શોધખોળ કરો
જાણીતા કથાકાર મોરારિબાપુના નાના ભાઈનું નિધન, જાણો વિગત
પૂ. મોરારિબાપુના સૌથી નાનાભાઈ જાનકીદાસ પ્રભુદાસ હરિયાણી (ટીકાબાપુ)નું 54 વર્ષે આજે ટૂંકી બીમારી બાદ અમદાવાદમાં અવસાન થયું હતું.

ભાવનગરઃ પૂ. મોરારિબાપુના સૌથી નાનાભાઈ જાનકીદાસ પ્રભુદાસ હરિયાણી (ટીકાબાપુ)નું 54 વર્ષે આજે ટૂંકી બીમારી બાદ અમદાવાદમાં અવસાન થયું હતું. તેમના પાર્થિવ દેહ ચિત્રકૂટધામ, તલગાજરડા ખાતે રાખવામાં આવ્યો છે. પૂજ્ય બાપુ રવિવારે રત્નાવલી, ઉત્તરપ્રદેશની કથા પૂર્ણ કરી બપોરે 3.30 કલાકે તલગાજરડા પહોંચ્યા બાદ ચિત્રકુટ ધામ ખાતે સાંજે 5.30 કલાકે સમાધિ પૂજનની વિધી કરવામાં આવશે. ટિકાબાપુનું નિધન થતાં આ વર્ષે હનુમંત સંગીત મહોત્સવ અને અસ્મિતા પર્વનું આયોજન બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દર વર્ષે મોરારિ બાપુની પાવન નિશ્રામાં અસ્મિતા પર્વની ઉજવણી થાય છે.
વધુ વાંચો





















