શોધખોળ કરો

જામનગર: લાલપુરમાં બહુમતી છતાં AAP સત્તાથી દૂર, ભાજપના દિવ્યાબા બન્યા પ્રમુખ, જાણો શું થયો ખેલ?

Lalpur Taluka Panchayat election: લાલપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં 2 સભ્યોના પક્ષપલટાથી 9-9 મતે ટાઈ પડી, અંતે નસીબ ભાજપને ફળ્યું અને ઉપપ્રમુખ પદ પર આપના ભાવનાબેન વસરાની જીત.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • લાલપુર તાલુકા પંચાયતમાં AAP સ્પષ્ટ બહુમતી છતાં સત્તાથી દૂર રહી.
  • AAP ના 2 સભ્યો ભાજપમાં જોડાતાં પ્રમુખ પદની ચૂંટણીમાં ટાઈ પડી.
  • ચિઠ્ઠી ઉછાળીને ભાજપની દિવ્યાબા જાડેજા પ્રમુખ બન્યા, AAPના ભાવનાબેન ઉપપ્રમુખ.
  • ચૂંટણીમાં થયેલા રાજકીય ઉલટફેરથી કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો.

Lalpur Taluka Panchayat election: જામનગર જિલ્લાની લાલપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. 18 સભ્યોની પંચાયતમાં 10 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવનાર આમ આદમી પાર્ટી (AAP) સત્તાથી દૂર રહી ગઈ છે. આપના 2 સભ્યો અચાનક ભાજપમાં જોડાઈ જતા પ્રમુખ પદ માટે 9-9 મતોથી ટાઈ પડી હતી. ત્યારબાદ ચિઠ્ઠી ઉછાળીને પરિણામ નક્કી કરવામાં આવતા નસીબે ભાજપનો સાથ આપ્યો અને દિવ્યાબા જાડેજા પ્રમુખ બની ગયા. જોકે, ઉપપ્રમુખ પદ પર આપના ભાવનાબેન વસરા ચૂંટાઈ આવ્યા છે.

ચૂંટણીનું ગણિત અને છેલ્લી ઘડીનો ખેલ

લાલપુર તાલુકા પંચાયતની ચૂંટણીના આંકડા પર નજર કરીએ તો, કુલ 18 બેઠકોમાંથી આપે 10, ભાજપે 6, કોંગ્રેસે 1 અને અપક્ષે 1 બેઠક પર જીત મેળવી હતી. આ મુજબ આપ પાસે સત્તા બનાવવા માટે પૂરતું સંખ્યાબળ હતું. પરંતુ, રાજકારણમાં ગમે ત્યારે પાસા પલટાઈ શકે છે! સત્તાની રચના વખતે જ આપના દિવ્યાબા અજયસિંહ જાડેજા સહિત 2 સભ્યોએ ભાજપનો ખેસ પહેરી લીધો. આ સાથે જ ભાજપને અપક્ષ સહિત કુલ 9 સભ્યોનું સમર્થન મળી ગયું અને ચૂંટણીમાં નવો વળાંક આવ્યો.

ટાઈ પડતાં ચિઠ્ઠી ઉછાળવામાં આવી

આ પક્ષપલટાને કારણે પ્રમુખ પદની ચૂંટણી રોમાંચક બની ગઈ. ભાજપ તરફથી દિવ્યાબા જાડેજા અને આપ તરફથી દેવાભાઈ કરંગીયાએ પ્રમુખ પદ માટે ફોર્મ ભર્યું. જ્યારે મતદાન થયું ત્યારે બંને પક્ષે 9-9 મત મળ્યા અને ભારે રસાકસી વચ્ચે ટાઈ પડી. આખરે નિર્ણય લેવા માટે ચિઠ્ઠી ઉછાળવામાં આવી, જેમાં દિવ્યાબા જાડેજાનું નામ નીકળતા તેઓ ભાજપ તરફથી વિજેતા જાહેર થયા અને લાલપુર તાલુકા પંચાયતનું પ્રમુખ પદ ભાજપના ફાળે ગયું. બીજી તરફ, ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભાવનાબેન વસરાએ બાજી મારી હતી.

આ પણ વાંચોઃ સ્થાનિક ચૂંટણીમાં દિગ્ગજોનો રકાસ: ભાજપ, કોંગ્રેસ, AAP ના આ મોટા માથાઓ હાર્યા, જુઓ લિસ્ટ

કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ

ચૂંટણીના આ હાઈ-વોલ્ટેજ ડ્રામા અને પરિણામો બાદ તાલુકા પંચાયત કચેરી ખાતે બંને પક્ષના કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિજેતા ઉમેદવારોનું સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. પ્રમુખ બન્યા બાદ દિવ્યાબા જાડેજાએ તમામ સભ્યોનો આભાર માન્યો હતો અને સૌને સાથે રાખીને લાલપુર તાલુકાના વિકાસ માટે કામ કરવાની ખાતરી આપી હતી.

આ પણ વાંચોઃ ગુજરાત સ્થાનિક ચૂંટણી પરિણામ: ચારેકોર ભાજપ-ભાજપ, કોંગ્રેસના સૂપડા સાફ! ચૂંટણી પંચે લેટેસ્ટ આંકડા બહાર પાડ્યા

Frequently Asked Questions

લાલપુર તાલુકા પંચાયત ચૂંટણીમાં કુલ કેટલી બેઠકો હતી?

લાલપુર તાલુકા પંચાયત ચૂંટણીમાં કુલ 18 બેઠકો હતી.

ચૂંટણીમાં કઈ પાર્ટીએ સૌથી વધુ બેઠકો જીતી હતી?

ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) એ 10 બેઠકો જીતીને સૌથી વધુ બેઠકો મેળવી હતી.

લાલપુર તાલુકા પંચાયતના પ્રમુખ કોણ બન્યા?

ચિઠ્ઠી ઉછાળીને થયેલા નિર્ણય બાદ ભાજપના દિવ્યાબા જાડેજા લાલપુર તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા.

ઉપપ્રમુખ પદ પર કોની જીત થઈ?

ઉપપ્રમુખ પદ પર આમ આદમી પાર્ટીના ભાવનાબેન વસરા ચૂંટાઈ આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Advertisement

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

Embed widget