શોધખોળ કરો

ચોમાસાની રાહ જોતા ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર: ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું?

સામાન્ય રીતે 15 જૂને બેસતું ચોમાસું હજી મહારાષ્ટ્રમાં અટક્યું, આગામી 4-5 દિવસમાં ગતિ પકડ્યા બાદ ગુજરાતમાં થશે એન્ટ્રી; 16થી 20 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આગાહી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં ચોમાસું મોડું થતાં ખેડૂતો ચિંતામાં છે.
  • El Nino અસરથી ઓછો વરસાદ થવાની આગાહી કરાઈ છે.
  • મોન્સૂન મહારાષ્ટ્ર કવર કર્યા બાદ ગુજરાતમાં પ્રવેશ કરશે.
  • દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં હળવો વરસાદ.

gujarat monsoon update 2026: ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન સુધીમાં બેસી જતું ચોમાસું આ વર્ષે ખેંચાયું છે. ચોમાસાના આગમનમાં વિલંબ થતાં ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. એક તરફ વાવણી માટે વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે, તો બીજી તરફ અલનીનોની અસરને કારણે હવામાન વિભાગ (IMD) દ્વારા આ વર્ષે સામાન્ય કરતાં ઓછા વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ચાર વર્ષથી રાજ્યમાં સારો વરસાદ થઈ રહ્યો હતો, પરંતુ આ વર્ષે ચોમાસું મોડું બેસવા સાથે સંકટના વાદળો પણ ઘેરાયા છે. મહારાષ્ટ્રમાં ચોમાસું સંપૂર્ણ કવર થયા બાદ જ ગુજરાતમાં મેઘરાજાની સત્તાવાર એન્ટ્રી થશે.

ચોમાસાની વર્તમાન સ્થિતિ અને આગમનની શક્યતા

છેલ્લા બે વર્ષના આંકડા પર નજર કરીએ તો, 2025માં 16 જૂને ચોમાસું બેસી ગયું હતું, જ્યારે 2024માં તો 3 દિવસ વહેલા એટલે કે 12 જૂને જ ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ હતી. સામાન્ય રીતે 30 જૂન સુધીમાં આખા રાજ્યમાં વરસાદી માહોલ જામી જતો હોય છે, પણ આ વખતે 15 જૂન વીતી જવા છતાં હજુ સુધી સત્તાવાર આગમનનું કોઈ પૂર્વાનુમાન નથી.

હાલમાં દેશના 9 રાજ્યોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી ચાલુ છે, પરંતુ ઘણા વિસ્તારો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. ચોમાસું હાલ અરબી સમુદ્રમાં 8 જૂનથી અને તેલંગાણાના ભદ્રાચલમમાં છેલ્લા 6 દિવસથી અટકેલું છે. જોકે, સારા સમાચાર એ છે કે હવામાન મોડેલ્સ મુજબ આ સપ્તાહના અંત સુધીમાં પરિસ્થિતિ સુધરશે. જેટ સ્ટ્રીમ નબળી પડતાં મોન્સૂની પવનો તેજ બનશે. આગામી 4 થી 5 દિવસમાં ચોમાસું મહારાષ્ટ્રના વધુ વિસ્તારો, કર્ણાટક, છત્તીસગઢ, ઓડિશા અને બિહારમાં આગળ વધશે. મહારાષ્ટ્ર સંપૂર્ણ કવર થયા બાદ તે ગુજરાતમાં દસ્તક દેશે.

અમદાવાદમાં ગરમી યથાવત્ રહેશે

અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, પરંતુ ગરમીથી હાલ પૂરતી કોઈ મોટી રાહત મળવાની આશા નથી. સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 0.9 ડિગ્રી વધુ હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં પણ પારો 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જળવાઈ રહેશે.

આ પણ વાંચોઃ અંબાલાલ પટેલની મોટી આગાહી: અલનીનો વચ્ચે પણ ગુજરાતમાં આ તારીખથી જામશે ધોધમાર વરસાદ

આગામી 7 દિવસની આગાહી: ક્યાં પડશે વરસાદ?

ચોમાસાના સત્તાવાર આગમન પહેલાં કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે:

16 અને 17 જૂન: દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપીની સાથે દમણ અને દાદરા નગર હવેલીમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ કે ઝાપટાં પડી શકે છે. આ દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ સંપૂર્ણપણે સૂકા રહેશે.

18 થી 20 જૂન: દક્ષિણ ગુજરાતના ઉપરોક્ત જિલ્લાઓ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના બાકીના વિસ્તારોમાં વાતાવરણ શુષ્ક રહેશે.

કોઈ ગંભીર ચેતવણી નહીં: રાહતની વાત એ છે કે આગામી 7 દિવસ માટે રાજ્યના કોઈ પણ ભાગમાં ભારે વાવાઝોડા કે વીજળી પડવાની ગંભીર ચેતવણી (એલર્ટ) આપવામાં આવી નથી.

હાલ ગુજરાતના વાતાવરણમાં નીચલા સ્તરે મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય) દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, જે આગામી દિવસોમાં ચોમાસાના આગમન માટે સાનુકૂળ પાયો તૈયાર કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 19 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, જાણો હવામાન અપડેટ

Frequently Asked Questions

ગુજરાતમાં આ વર્ષે ચોમાસું કેમ મોડું આવ્યું છે?

ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન સુધીમાં ચોમાસું બેસી જાય છે, પરંતુ આ વર્ષે તેમાં વિલંબ થયો છે. અલનીનોની અસરને કારણે હવામાન વિભાગે સામાન્ય કરતાં ઓછા વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં ચોમાસાના આગમનની વર્તમાન સ્થિતિ શું છે?

ચોમાસું હાલ અરબી સમુદ્ર અને તેલંગાણામાં અટકેલું છે. મહારાષ્ટ્ર સંપૂર્ણ કવર થયા બાદ જ તે ગુજરાતમાં દસ્તક દેશે. આ સપ્તાહના અંત સુધીમાં પરિસ્થિતિ સુધરવાની શક્યતા છે.

આગામી 7 દિવસમાં ગુજરાતમાં કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે?

16-17 જૂને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અને 18-20 જૂને દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ પડી શકે છે.

અમદાવાદમાં હવામાન અને તાપમાનની વર્તમાન સ્થિતિ શું છે?

અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ ગરમીથી હાલ રાહત નથી. મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને આગામી દિવસોમાં પણ 41 ડિગ્રી આસપાસ જળવાઈ રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
વંદનાબા ચુડાસમાને શૂટિંગમાં 'જયદિપસિંહજી સિનિયર એવોર્ડ', નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન
વંદનાબા ચુડાસમાને શૂટિંગમાં 'જયદિપસિંહજી સિનિયર એવોર્ડ', નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Embed widget