શોધખોળ કરો

Monsoon Updates: રાજ્યમાં આ તારીખે ચોમાસાનું થશે આગમન, આ જિલ્લામાં વરસાદની આગાહી

Gujarat Weather update: રાજ્યમાં ચોમાસાના આગમનને લઇને વિલંબ થતાં ખેડૂતોમાં ચિંતા મૂકાયા છે. હવામાન વિભાગે ચોમાસાની રાજ્યમાં એન્ટ્રીને લઇને અંદાજિત તારીખ જાહેર કરી છે. જાણીએ આગામી દિવસોમાં રાજ્યમાં કેવું રહેશે હવામાન

Gujarat Weather update: હાલ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ગરમી પડી રહી છે. જો કે 2 દિવસમાં રાજ્યમાં પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વાતાવરણમાં પલટો આવી શકે છે. જો કે સાર્વત્રિક વરસાદની શકયતા નહિવત છે. છૂટછવાયો અને હળવો વરસાદ વરસી શકે છે. ક્યાં વિસ્તારના વાતાવરણમાં પલટો આવશે તે વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં  ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ વરસી શકે છે. આ સાથે  કચ્છના કેટલાક વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટછવાયો વરસાદ વરસી શકે છે. 

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નવસારી, વલસાડ, ડાંગ સહિતના આસપાસના વિસ્તારમાં છૂટછવાયો હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ચોમાસું ગુજરાતમાં દસ્તક આપે તે પહેલા ગુજરાતના વિવિધ વિસ્તારમાં  વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારમાં છૂટછવાયો વરસાદ વરસશે. આ સ્થિતિ રાજ્યમાં આગામી 5થી 7 દિવસ રહી શકે છે. 

આ પણ વાંચો: વડોદરામાં ભયંકર રોડ અકસ્માત, લક્ઝરી બસ અને ટ્રક અથડાતા 6નાં કમકમાટીભર્યા મૃત્યુ, 13 ઘાયલ

મોનસૂનની સ્થિતિની વાત કરીએ તો ચોમાસાની ગતિ 8 જૂનથી સ્થિર થઇ ગઇ છે. તે મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં પહોંચ્યાં બાદ આગળ વધ્યું નથી, હવામાન વિભાગના અંદાજ મુજબ હજુ ચોમાસાને આગામી 7 દિવસનો સમય મહારાષ્ટ્રને આવરી લેતા થશે. સામાન્ય રીતે મુંબઇ ચોમાસું પહોંચે તેના એક સપ્તાહ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થાય છે. જો કે હજુ  મુંબઇ પહોંચતાં એક સપ્તાહનો સમય લાગે તેવી શક્યતા છે. ત્યારે ગુજરાતમાં ચોમાસાના વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. ચોમાસાની ગતિ અને હવામાન વિભાગના મોડલના અભ્યાસ પરથી કહી શકાય કે. ચોમાસું ગુજરાતમાં જૂનના અંતમાં  દસ્તક આપી શકે છે એટલે કે 30 જૂનની આસપાસ મોનસૂનની વિધિવત ગુજરાતમાં એન્ટ્રી થાય તેવો અંદાજ હવામાન વિભાગના આંકલન મુજબ સેવાઇ રહ્યો છે. 

હવામાન વિભાગના અંદાજ મુજબ ગુજરાતમાં 27 જુન સુધી ભારે સાર્વત્રિક વરસાદનો કોઇ અનુમાન નથી. 27 જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટ છવાયો હળવો વરસાદ વરસી શકે છે.

ગુજરાત સિવાય અન્ય રાજ્યોની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  આજે  17 જૂને, દેશભરના 21 રાજ્યોમાં વરસાદનું અનુમાન છે.  જેમાં ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મહારાષ્ટ્ર, ઓડિશા, આસામ, ત્રિપુરા, નાગાલેન્ડ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો સમાવેશ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Embed widget