(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Rain Forecast: આજે રાજ્યના આ જિલ્લામાં વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
સોમવારે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. ડાંગમાં અઢી, સુરતમાં બે ઈંચ, વલસાડમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો.. તો જાંબુઘોડામાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે
Gujarat Rain Forecast:રાજ્યના 10 જિલ્લામાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. સૌરાષ્ટ્રના ત્રણ, દક્ષિણ ગુજરાતના પાંચ, તો ઉત્તર ગુજરાતના બે જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે.
સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં આજે ભારે વરસાદ વરસી શકે છે. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વરસાદનું ઓરેન્જ અને સાબરકાંઠા જિલ્લા માટે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું અનુમામ છે.
સોમવારે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરી. જામજોધપુરમાં પાંચ, લાલપુરમાં ત્રણ, તો કલ્યાણપુર અને કાલાવડમાં બે બે ઈંચ વરસાદ વરસ્યો.
સોમવારે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. ડાંગમાં અઢી, સુરતમાં બે ઈંચ, વલસાડમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો.. તો જાંબુઘોડામાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે
આગામી ત્રણ દિવસ સારા વરસાદનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યુ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસી શકે છે. 28 જૂન સુધી જૂનાગઢ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. તો ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદની શક્યતા વ્યકત કરી છે.
ભારતીય હવામાન વિભાગે દેશના કેટલાક રાજ્યોમાં આજે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય હવામાન વિભાગે અંદમાન, નિકોબાર, કેરળ, કર્ણાટક, ગોવામાં ભારે વરસાદની ચેતવણી આપી છે.. યુપી, ઉત્તરાખંડમાં હળાવ વરસાનુ અનુમાન વ્યક્ત કર્યું છે,
હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં કુદરતનો કહેર યથાવત છે. ગંબરપુલ પાસે વાદળ ફાટતા એક હોટલ જમીનદોસ્ત થઇ ગઇય રસ્તા પર પડ્યા મોટા મોટા પથ્થરો પડતા કેટલાક વાહનો પણ ક્ષતિગ્રસ્ત થયા છે. જીવ બચાવીને ભાગતા લોકો કેમેરામાં કેદ થયા છે.ગંબરપુલમાં વાદળ ફાટ્યા બાદ તેજ ગતિથી પાણી અને કિચડનો ધોધ વહી રહ્યો છે. .. પાણીનો ધોધ વરસતા લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણકારી બાદ સ્થળ પર પહોંચી ટીમે રાહત બચાવની કામગીરી શરૂ કરી છે.
આગામી પાંચ દિવસ અડધાથી વધુ રાજ્યમાં વરસાદ વરસવાનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યં છે. નૈઋત્યનું ચોમાસું વેરાવળ, રાજપીપળા સુધી પહોંચ્યું છે. આજે સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.સોમવારે સૌરાષ્ટ્રમાં વરસેલા ધોધમાર વરસાદથી કેટલાક જિલ્લામાં ખાનાખરાબી સર્જાઇ છે. .. સૌરાષ્ટ્રમાં 124થી વધારે વીજપોલને નુકસાન થયું છે. હળવદનો બ્રાહ્મણી-2 ડેમ 70 ટકા ભરાયો છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવારે (24 જૂન, 2024) ના રોજ તેની આગાહીમાં જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ દરમિયાન પશ્ચિમ કિનારા પર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે કહ્યું કે ગુજરાત, ગોવા, તમિલનાડુ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, 25-26 જૂન દરમિયાન કેરળ અને માહેમાં અલગ-અલગ સ્થળોએ ભારે (64.5-115.5 mm) થી ખૂબ ભારે વરસાદ (115.5-204.4 mm) ની શક્યતા છે.
IMDએ કહ્યું કે 26 જૂને પૂર્વી ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને બિહારમાં ભારે વરસાદ પડી શકે છે. સોમવારે સાંજે દિલ્હીમાં આકાશ વાદળછાયું રહ્યું હતું અને લુટિયન્સ દિલ્હી સહિત કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો. તે જ સમયે, હવામાન વિભાગે મંગળવારે (25 જૂન, 2024) વાદળછાયું આકાશ, ગાજવીજ સાથે હળવો વરસાદ અને ભારે પવનની આગાહી કરી છે.