શોધખોળ કરો

Gujarat Election: ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા મધ્ય પ્રદેશના મંત્રીને ડીસા નજીક નડ્યો અકસ્માત

બનાસકાંઠા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ઘણા રાષ્ટ્રીય નેતાઓ હાલમાં પ્રસાર પ્રચાર કરી રહ્યા છે. બીજેપીના પ્રચાર માટે મધ્ય પ્રદેશથી પણ નેતાઓ આવ્યા છે. જેમાં  વિશ્વાસ સારંગનો પણ સમાવેશ થાય છે.

બનાસકાંઠા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ઘણા રાષ્ટ્રીય નેતાઓ હાલમાં પ્રસાર પ્રચાર કરી રહ્યા છે. બીજેપીના પ્રચાર માટે મધ્ય પ્રદેશથી પણ નેતાઓ આવ્યા છે. જેમાં  વિશ્વાસ સારંગનો પણ સમાવેશ થાય છે. આજે ડીસાના ભીલડી નજીક મધ્ય પ્રદેશના મંત્રી વિશ્વાસ સારંગને અકસ્માત નડ્યો હતો. કાંકરેજ ખાતે ભાજપ કાર્યકર્તાઓની બેઠક પુરી કરી પરત ડીસા તરફ ફરતા ભીલડી નજીક મંત્રી વિશ્વાસ સારંગને અકસ્માત નડ્યો હતો. મંત્રીની કારને સામેથી રોન્ગ સાઇડ આવતા ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત દરમિયાન મંત્રીને નાના મોટી ઇજાઓ પહોંચતા સરવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા.

દીવ-દમણમાં ફરવા જતા લોકો માટે મોટા સમાચાર

 દીવ અને દમણ ફરવા જતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતને અડીને આવેલા દમણ અને દીવ આ બને પ્રદેશો પર દારૂબંધી લાગુ થવા જઈ રહી છે. જેની પાછળનું કારણ ગુજરાત ઇલેક્શન મનાઈ રહ્યું છે. ગુજરાતમાં શાંતિ પૂર્ણ રીતે મતદાન થઈ શકે અને મતગણતરી થઈ શકે તે હેતુથી દીવ દમણમાં દારૂબંધી કરવામાં આવશે. હવે એ જોઈએ કઈ કઈ તારીખે દારૂબંધી રહેશે.

પ્રથમ તબબકાના મતદાન પહેલા એટલે કે 29 તારીખે સાંજે 5 વાગ્યાથી દીવ અને દમણ બનેમાં દારૂ પર પ્રતિબંધ લાગી જશે. જે 1 ડિસેમ્બર સાંજે 5 વાગ્યા સુધી એટલે કે અંદાજે ત્રણ દિવસ અમલમાં રહેશે. ત્યાર બાદ બીજા તબબકાના મતદાન પહેલા એટલે કે 3 ડિસેમ્બરે દારૂ બંધી ફરી લાગુ કરાશે. જે 5 તારીખે સાંજે 5 વાગ્યા સુધી રહેશે. ત્યાર બાદ ત્રીજી વખત દારૂ બનધી 8 ડિસેમ્બરે પરિણામના દિવસે દિવસભર રહેશે.

સુરતમાં ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં જોડાયા

 ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા સુરતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.  ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સુધા નાહટા ભાજપમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં સત્તાવાર જોડાયા છે. તેમણે મજુરા વિધાનસભામાં આપના કન્વીનર બની પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે. ભાજપમાં આંતરિક જૂથબંધી અને વ્યક્તિ પૂજાથી વ્યથિત થઈને રાજીનામું આપ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

કોણ છે સુધા નહટા

સુરત મજુરા વિધાનસભાના મૂળ રાજસ્થાની પરિવારના સુધા નહટા ભારતીય જનતા પાર્ટીમાં વર્ષ 2012 થી જોડાયા હતા. ભાજપના પૂર્વ કોર્પોરેટર અને ગટર સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા હતા. 2012થી ભાજપમાં સક્રિય રહીને તેમણે અલગ અલગ હોદ્દા ઉપર કામ કર્યા છે. તેમના કહેવા મુજબ ભારતીય જનતા પાર્ટીમાં હાલ વ્યક્તિ પૂજા વધુ કરવામાં આવી રહી છે. પક્ષની આંતરિક જૂથવાદની રાજનીતિના કારણે તેમણે ભાજપમાંથી બહાર જવાનું પસંદ કર્યું છે.

સુરતમાં  AAPના કાર્યકર્તા આપ વિરુદ્દ કરશે પ્રચાર

ગુજરાતમાં ચૂંટણી માહોલ જામી રહ્યો છે. આ દરમિયાન સુરતથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં આપના કાર્યકર્તા હવે આપ વિરુદ્ધ પ્રચાર કરશે. રાજેશ દિયોરા નામના આપના કાર્યકર્તાએ આપ પર પૈસા લઈને ટિકિટ વેચવાનો આરોપ મૂક્યો છે. આયાતીને પૈસા લઈને ટિકિટ ફાળવતા પાયાના કાર્યકર્તાઓ નારાજ છે, જેને લઈ રાજેશ દિયોરાએ ગુજરાતના નારાજ આપના કાર્યકર્તાઓનું સંમેલન બોલાવ્યું છે. રાજેશ દિયોરાએ કહ્યું આપને ગુજરાતમાં એક પણ સીટ નહીં આવવા દઈએ અને દિલ્હી ભેગી કરી દઈશું. આમ આદમી પાર્ટી વિરુદ્ધ આપના કાર્યકર્તાઓએ જ વિરોધ કરતા રાજકારણ ગરમાયું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહારGujarat Winter News: 7 શહેરોમાં નોંધાયુ 17 ડિગ્રી તાપમાન, સૌથી નીચુ તાપમાન નલિયામાંMount Abu: ગુરુ શિખર પર માઈનસ 3 ડિગ્રી તાપમાન, પ્રવાસીઓ ઠુંઠવાઈ ગયા | Weather NewsDelhi Pollution News:દિલ્હીમાં પ્રદુષણને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Embed widget