શોધખોળ કરો

મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!

Morbi District Panchayat election: આદિજાતિ મહિલા અનામત બેઠક પર ભાજપ હારતાં કોંગ્રેસને મળ્યો સત્તાનો તાજ; ઉપપ્રમુખ પદે ભાજપના વિપુલ ગરચર, પણ ખુરશી પાસે ભાણેજના બેસવાથી વિવાદ સર્જાયો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પ્રમુખની બાજુમાં ભાણેજ બેસીને હારતોરા સ્વીકારતા રાજકીય ચર્ચાનો વિષય બન્યા.

Morbi District Panchayat election: રાજકારણમાં ક્યારેક એવા ખેલ જોવા મળે છે કે સ્પષ્ટ બહુમતી હોવા છતાં પાર્ટી સત્તાના સર્વોચ્ચ શિખરે બેસી શકતી નથી. આવું જ કંઈક મોરબી જિલ્લા પંચાયતમાં જોવા મળ્યું છે. અહી કુલ 24 માંથી 17 બેઠકો જીતીને ભાજપે પોતાનો દબદબો તો જાળવી રાખ્યો, પરંતુ પ્રમુખ પદ આદિજાતિ મહિલા માટે અનામત હોવાથી અને ત્યાં ભાજપના ઉમેદવારની હાર થતાં, આ મહત્ત્વની ખુરશી કોંગ્રેસના ફાળે જતી રહી છે. પરિણામે નેકનામ બેઠક પરથી કોંગ્રેસના ગીતાબેન દુબરીયા બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાયા છે, જ્યારે ઉપપ્રમુખ પદ ખાનપર બેઠકના ભાજપના સભ્ય વિપુલભાઈ ગરચરને મળ્યું છે.

બહુમતી ભાજપની, પણ તાજ કોંગ્રેસનો

આજે મોરબી જિલ્લા પંચાયતમાં આગામી અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. પંચાયતનું સંખ્યાબળ જોઈએ તો 17 સભ્યો ભાજપના અને માત્ર 7 સભ્યો કોંગ્રેસના છે. પણ સમીકરણ કંઈક એવા હતા કે પ્રમુખ પદ આદિજાતિ મહિલા માટે અનામત હતું. પ્રમુખ પદ માટે માત્ર 1 જ ફોર્મ ભરાયું હતું, જેથી કોંગ્રેસના ગીતાબેન દુબરીયાની પ્રમુખ તરીકે બિનહરીફ પસંદગી થઈ ગઈ. બીજી તરફ, ઉપપ્રમુખ તરીકે ભાજપના વિપુલભાઈ ગરચરની વરણી કરવામાં આવી છે.

આ સાથે જ જિલ્લા પંચાયતના અન્ય હોદ્દાઓની પણ વહેંચણી કરવામાં આવી છે. જેમાં કારોબારી ચેરમેન તરીકે મનિષકુમાર કાંજીયા, પક્ષના નેતા તરીકે સવિતાબેન રાઠોડ અને દંડક તરીકે કાજલબેન વિઠ્ઠલાપરાની નિમણૂક કરવામાં આવી છે. અગાઉ તાલુકા પંચાયતની ચૂંટણી લડી ચૂકેલા ગીતાબેને પ્રથમ વખત જ જિલ્લા પંચાયતના પ્રમુખનો ચાર્જ સંભાળતાની સાથે જ જિલ્લાના તમામ વિકાસના કાર્યો પૂરા કરવાની ખાતરી આપી હતી.

આ પણ વાંચોઃ જામનગર: લાલપુરમાં બહુમતી છતાં AAP સત્તાથી દૂર, ભાજપના દિવ્યાબા બન્યા પ્રમુખ, જાણો શું થયો ખેલ?

ખુરશી પર પ્રમુખ, અને બાજુમાં ભાણેજનો વટ!

આ બધી રાજકીય ગતિવિધિઓ વચ્ચે આજની આ વરણીમાં એક દ્રશ્ય ભારે ચર્ચાનો વિષય બન્યું હતું. ગીતાબેન પ્રમુખની ખુરશી પર બેઠા હતા, પરંતુ તેમની બરાબર બાજુમાં જ તેમના ભાણેજ પંકજભાઈ ગજેરા ગોઠવાઈ ગયા હતા! સામાન્ય નિયમ મુજબ, હોદ્દા પર બેઠેલા પ્રમુખની ખુરશીની બાજુમાં અન્ય કોઈ વ્યક્તિ બેસી શકે નહીં. છતાં, ભાણેજ માત્ર ત્યાં બેઠા જ નહીં, પરંતુ તેમણે કોંગ્રેસના આગેવાનો અને અન્ય લોકો તરફથી આવતા હારતોરા પણ હરખભેર સ્વીકાર્યા હતા. આ દ્રશ્ય જોઈને હવે રાજકીય વર્તુળોમાં એવા સવાલો ઉઠી રહ્યા છે કે શું પ્રમુખ માત્ર નામના જ રહેશે અને પંચાયતનો આખો વહીવટ તેમના ભાણેજ જ સંભાળશે?

Frequently Asked Questions

ગીતાબેન દુબરીયા પ્રમુખ બન્યા પછી શું ખાતરી આપી છે?

પ્રથમ વખત જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા બાદ ગીતાબેન દુબરીયાએ જિલ્લાના તમામ વિકાસના કાર્યો પૂરા કરવાની ખાતરી આપી છે.

Advertisement

ટોપ સ્ટોરી

મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
Vijapur: ઘરમાં જ નકલી ચલણી નોટો છાપતો શખ્સ પકડાયો, HDFC બેંકના ડિપોઝિટ મશીનથી થયો સમગ્ર રેકેટનો ભાંડાફોડ
Vijapur: ઘરમાં જ નકલી ચલણી નોટો છાપતો શખ્સ પકડાયો, HDFC બેંકના ડિપોઝિટ મશીનથી થયો સમગ્ર રેકેટનો ભાંડાફોડ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

Embed widget