શોધખોળ કરો

Kutch: ગાંધીધામના ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, લોકોએ કર્યું એવું કે જાણીને ચોંકી જશો

Kutch News: કાર્યકમ દરમિયાન સ્થાનિક લોકોએ સમાજવાડીનો ગેટ બંધ ધારાસભ્યને પૂરી દીધા. ગાંધીધામના ધારાસભ્ય ઉપરાંત કાઉન્સિલર અને ભાજપના હોદ્દેદારો પણ સાથે હતા.

Kutch News:  ગાંધીધામ ધારાસભ્ય માલતી બેન મહેશ્વરી લોકોના રોષનો ભોગ બન્યા છે. સુંદરપુરી વિસ્તારમાં ધારાસભ્યને પુરી દેવામાં આવ્યા. વોર્ડ નંબર 4 માં ગટરપાણી,રોડ -રસ્તા અને વીજળીની સમસ્યા છે. આ સમસ્યાનું નિરાકરણ નથી થતું પણ કુપોષણ કિટ વિતરણ કાર્યક્રમમાં ધારાસભ્ય આવતાં લોકો રોષે ભરાયા હતા. સ્થાનિકોના કામ ના થતા હોવાથી રોષે ભરાયેલા લોકોએ તાળાબંધી કરી હતી. કાર્યકમ દરમિયાન સ્થાનિક લોકોએ સમાજવાડીનો ગેટ બંધ ધારાસભ્યને પૂરી દીધા. ગાંધીધામના ધારાસભ્ય ઉપરાંત કાઉન્સિલર અને ભાજપના હોદ્દેદારો પણ સાથે હતા.

આબુ-અમદાવાદ હાઈવે સ્વીમીંગ પુલમાં ફેરવાયો

વરસાદના કારણે આજે બનાસકાંઠાના અંબાજી પોલીસ સ્ટેશન પાસે હાઇવે માર્ગ બેટમાં ફેરવાયો છે. આબુ-અમદાવાદ હાઈવે માર્ગ પાણી પાણી થયો છે. બનાસકાંઠાના 14 જિલ્લાઓ પૈકી દાંતા તાલુકામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. જેના કારણે હાઇવે માર્ગ સ્વીમીંગ પુલમાં ફેરવાયો છે અને વાહન વ્યવહારને અસર થઈ છે. બનાસકાંઠામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દાંતામાં વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે અને ખેતી પાકને મોટું નુકસાન પહોંચ્યું છે.

અલ્પેશ ઠાકોરે લીધી રોજીદ ગામની મુલાકાત

આજે રોજીદ ગામની ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે મુલાકાત લીધી હતી. જે બાદ તેમણે કહ્યું, ક્યાં શબ્દોમાં સાંત્વના પાઠવું તે ખબર નથી પડતી. કોઈ દીકરી પોતાના પિતા ની રાહ જોઈ રહી છે, એક નાની દીકરીને તો ખ્યાલ જ નથી કે તેના પિતા ક્યાં જતા રહ્યા છે. એક બે લોકો દારૂનો ધંધો કરે છે તેનું ભોગ આ લોકોને બનવું પડે છે. રોજ કમાઈ ને રોજ ખાનારો આ વર્ગ છે.

રાજ્ય સરકાર પાસે રજુઆત કરીશ કે દોષિતો ને સજા અને ભોગ બનનારને યોગ્ય વળતર મળે. ગુજરાતમાં બીજો આવો કિસ્સો સામે આવે નહિ તેના માટે દાખલા રૂપ સજા થવી જોઈએ, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે તેવી માંગણી છે.

તેણે એમ પણ કહ્યું, હું યુવાનોને કહેવા માગું છું કે નશો તમે કરો છો અને તેની સજા આખા પરિવારને મળે છે. ઈમાનદાર અધિકારીઓ પણ છે ભ્રષ્ટ અધિકારીઓ પણ છે. વિનંતી કરું છું આપણું ગુજરાત સમૃદ્ધ છે, અને દારૂ બંધી નો કડક અમલ કરાવો. નેતાઓ પણ શીખવું પડશે કે ચૂંટણીમાં દારૂ વેહચવો એ યોગ્ય નથી, જે કોઈ નેતાઓ દારૂ વેચે છે ચૂંટણીમાં તે બંધ કરી દેવું જોઈએ, નેતાઓ પણ ઈમાનદાર રહેવું પડશે કોઈ બાહોશ અધિકરી આ બધું બંધ કરાવડાવે તો રાજકીય દબાણ આવી જતું હોય છે.

આ ઉપરાંત અલ્પશ ઠાકોરે એમ પણ કહ્યું, ગુજરાતની જનતાને અપીલ કરું છું નશા મુક્ત ગુજરાત થવું જોઈએ.ધારાસભ્ય અને સરપંચ જે અરજી કરી તે વિષય પર અલ્પેશ ઠાકોરે નિવેદન આપતાં કહ્યું, બધી જ વાત સાચી અમે જનતા રેઇડ કરવાના હતા, ધારાસભ્ય પાસે સત્તા છે તેમણે જાતે રેઇડ કરવાની હતી, થોડી હિંમત તો બતાવો, ખાલી અરજી કરીને છુટી જવાનું નહોતું. જો 182 ધારાસભ્યો ઈચ્છે તો ગુજરતમાં દારૂ બંધી શક્ય છે. રાજકિય નેતાઓ પોતાના રાજકીય મનસૂબા પુરા કરવા માટે અરજીઓ ના કરે, જનતા રેઇડ કરીને પોતાના રાજકીય હિતો પાર નહી પડે. આવી નમાલી રાજનીતિ કરશો નહિ.

સરકારે બહુ મક્કમતાથી કામ કર્યું છે, મેં રાજનીતિનીં ચિંતા નથી કરી. જે અધિકારી સાથેની તપાસ કમિટી મુકવામાં આવી છે તે ટિમ કોઈને પણ છોડશે નહિ તેવી ટીમ સરકારે રચેલી છે. રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ખૂબ બહોશતા પૂર્વક કામ કરી રહ્યા છે, ક્યાંક કોઈ ચૂક રહી ગઈ હશે તો સ્વીકારવી જ રહી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
Embed widget