શોધખોળ કરો

CR પાટીલ ક્યારે ભાજપ સંગઠનમાં કરશે નિમણૂકો ? આવતા અઠવાડિયે જશે સૌરાષ્ટ્ર, ક્યા જિલ્લાઓમાં રોકાણ કરીને કરશે ચર્ચા ?

પાટીલ સૌરાષ્ટ્ર પ્રવાસની શરુઆત સોમનાથ મંદિરે દર્શન કરીને કરશે. અહીંથી તેઓ જૂનાગઢ, અને રાજકોટમાં રોકાશે.

અમદાવાદઃ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી અને પ્રદેશ સંગઠનમાં પોતાની નવી ટીમની રચના કરવાની તૈયારીઓ શરૂ કરી છે. પાટીલ આવતા અઠવાડિયે સૌરાષ્ટ્રના પ્રવાસે જઇ રહ્યા છે અને એ પછી રાજ્યના અન્ય વિસ્તારોની મુલાકાતે પણ જશે. એ પછી સંગઠનમાં નિમણૂકોનો દોર હાથમાં લેશે. પાટીલ સૌરાષ્ટ્ર પ્રવાસની શરુઆત સોમનાથ મંદિરે દર્શન કરીને કરશે. અહીંથી તેઓ જૂનાગઢ, અને રાજકોટમાં રોકાશે. આ દરમિયાન તેઓ સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાના નેતાઓને અલગ-અલગ જૂથમાં મળશે. સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને મળ્યા બાદ તરત જ સી આર ગુજરાતમાં પ્રદેશ માળખાની પોતાની ટીમની જાહેરાત કરે તેવી શક્યતા છે. ભાજપનાં સૂત્રોએ આપેલી જાણકારી પ્રમાણે પાટીલે ચૂંટણીલક્ષી ચર્ચાની સાથે સંગઠનમાં નિમણૂકોની ક્વાયત પણ હાથ ધરી છે. ચૂંટણીલક્ષી બાબતો અને સંગઠનની બાબતની ચર્ચા માટે કોને-કોને મળવું તે અંગેની યાદી તૈયાર થઇ રહી છે. સી. આર. પાટીલે આ જવાબદારી પક્ષના વરિષ્ઠ નેતા અને ઉપપ્રમુખ ગોરધન ઝડફિયાને સોંપી હોવાનું એક ગુજરાતી અખબારના અહેવાલમાં દાવો કરાયો છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પાટીલ પ્રથમ વાર સૌરાષ્ટ્ર જઇ દરેક જિલ્લાના કાર્યકરો અને સંગઠનના નેતાઓને મળશે. પાટીલ સૌરાષ્ટ્રમાં આરએસએસ સાથે સંકળાયેલાં નેતાઓને પણ મળવાના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ પ્રવાસનો કાર્યક્રમ તૈયાર થઈ રહ્યો છે અને સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરાશે. વલસાડમાં 7 ઈંચ વરસાદમાં બિલ્ડરની કાર પાણીમાં તણાઈ, 24 કલાક પછી ક્યાંથી મૃતદેહ મળ્યો ? Corona Update: દેશમાં 24 કલાકમાં નોંધાયા 56 હજારથી વધારે કેસ, અમેરિકા-બ્રાઝિલને રાખ્યા પાછળ   અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં મોતને ભટેલો લોકોનું જુઓ નામ સાથેનું લિસ્ટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં કર્ણાવતી ક્લબ પાછળ દીપડાની ચર્ચા અફવા સાબિત, વન વિભાગે શ્વાન હોવાની પુષ્ટિ કરી
અમદાવાદમાં કર્ણાવતી ક્લબ પાછળ દીપડાની ચર્ચા અફવા સાબિત, વન વિભાગે શ્વાન હોવાની પુષ્ટિ કરી
રાજયભરમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી, શામળાજીથી બગદાણા ગુરુ આશ્રમ સુધી ભક્તોની ભીડ
રાજયભરમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી, શામળાજીથી બગદાણા ગુરુ આશ્રમ સુધી ભક્તોની ભીડ
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો
...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો
LIC Best Scheme: LICની શાનદાર યોજના, દર મહિને મળશે 7000 રૂપિયા
LIC Best Scheme: LICની શાનદાર યોજના, દર મહિને મળશે 7000 રૂપિયા
શુક્ર કરશે કન્યા રાશિમાં ગોચર, 1 ઓગસ્ટથી આ રાશિને થશે ધનલાભ, જાણો કઇ છે લકી રાશિ
શુક્ર કરશે કન્યા રાશિમાં ગોચર, 1 ઓગસ્ટથી આ રાશિને થશે ધનલાભ, જાણો કઇ છે લકી રાશિ
Embed widget