વલસાડ જિલ્લામાં પંચાયતમાં ભાજપને લાગ્યો મોટો ઝટકો, જાણો વિગતો
વલસાડ જિલ્લા પંચાયતની મોટી કોરવડ બેઠકના ભાજપના સભ્ય અને જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિર્મળાબેન જાદવે સોશલ મીડિયામાં રાજીનામું ધરી દીધું છે.
વલસાડ જિલ્લા પંચાયતની મોટી કોરવડ બેઠકના ભાજપના સભ્ય અને જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિર્મળાબેન જાદવે સોશલ મીડિયામાં રાજીનામું ધરી દીધું છે.
વલસાડ જિલ્લા પંચાયત ખાતે વહેલી સવારથી જ હાઈવોલ્ટેજ ડ્રામા ચાલતો હતો કે નિર્મળાબેન જાદવ જિલ્લા પંચાયતના સભ્ય પદેથી રાજીનામું આપવા આવવાના છે. જોકે રાજીનામું આપતા અટકાવવા ભાજપના કાર્યકર્તાઓ સવારથી જ જિલ્લા પંચાયત પર હાજર હતા. ત્યારે નિર્મળાબેન જાદવે રૂબરૂ રાજીનામું આપવાના બદલે સોશલ મીડિયામાં રાજીનામું ધરી દીધું છે.
પાર- તાપી રિવરલિંક પ્રોજેક્ટના વિરોધમાં નિર્મળાબેને જિલ્લા પંચાયતના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. નોંધનીય છે કે પાર- તાપી રિવરલીંક પ્રોજેક્ટ સરકારે રદ કરવાની જાહેરાત પણ કરી દીધી છે.
ચૂંટણી પહેલા આ સમાજમાં બે ફાંટા! રાજકોટમાં એક સાથે યોજાયા બે સંમેલનો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓની સાથે સાથે વિવિધ સમાજના આગેવાનો પણ સક્રીય થયા છે. ઘણા રાજકીય આગેવાનો પોતાના સમાજના લોકોનું સંમેલન કરી રહ્યા છે. જો કે ચૂંટણી પહેલા કોળી સમાજમાં બે ફાંટા પડ્યા હોય તેમ લાગી રહ્યું છે. આ અંગે વિગતે વાત કરીએ તો, રાજકોટમાં ચુવાડિયા કોળી સમાજનું સંમેલન યોજાયું છે. વેલનાથ સેનાના બેનર હેઠળ દેવજી ફતેપરા દ્રારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, સંમેલન પહેલા જ ચુવાડિયા કોળી સમાજમાં બે ફાંટા પડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. દેવજી ફતેપરાના સંમેલનની સાથે સાથે રાજકોટના હેમુ ગઢવી હોલમાં ચુવાડિયા કોળી સમાજનું બીજુ સંમેલન યોજાયું હતું. ગુજરાત ચુવાડિયા કોળી સમાજના પ્રમુખ ધર્મેશ જિંજુવાડીએ પણ હેમુગઢવી હોલમાં સંમેલન બોલાવ્યું હતું. જેને લઈને રાજકારણ ગરમાયું છે.
તો બીજી તરફ હેમુ ગઢવી હોલમાં યોજાયેલા આ સંમેલન અંગે દેવજી ફતેપરાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, તે સંમેલન કોંગ્રેસ પ્રેરિત છે. ચુવાડિયા કોળી સમાજના જ બે સંમેલનને કારણે સમાજમાં બે ફાંટા પડ્યા છે. દેવજી ફતેપરાએ કહ્યું કે, મારા સંમેલનમાં માત્ર ભાજપ પ્રેરિત ચુવાડિયા કોળી સમાજને જ આમંત્રણ અપાયુ છે.
જો કે, હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલા સંમેલન અંગે ગુજરાત ચુવાડીયા કોળી સમાજના પ્રમુખ ધર્મેન્દ્ર જીંજુવાડિયાએ કહ્યું કે, આ માત્ર સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અમારો કાર્યક્રમ રાજકીય કાર્યક્રમ નથી. દેવજી ભાઈનો કાર્યક્રમ રાજકીય કાર્યક્રમ છે. દેવજી ભાઈ આમારા વડીલ છે. દેવજી ભાઈનો કાર્યક્રમ અને અમારો કાર્યક્રમ સંજોગોવશાત ભેગો થયો છે.