શોધખોળ કરો
Advertisement
વલસાડમાં 7 ઈંચ વરસાદમાં બિલ્ડરની કાર પાણીમાં તણાઈ, 24 કલાક પછી ક્યાંથી મૃતદેહ મળ્યો ?
બિલ્ડર કમ ખેડૂત દિપક પ્રવિણસિંહ પરમાર સોમવારે ઉમરગામમાં આવેલી પોતાની વાડીમાંથી રાત્રે ઇનોવા કારમાં ઘરે પરત ફરતા હતા ત્યારે ભારે વરસાદમાં ઠેકુ ખાડીના કોઝવે પરથી પસાર થતી વેળા કાર સાથે તણાઇ ગયા હતા.
વાપીઃ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે છેલ્લા બે-ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના વલસાડ શહેર સહિત આસાપાસના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે નાના મોટા તમામ નદી-નાળા છલકાઈ ગયા હતા. અમુક જગ્યાએ પૂર જેવી સ્થિતિ ઉભી થઈ હતી.
ઉમરગામમાં મંગળવારે આભ ફાટ્યુ હોય બે કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના પરિણામે બધે જ પાણી પાણી થઈ ગયું હતું. આ દરમિયાન નરોલીના બિલ્ડર કાર સાથે તણાઈ ગયા હતા. ગઈકાલે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. દાદાર નગર હવેલીના નરોલીમાં રહેતા બિલ્ડર કમ ખેડૂત દિપક પ્રવિણસિંહ પરમાર સોમવારે ઉમરગામમાં આવેલી પોતાની વાડીમાંથી રાત્રે ઇનોવા કારમાં ઘરે પરત ફરતા હતા ત્યારે ભારે વરસાદમાં ઠેકુ ખાડીના કોઝવે પરથી પસાર થતી વેળા કાર સાથે તણાઇ ગયા હતા.
બીજી તરફ મોડે સુધી ઘરે ન પહોંચતા તેમની પત્નીએ ફોન કરતા ફોન સ્વિચ ઓફ આવ્યો હતો. બુધવારે સવારે ઇનોવા કાર ઢેકુ ખાડી નરોલી હદ પાસે પાણીમાંથી મળતા પોલીસે ક્રેઇનથી બહાર કાઢી તપાસ કરતા દિપકભાઇની લાશ કારમાંથી મળી આવી હતી.
જેબાદ પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. દિપકભાઈના પિતા પ્રવિણસિંહ વાપીના વરિષ્ઠ પત્રકાર છે.
Corona Update: દેશમાં 24 કલાકમાં નોંધાયા 56 હજારથી વધારે કેસ, અમેરિકા-બ્રાઝિલને રાખ્યા પાછળ
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં મોતને ભટેલો લોકોનું જુઓ નામ સાથેનું લિસ્ટ
અમદાવાદઃ કોવિડ કેર સેન્ટર શ્રેય હોસ્પિટલમાં લાગી આગ, 8 દર્દીના મોત, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement