શોધખોળ કરો

ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, સૌથી વધુ વરસાદ કયા શહેરમાં નોંધાયો? જાણો આ રહ્યાં લેટેસ્ટ આંકડા

સમગ્ર ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વહેલી સવારે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો.

ગાંધીનગર: સમગ્ર ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વહેલી સવારે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 75 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ ગાંધીનગરના દહેગામમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી જ્યારે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ગુજરાતના 6 જિલ્લામાં ગત રાત્રિથી નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો હતો. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ અને મહીસાગરમાં ભારે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. અમદાવાદમાં તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ તુટી પડ્યો હતો. અમદાવાદમાં સરેરાશ 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. સવારે 4 વાગ્યાથી વીજળીના ચમકારા સાથે વરસાદ ખાબકતાં અમદાવાદમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આજથી ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થયું છે. આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. ત્યારે આજે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિતના જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ભારે વેરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે, આજે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી, નર્મદા અને ભરૂચમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, સૌથી વધુ વરસાદ કયા શહેરમાં નોંધાયો? જાણો આ રહ્યાં લેટેસ્ટ આંકડા દહેગામમાં 3 ઈંચ સાબરકાંઠાના તલોદમાં 2.6 ઈંચ અમદાવાદ શહેરમાં 2 ઈંચ વલસાડના કપરાડામાં 2 ઈંચ કચ્છના નખત્રાણામાં 2 ઈંચ અરવલ્લીના માલપુરમાં પોણા બે ઈંચ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Embed widget