શોધખોળ કરો

ગોધરામાં મોટી બબાલ, ટોળાએ કરી પોલીસ સ્ટેશનમાં તોડફોડ, પોલીસના ધાડેધાડા ઉતર્યા રસ્તા પર

Godhra: ગોધરા શહેરમાં મોડી રાત્રે બી ડિવિઝન પોલીસ સ્ટેશન બહાર ભારે હોબાળો સર્જાયો હતો, જયાં એક સમુદાયના લોકોનું  ટોળું એકત્રિત થતુ જોવા મળ્યું.

Godhra: ગોધરા શહેરમાં મોડી રાત્રે બી ડિવિઝન પોલીસ સ્ટેશન બહાર ભારે હોબાળો સર્જાયો હતો, જયાં એક સમુદાયના લોકોનું  ટોળું એકત્રિત થતુ જોવા મળ્યું. સમગ્ર ઘટનાની શરૂઆત ત્યારે થઈ, જ્યારે નવરાત્રિ જેવા સંવેદનશીલ તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્રે એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને કોઈ પણ વિવાદાસ્પદ પોસ્ટ ન કરવા માટે સ્ટેશને બોલાવ્યો હતો.

આ અંગે વિગતે વાત કરીએ તો નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને, ગોધરા પોલીસે સોશિયલ મીડિયા પર કોઈ વિવાદાસ્પદ પોસ્ટ ન કરવા માટે એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને બી ડિવિઝન પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. જોકે, ગેરસમજને કારણે એક જ સમુદાયના લોકોનું મોટું ટોળું પોલીસ સ્ટેશન બહાર એકઠું થઈ ગયું હતું.

આ ટોળાએ ભારે હોબાળો મચાવ્યો અને ચોકી નંબર ચાર પાસે તોડફોડ પણ કરી હતી. પરિસ્થિતિ તંગ બનતા પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો. સ્થિતિ વધુ ન વણસે તે માટે રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડા સહિત મોટી સંખ્યામાં પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

પોલીસ દ્વારા  ઈન્ફ્લુએન્સર દ્વારા વાયરલ કરાયેલા એક વિડિયો અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. શાંતિ જળવાય તે માટે મોડી રાત્રે ધાર્મિક આગેવાનો તથા સમાજના અગ્રણીઓ સાથે પોલીસ મથકે બેઠક યોજાઈ હતી.

પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી અને મોડી રાત્રે ધર્મગુરુઓ અને અગ્રણીઓ સાથે બેઠક યોજીને શાંતિ જાળવવા અપીલ કરી. પોલીસે આખી રાત ફૂટ પેટ્રોલિંગ પણ હાથ ધર્યું હતું. હાલ, પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે અને પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાના પ્રયાસો ચાલુ છે.

વડોદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ
 વડોદરાના જૂની ગઢી વિસ્તારમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક  મેસેજને કારણે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. AI આધારિત એક ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટને કારણે આ વિવાદ શરૂ થયો, અને જોતજોતામાં મામલો ગરમાયો. પરિણામે, બંને જૂથના લોકો સામસામે આવી ગયા અને પથ્થરમારો શરૂ થયો, જેનાથી વિસ્તારમાં અશાંતિ ફેલાઈ.

આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. પથ્થરમારા બાદ મોટી સંખ્યામાં લોકો સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જોકે, પોલીસે પરિસ્થિતિની ગંભીરતાને પારખીને તાત્કાલિક પગલાં લીધાં અને મામલાને શાંત પાડ્યો, જેના કારણે કોઈ મોટી દુર્ઘટના થતી અટકી.

ઘટના બાદ, પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને કોમ્બિંગ શરૂ કર્યું છે, જેમાં જોઈન્ટ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ જોડાયા હતા. પોલીસે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અને શાંતિ જાળવવાની અપીલ કરી છે. પોલીસની સજાગતા અને સમયસરની કાર્યવાહીથી શહેરની શાંતિ ફરીથી સ્થાપિત થઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
Morbi Demi 2 Dam: મોરબીના ડેમી-2 ડેમમાંથી 499 ક્યૂસેક પાણી છોડાયું, 10 ગામોને કરાયા એલર્ટ
Morbi Demi 2 Dam: મોરબીના ડેમી-2 ડેમમાંથી 499 ક્યૂસેક પાણી છોડાયું, 10 ગામોને કરાયા એલર્ટ
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
ટીમ ઈન્ડિયાની 'ભગવા' જર્સી પર ભડક્યો પૂર્વ કેપ્ટન, બોલ્યો- 'આ શરમજનક...'
ટીમ ઈન્ડિયાની 'ભગવા' જર્સી પર ભડક્યો પૂર્વ કેપ્ટન, બોલ્યો- 'આ શરમજનક...'
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
Embed widget