શોધખોળ કરો
Advertisement
Corona Update: દેશમાં 24 કલાકમાં નોંધાયા 56 હજારથી વધારે કેસ, અમેરિકા-બ્રાઝિલને રાખ્યા પાછળ
ભારતમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં દોઢ લાખ જેટલા એક્ટિવ કેસ છે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા હવે 19 લાખને પાર કરી ગઈ છે અને મૃતકોની સંખ્યા 40 હજારનો આંક વટાવી ગઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 904 લોકોના મોત થયા છે અને 56,282 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 19,64,537 પર પહોંચી છે અને 40,699 લોકોના મોત થયા છે. 13,28,337 લોકો સાજા થઈ ગયા છે અને 5,95,501 એક્ટિવ કેસ છે.
કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝિલ બાદ કોરોના મહામારીથી સૌથી વધારે ભારત પ્રભાવિત છે. આજે કેસની બાબતે ભારતે આ બંને દેશોને પાછળ રાખી દીધા છે. અમેરિકામાં 24 કલાકમાં 55,100 અને બ્રાઝિલમાં 54,685 મામલા નોંધાયા છે તથા ક્રમશઃ 1306 અને 1322 મોત થયા છે.
ભારતમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં દોઢ લાખ જેટલા એક્ટિવ કેસ છે. જે પછી કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધારે છે.
અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 50 લાખ નજીક પહોંચી, 24 કલાકમાં નોંધાયા 55 હજાર નવા કેસ, 1306 લોકોના મોત
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં મોતને ભટેલો લોકોનું જુઓ નામ સાથેનું લિસ્ટ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
વડોદરા
Advertisement