Morbi bridge collapse Updates: પોલીસ ચાર્જશીટમાં થયા મોટા ખુલાસાઓ, જાણીને ચોંકી જશો
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં પોલીસની ચાર્જશીટમાં ઓરેવા ગ્રુપના ચેરમેન જયસુખ પટેલના પાપનો પર્દાફાશ થયો હતો
મોરબીઃ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં પોલીસની ચાર્જશીટમાં ઓરેવા ગ્રુપના ચેરમેન જયસુખ પટેલના પાપનો પર્દાફાશ થયો હતો. પોલીસ ચાર્જશીટમાં જણાવ્યા અનુસાર, ૧૫ વર્ષના માટે મેનેજમેન્ટ, મેન્ટનાસ, સિક્યુરિટી, ટિકીટ તથા તમામ એડમિનિસ્ટ્રેશન કામ કરવા ઓરેવા ગ્રુપ દ્ધારા કરાર મેળવવામાં આવ્યો હતો. બ્રિજ રિપેરીંગ કરવામાં ઓરેવા કંપનીએ ગંભીર બેદરકારી દાખવી હોવાનો ચાર્જશીટમાં આરોપ લગાવવામાં આવ્યો છે.
ચાર્જશીટમાં ખુલાસો થયો હતો, ઝૂલતા બ્રિજના 49માંથી 22 તાર કટાઇ ગયા હતા. ટેકનિકલ સંસ્થા પાસેથી પુલની સ્ટ્રેન્થનું સ્ટેબિલિટી સર્ટીફિકેટ ન મેળવ્યાનો પણ જયસુખ પટેલ પર આરોપ લગાવવામાં આવ્યો છે. તે સિવાય પુલ રિપેરીંગ કર્યા સિવાય નિયમોનો ભંગ કરી આઠથી 12 મહિનાના સ્થાને છ મહિનામાં જ પુલ ફરી શરૂ કરી દેવાયો હતો. ચાર્જશીટમાં જયસુખ પટેલ ભાગેડુ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 2008માં નવ વર્ષ માટે 300 રૂપિયાના નો જ્યુડી પેપર પર કરાર કરવામાં આવ્યા હતા.
ચાર્જશીટમાં જણાવ્યા પ્રમાણે, અકસ્માત સમયે ૪૦૦થી વધુ લોકોને પુલ પર જવા દેવાયા હતા. ટેકનિકલ માણસોની જગ્યાએ ફ્રેબિકેશનનાં જાણકાર માણસોને આ પુલના રિપેરીંગનું કામ આપી દીધું હતું. ઓરેવા કંપનીએ પોતાના અંગત લાભ માટે વહેલો ખુલ્લો મૂક્યો હતો હતો. અકસ્માત બાદ ઓરેવા ગ્રુપે બચાવ કામગીરી સહિતના કામોમાં સહકાર ના આપ્યો હોવાનો ખુલાસો થયો હતો.
Accident: મુંબઈ -અમદાવાદ હાઈવે પર લકઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત, ડ્રાઇવર સહિત ચાર લોકોનાં મોત
Accident: મુંબઈ -અમદાવાદ હાઈવે પર લકઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત થયો છે. જેમાં ડ્રાઇવર સહિત ચાર લોકોના મોત થયા છે
પાલઘર પોલીસે શું કહ્યું
પાલઘર જિલ્લાના દહાણુ વિસ્તારમાં મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાર અને બસ વચ્ચેની અથડામણમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. કાર ગુજરાતથી મુંબઈ જઈ રહી હતી અને કાર ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતાં બસ સાથે અથડાઈ હતી.
પોલીસે મૃતકોના પરિવારજનોને કરી જાણકાર ગુજરાતથી મુંબઈ જઈ રહી હતી અને કારે કાબુ ગુમાવ્યો અને બસ સાથે અથડાઈ. જેના કારણે કારમાં સવાર ચાર લોકોના મોત થયા હતા. પાલઘર પોલીસે અકસ્માતની જાણકારી આપી હતી. અકસ્માતની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કારને બસની નીચેથી બહાર કાઢી હતી. મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. માર્ગ અકસ્માત અંગે મૃતકના પરિજનોને જાણ કરવામાં આવી છે. આ ઘટના સોમવાર-મંગળવારની વચ્ચેની રાત્રે બની હોવાની આશંકા છે.
મૃતકોના નામ
ઈસ્માઈલ દેસાઈ
ઈબ્રાહીમ દાઉદ
એશિયા કલેક્ટર
મોહમ્મદ હાફેસજી (ડ્રાઈવર)