 1500 પર પહોંચી ગઈ છે. જ્યારે દીપડાઓના હુમલાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં ગત વર્ષ કરતા ચાલુ વર્ષે 500 ટકાનો વધારો થયો છે.

ગાંધીનગર: અમરેલી, જૂનાગઢ અને બગસરા પંથકમાં દીપડાઓનો ખૌફ વધી રહ્યો છે. ખાસ કરીને છેલ્લા એક મહિનામાં દીપડાના હુમલામાં વધારો થયો છે, માત્ર એટલું જ નહીં દીપડાએ છેલ્લા ત્રણ દિવસમાં બે લોકોને ફાડી ખાતા સમગ્ર વિસ્તારના ખેડૂતો દીપડાના હુમલાઓથી ભયભીત છે અને સરકારે પણ દેખો ત્યાં ઠારના આદેશ આપી દીધો છે. ગીરમાં સિંહોની વસતિની સાથે સાથે દીપડાઓની વસતિ વધી રહી છે. વર્ષ 2006માં થયેલી વસતિ ગણતરી મુજબ 1070 દીપડાઓની સંખ્યા 2016માં 1395 થઈ અને હાલ વસતિ અંદાજે 1500 પર પહોંચી ગઈ છે. જ્યારે દીપડાઓના હુમલાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં ગત વર્ષ કરતા ચાલુ વર્ષે 500 ટકાનો વધારો થયો છે.
જૂનાગઢમાં 316, અમરેલીમાં 116 દીપડા પકડાયા
છેલ્લા 2 વર્ષમાં અમરેલી અને જૂનાગઢમાં દીપડાઓ દ્વારા હુમલાના બનાવ વધ્યા છે. જૂનાગઢમાં 2 વર્ષમાં દીપડાએ મનુષ્યો પર હુમલાના કર્યાના 37 બનાવો બન્યા છે, જેમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે અમરેલી જિલ્લામાં મનુષ્યો પર હુમલાના 43 બનાવો બન્યા, જેમાં 8 લોકોના મોત થયા છે. જૂનાગઢમાં 316 દીપડાને જ્યારે અમરેલીમાં 119 દીપડાને પકડવામાં આવ્યા છે.
દીપડાએ ખેડૂતોના ફાડી ખાધા છતાં સરકારે ન બતાવી સંવેદનશીલતાઃ જે વી કાકડીયા, ધારાસભ્ય, કોંગ્રેસ
કોંગ્રેસના ધારાસભ્ય જે વી કાકડીયાએ વિધાનસભામાં જણાવ્યું કે, દીપડાઓનો આતંક સતત વધી રહ્યો છે. દીપડાઓને એક જગ્યાથી પકડીથી 10 થી 15 કિલોમીટર દૂર છોડવામાં આવી છે. 17 ખેડૂતોના મોત થયા છે છતાં સરકારે સંવેદનશીલતા નથી બતાવી. વન વિભાગના અધિકારીઓ સ્થાનિકો સાથે મુલાકાત નથી કરતા. વનવિભાગના કારણે જ દીપડા અને સિંહો જંગલ બહાર નીકળ્યા છે.
1 એપ્રિલ 2019થી અત્યાર સુધીમાં દીપડાએ 15 જેટલા લોકોને ફાડી ખાધા
ગીર પંથકમાં એપ્રિલ 2018થી માર્ચ 2019 દરમિયાન દીપડાના હુમલાઓમાં ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે 1 એપ્રિલ 2019થી અત્યાર સુધીમાં દીપડાએ 15 જેટલા લોકોને ફાડી ખાધા છે. આમ ચાલુ વર્ષે દીપડાઓના હુમલામાં મોતને ભેટેલા લોકોની સંખ્યામાં 500 ટકા જેટલો વધારો થયો છે.


વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
શિક્ષણ
ક્રિકેટ
સુરત
બિઝનેસ
Advertisement