Kutch : હાઈવે પર ટ્રેલરે પલટી મારતાં 10 વર્ષીય પુત્રની નજર સામે જ પિતાનું મોત
યુવક પર માટી ભરેલું ટ્રેલર આવી પડતા પુત્રની નજર સામે જ મૃત્યુ થયું. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 27 પર ગાગોદર પાસે બનાવ બન્યો. મૃતદેહને ત્યાંથી પસાર થતા હિટાચી મશીન વડે ટ્રકને સીધી કરીને બહાર કઢાયો.
કચ્છઃ પૂર્વ કચ્છના ગાગોદર ધોરીમાર્ગ પર ટ્રેલર પલટીને માલધારી યુવક ઉપર પડતા યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે, તો 10 વર્ષના પુત્રનો ચમત્કારીક બચાવ થયો હતો. ટ્રેલર માર્ગથી 50 ફૂટ દૂર ફંગોળાઈને પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઘેટાં-બકરા ચરાવતા યુવક પર માટી ભરેલું ટ્રેલર આવી પડતા પુત્રની નજર સામે જ મૃત્યુ થયું. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 27 પર ગાગોદર પાસે બનાવ બન્યો. મૃતદેહને ત્યાંથી પસાર થતા હિટાચી મશીન વડે ટ્રકને સીધી કરીને બહાર કાઢવામાં આવ્યો.
ઇડરઃ સાબરકાંઠામાં યુવતીની સળગેલી હાલતમાં લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ઇડરના મોટા કોટડા નજીક જંગલમાં અજાણી યુવતીની લાશ મળી આવી છે. સળગેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી છે. ગત મોડી સાંજે અસ્તવ્યસ્ત અને સળગેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી.
જાદર પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. સળગેલી હાલતમાં મળેલી લાશને પોસ્ટમોર્ટમ માટે ઇડર સિવિલમાં ખસેડવામાં આવી. હત્યા કે આત્મહત્યાએ દિશામાં જાદર પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠાઃ અંબાજી નજીક ખીણમાં ભક્તો સાથે જીપ ખીણમાં ખાબકી હતી. પંચમહાલ જિલ્લાના ભક્તો દર્શન માટે નીકળ્યા ત્યારે અકસ્માત થયો હતો. અંબાજી નજીક જીપને અકસ્માત નડ્યો છે. અકસ્માતમા 6 લોકો ઘાયલ થયા છે. 2 લોકો ગંભીર છે. અંબાજી આદ્યશક્તિ હોસ્પિટલ ખાતે ઘાયલોને ખસેડવામાં આવ્યા છે. અંબાજી પોલીસ ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી છે.
સુરત: વીડિયો કોલ હનીટ્રેપમાં ફસાયેલા રાંદેરના યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. સાઇબર ક્રાઇમ બ્રાન્ચે મહિલા સહિત 2ની ધરપકડ કરી છે. રાંદેરના યુવકનો વીડિયો કોલ થકી અશ્લીલ વીડિયો બનાવી ગેંગ બ્લેકમેલ કરતી હતી. અજાણી યુવતીએ વીડિયો કોલ કરી અશ્લીલ વીડિયો રેકોર્ડિંગ કરી યુવકને રૂપિયા માટે બ્લેકમેલ કર્યો હતો.
વીડિયો વાયરલ કરવાના નામે 20 હજાર રૂપિયા લઈ લીધા બાદ પણ વધુ રૂપિયાની માંગણી કરાઈ હતી. રૂપિયા નહિ આપે તો વીડિયો સોશિયલ મીડિયામાં અને તેની બહેનને મોલવાની ધમકી આપી હતી. આખરે બદનામીના ડરથી યુવકે ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
સુરતમાં મોટા પ્રમાણમાં આ રીતે યુવાનોને ડિજિટલ હનીટ્રેપમાં ફસાવાનું મોટું રેકેટ સામે આવ્યું છે. રાંદેર પોલીસે આત્મહત્યાના દુષ્પ્રેણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગત 31મી ઓક્ટોબરના રોજ યુવાને ગળેફાંસો ખાધો હતો.