સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
હવામાન વિભાગ (IMD) અનુસાર દક્ષિણ ગુજરાતમાં સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે આજે ભારેથી અતિભારે વરસાદ (Rain) પડી શકે છે.
Gujarat Rain Alert: હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની (Heavy Rain) આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગ (IMD) અનુસાર દક્ષિણ ગુજરાતમાં સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે આજે ભારેથી અતિભારે વરસાદ (Rain) પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ:
- આજે (28 જૂન): સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
- બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
- 29 જૂન: નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
- 30 જૂન: ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
- 1 જુલાઈ: વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, સુરત, નવસારીમાં ભારે વરસાદની આગાહી.
- 2 જુલાઈ: નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
- મજબૂત પવન ફૂંકાવાની શક્યતા છે, જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલ અનુસાર અરબી સમુદ્ર અને ઓરિસ્સામાં સિસ્ટમ બનતા દેશ સહિત રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં 30 જૂનથી 1 જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે અતિભારે વરસાદની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે. 2 થી 5 જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. 5 થી 12 જુલાઈ વચ્ચે દેશ સહિત રાજ્યના ભાગોમાં પણ ભારે વરસાદ ની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ ની શક્યતા છે. વરસાદની પગલે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પુરની સ્થિતિ ઊભી થવાની શક્યતા છે.
આજે 28મી જૂનના રોજ પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દ્વારકામાં અતિભારે વરસાદ (Rain) અને ગાજવીજ સાથે ઓરેજન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યારે આણંદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા રાજકોટ, જામગર, અમરેલી ભાવનગર, મોરબી કચ્છમાં ગાજવીજ ભારે વરસાદ (Rain)ની આગાહી છે. આ જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદ (Rain)ની આગાહી છે. હવામાન વિભાગ અનુસાર તમામ જિલ્લાઓમાં અમુક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ (Rain)ની આગાહી આપવામાં આવી છે.