શોધખોળ કરો

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

Gujarat Monsoon Update: ચોમાસાની વચ્ચે હવામાન વિભાગે આજે આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરી છે.

Rain Forecast: રાજ્યમાં ચોમાસું જામ્યું છે ત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી જોવા મળી રહી છે. અનેક ગામો સંપર્કવિહોણા થયા છે તો અનેક ઘરોમાં પાણી ઘુસી જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. રાજ્યમાં ચોમાસું જામ્યું છે ત્યારે હવામાન વિભાગે આજે આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે અનેક જિલ્લામાં ગાજવીજ સાથે મધ્ય વરસાદ તો ક્યાંક સામાન્ય વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી

આગામી ત્રણ કલાકમાં ભારે પવન અને ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી:

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પંચમહાલ, ભાવનગર, અમરેલી, બોટાદ

આગામી ત્રણ કલાકમાં સામાન્ય વરસાદની આગાહી:

કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ

રાજ્યમાં કેટલો વરસાદ પડ્યો

ચોમાસાએ નિર્ધારિત સમયથી 6 દિવસ (2 જુલાઈ) પહેલાં જ સમગ્ર દેશને આવરી લીધો છે. દેશભરના લગભગ બધા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે રાજ્યના 178 તાલાકમાં મેઘમહેર થઈ છે. હવામાન વિભાગે છેલ્લા 24 કલાકના આંકડા જાહેરા કર્યા છે જે અનુસાર રાજ્યમાં 178 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ બનાસકાંઠાના લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે.

છેલ્લા 24 કલાકમાં 178 તાલુકામાં નોંધાયો વરસાદ

બનાસકાંઠાના લાખણીમાં 11 ઈંચ વરસાદ

મહેસાણા તાલુકામાં ચાર ઈંચ વરસાદ વરસ્યો

મહેસાણાના બહુચરાજીમાં વરસ્યો ચાર ઈંચ વરસાદ

નવસારીના ચીખલીમાં વરસ્યો પોણા ચાર ઈંચ વરસાદ

બનાસકાંઠાના દાંતિવાડામાં વરસ્યો પોણા ચાર ઈંચ વરસાદ

બનાસકાંઠાના વાવમાં વરસ્યો સવા ત્રણ ઈંચ વરસાદ

બનાસકાંઠાના સુઈગામમાં વરસ્યો સવા ત્રણ ઈંચ વરસાદ

અરવલ્લીના મોડાસામાં વરસ્યો પોણા ત્રણ ઈંચ વરસાદ

ડાંગના વઘઈમાં વરસ્યો પોણા ત્રણ ઈંચ વરસાદ

નવસારીના વાંસદામાં વરસ્યો અઢી ઈંચ વરસાદ

પાટણના સિદ્ધપુરમાં વરસ્યો અઢી ઈંચ વરસાદ

મહીસાગરના બાલાસિનોરમાં વરસ્યો અઢી ઈંચ વરસાદ

બનાસકાંઠાના થરાદમાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ

તાપીના ડોલવણમાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ

દાહોદના ફતેપુરામાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ

મહેસાણાના ઊંઝામાં વરસ્યો બે ઈંચ વરસાદ

સુરતના ઓલપાડમાં વરસ્યો પોણા બે ઈંચ વરસાદ

ચાણસ્મા અને સરસ્વતિ તાલુકામાં પોણા બે ઈંચ વરસાદ

નવસારી, ખેરગામ, જલાલપોરમાં પોણા બે ઈંચ વરસાદ

ડાંગના આહવામાં પોણા બે ઈંચ વરસાદ

પંચમહાલના શહેરામાં પોણા બે ઈંચ વરસાદ

હિંમતનગર, પાટણમાં પોણા બે ઈંચ વરસાદ

જોટાણા,કપડવંજમાં વરસ્યો પોણા બે ઈંચ વરસાદ

લુણાવાડા, દેત્રોજ, સંજેલીમાં પોણા બે ઈંચ વરસાદ

તલોદ, ઝાલોદ,વાલોડમાં દોઢ ઈંચ વરસાદ

વ્યારા, પાલનપુર, પ્રાંતિજમાં દોઢ ઈંચ વરસાદ

વડનગર, સંતરામપુરમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ

અમદાવાદ શહેરમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ

કઠલાલ, પલસાણામાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ

સમી, ડીસા, નડિયાદમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ

સોનગઢ, સાવરકુંડલા, વલસાડમાં સવા સવા ઈંચ વરસાદ

સુરતના મહુવા, ઉમરપાડામાં સવા ઈંચ વરસાદ

કડી, ગણદેવીમાં એક એક ઈંચ વરસાદ

દસક્રોઈ, સાણંદ, મેઘરજમાં એક એક ઈંચ વરસાદ

દસાડા, સુબીર, વાપીમાં એક એક ઈંચ વરસાદ

વિસનગર, કાંકરેજ, ખેડબ્રહ્મામાં એક એક ઈંચ વરસાદ

બારડોલી, વિજાપુર, ઉચ્ચછમાં પોણો ઈંચ વરસાદ

માંડલ, ધરમપુર, પાલિતાણામાં પોણો ઈંચ વરસાદ

ભિલોડા, અંકલેશ્વરમાં પોણો ઈંચ વરસાદ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
Anant-Radhika Wedding:  અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Anant-Radhika Wedding: અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | હવે શાળા પણ નકલીHu to Bolish | હું તો બોલીશ | કોની ચેલેન્જમાં કેટલો દમ?Rajkot Fake School | નકલી ટોલ પ્લાઝા, નકલી કચેરી બાદ હવે નકલી શાળા ઝડપાઈJunagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
Anant-Radhika Wedding:  અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Anant-Radhika Wedding: અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
હાર્દિક પંડ્યાએ પુત્ર સાથે મનાવ્યો T20 World Cup જીતનો જશ્ન, નતાશા નજરે ન પડતાં ફેન્સે કહ્યું...
હાર્દિક પંડ્યાએ પુત્ર સાથે મનાવ્યો T20 World Cup જીતનો જશ્ન, નતાશા નજરે ન પડતાં ફેન્સે કહ્યું...
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
Embed widget