શોધખોળ કરો

ગુજરાતમાં ભેળસેળિયાઓ પર તવાઈ: 5.89 કરોડનું નકલી ઘી-તેલ ઝડપાયું! સરકારનું મોટું ઓપરેશન

food adulteration gujarat: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના આદેશથી રાજ્યવ્યાપી દરોડા; 2.12 લાખ કિલોથી વધુ ઘી, તેલ, દૂધ અને પનીરના જથ્થાનું સઘન ચેકિંગ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં ફૂડ વિભાગે ₹5.89 કરોડનો ભેળસેળવાળો ખોરાક જપ્ત કર્યો.
  • દૂધ, ઘી, પનીર, તેલ જેવા પદાર્થો મુખ્ય નિશાન હેઠળ તપાસાયા હતા.
  • આ કાર્યવાહીમાં 2.12 લાખ કિલો/લિટરથી વધુ જથ્થો જપ્ત કરાયો.
  • આરોગ્ય મંત્રીએ ભેળસેળ સામે ઝીરો ટોલરન્સ નીતિ ચાલુ રાખવાની જાહેરાત કરી.

food adulteration gujarat: ગુજરાત રાજ્યમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા અને ભેળસેળવાળા ખાદ્યપદાર્થો વેચતા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાલ આંખ કરી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને 5.89 કરોડ રૂપિયાથી વધુની કિંમતના 2.12 લાખ કિલો/લિટર ખાદ્યપદાર્થો સામે તપાસ અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ મેગા ઓપરેશનથી ગુણવત્તા વિહોણો માલ વેચતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

દૂધ, ઘી, પનીર અને તેલનું મોટાપાયે ચેકિંગ

ગુજરાતના નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે હેતુથી રાજ્યવ્યાપી વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશમાં મુખ્યત્વે રોજિંદા આહારમાં વપરાતા ઘી, ખાદ્ય તેલ, દૂધ અને પનીર પર ખાસ ફોકસ કરવામાં આવ્યું હતું. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બ્રાન્ડેડ તેમજ ખુલ્લામાં વેચાતા સામાનના સેમ્પલ લઈ નિયમો મુજબ કડક પગલાં લેવાયા છે.

કયા પદાર્થોનો કેટલો જથ્થો તપાસાયો?

તપાસ દરમિયાન રાજ્યભરમાંથી લાખો રૂપિયાનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરી તપાસના ઘેરામાં લેવાયો છે, જેના આંકડા નીચે મુજબ છે:

ઘી: 39,787 કિલો જથ્થો (અંદાજિત કિંમત રૂ. 2,38,72,200)

ખાદ્ય તેલ: 1,67,256.60 કિલો/લિટર જથ્થો (અંદાજિત કિંમત રૂ. 3,34,51,320)

પનીર: 5,229 કિલો જથ્થો (અંદાજિત કિંમત રૂ. 15,68,700)

દૂધ અને દૂધની બનાવટો: 675.40 કિલો જથ્થો (અંદાજિત કિંમત રૂ. 47,250)

કુલ આંકડો: 2,12,948 કિલો/લિટરથી વધુ જથ્થો, જેની કુલ કિંમત રૂ. 5,89,39,470 (રૂ. 5.89 કરોડથી વધુ) થાય છે.

આ પણ વાંચોઃ તમે ખાતા ગોળમાં ભેળસેળ તો નથી ને? આ રીતે કરો અસલીની ઓળખ

આ જિલ્લાઓમાં હાથ ધરાઈ હતી કામગીરી

આ મેગા ડ્રાઇવ અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, વડોદરા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, નવસારી, વલસાડ, દાહોદ, કચ્છ, ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર અને પંચમહાલ સહિતના જિલ્લાઓમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.

આરોગ્ય મંત્રીની કડક ચેતવણી

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "રાજ્ય સરકાર નાગરિકોના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન ક્યારેય નહીં કરે." ખાદ્ય સુરક્ષા કાયદાનું કડક પાલન કરાવવા માટે રાજ્યભરમાં નિયમિત સેમ્પલિંગ અને દરોડાની કામગીરી વધુ સઘન બનાવવામાં આવશે. “સ્વસ્થ ગુજરાત – સુરક્ષિત ગુજરાત” ના સંકલ્પ સાથે આવનારા સમયમાં પણ આવા અચાનક ચેકિંગ અને વિશેષ અભિયાનો નિરંતર ચાલુ રાખવામાં આવશે.

આ પણ વાંચોઃ નકલી પનીર બાદ હવે દેશી ગોળમાં પણ ભેળસેળ: મહેસાણામાં ફૂડ વિભાગના દરોડામાં મોટો પર્દાફાશ

Frequently Asked Questions

ગુજરાતમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ સામે કોણ કાર્યવાહી કરી રહ્યું છે?

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ગુજરાતમાં ભેળસેળવાળા ખાદ્યપદાર્થો વેચતા તત્વો સામે લાલ આંખ કરી રહ્યું છે. ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ભેળસેળ વિરોધી વિશેષ તપાસ અભિયાનમાં કેટલા જથ્થાની તપાસ થઈ?

આ વિશેષ તપાસ અભિયાન અંતર્ગત રૂ. 5.89 કરોડથી વધુની કિંમતના 2.12 લાખ કિલો/લિટર ખાદ્યપદાર્થો સામે તપાસ અને કડક કાર્યવાહી કરવામાં આવી. આનાથી ગુણવત્તા વિહોણો માલ વેચતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

આ ઝુંબેશમાં મુખ્યત્વે કયા ખાદ્ય પદાર્થો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું?

આ અભિયાનમાં મુખ્યત્વે રોજિંદા આહારમાં વપરાતા ઘી, ખાદ્ય તેલ, દૂધ અને પનીર પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બ્રાન્ડેડ તેમજ ખુલ્લામાં વેચાતા સામાનના સેમ્પલ લેવાયા.

ગુજરાત સરકારની ખાદ્ય સુરક્ષા અંગે શું પ્રતિબદ્ધતા છે?

આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર નાગરિકોના આરોગ્ય સાથે કોઈ સમાધાન નહીં કરે. 'સ્વસ્થ ગુજરાત – સુરક્ષિત ગુજરાત'ના સંકલ્પ સાથે આવા ચેકિંગ અને અભિયાનો નિરંતર ચાલુ રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

Embed widget