શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રના આ જિલ્લામાં આભ ભાટ્યું તેવી સ્થિતિ? શનિવાર રાતથી લઈ રવિવાર સાંજ સુધીમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો?
ગુજરાતમાં ત્રણ-ચાર દિવસ ન પડતાં ભારે ઉકળાટ જોવા મળી રહ્યો છે જોકે ગઈ કાલે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં આભ ભાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી.
ગુજરાતમાં ત્રણ-ચાર દિવસ ન પડતાં ભારે ઉકળાટ જોવા મળી રહ્યો છે જોકે ગઈ કાલે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં આભ ભાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. શનિવાર રાતથી લઈને રવિવાર સાંજ સુધીમાં સૌરાષ્ટ્રના પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને જામનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને લીધે સમગ્ર વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાબક્યો હતો એમાં પણ શનિવાર રાતે 10થી રવિવાર સાંજે 8 વાગે સુધી કલ્યાપુરમાં 7.9 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
ભારે ઉકળાટ બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જિલ્લાના ઘણા વિસ્તારોમાં તો આભ ભાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. 24 કલાક (શનિવાર રાતે 10થી રવિવાર સાંજે 8 વાગે સુધી)માં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં 7.9 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઈને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યો હતો.
ભાણવડમાં 3.85 ઈંચ, જામ-ખંભાણિયામાં 3.6 ઈંચ અને દ્વારકામાં 3.1 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં ભારે વરસાદ ખાબક્યો હતો જેને લઈને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળતું હતું. ભારે વરસાદને કારણે રસ્તા અને ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતાં. કલ્યાણપુર તાલુકા સહિત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.
દેવભૂમિ જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામે મુશળધાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે મેઘપર ટીટોડીની નદીમાં પુર આતાં બે કાંઠે વહેતી થઈ હતી. નદી પર બનેલા કોઝવે પર ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતાં.
મેઘપર ટીટોડીથી સ્ટેટ હાઈવે પરના પુલ પરથી પાણીનો ધમસમતો પ્રવાહ વહેતો હતો. કોઝવે પર પાણી ભરાતા રાહદારીઓ વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી હતી. ભારે વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion