શોધખોળ કરો

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’

Morbi Jetpar farmer protest 2026: ખેડૂતોએ સરકારના બમણા વળતરના પરિપત્રને ફગાવ્યો, દીકરીઓના હાથે પારણાં કરી આંદોલનના 'પાર્ટ-3'ની રણનીતિ ઘડી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • નેહુલ અમૃતિયાની તબિયત લથડતા, ૧૯ દિવસના ઉપવાસ સમેટાયા.
  • ખેડૂતોએ સરકારના વળતરનો પરિપત્ર સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે.
  • ઉપવાસ સમેટી ખેડૂતોએ 'સત્યાગ્રહ' શરૂ કરવાની જાહેરાત કરી.
  • આંદોલન હવે 'સત્યાગ્રહ છાવણી' બની રાજ્યભરમાં વ્યાપશે.

Morbi Jetpar farmer protest 2026: મોરબીના જેતપરમાં છેલ્લા 19 દિવસથી ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં એક મોટો અને સૂચક વળાંક આવ્યો છે. ખેડૂતોએ પોતાની જમીન અને અધિકારો માટે શરૂ કરેલી ભૂખ હડતાળ ભલે સમેટી લીધી હોય, પરંતુ સરકાર સામેની તેમની લડત હવે વધુ ઉગ્ર બનવા જઈ રહી છે. ખેડૂતોએ સરકાર દ્વારા આપવામાં આવેલા વળતરના પરિપત્રને સદંતર ફગાવી દીધો છે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનને નવું સ્વરૂપ આપીને 'સત્યાગ્રહ' શરૂ કરવાની મોટી જાહેરાત કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત મોડી રાત્રે ઉપવાસ પર બેઠેલા ખેડૂત આગેવાન નેહુલ અમૃતિયાની તબિયત અચાનક લથડી હતી. તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આખરે આમરણાંત ઉપવાસ સમેટવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આંદોલનકારી નેહુલ અમૃતિયા સહિતના અન્ય ઉપવાસીઓએ ખેડૂત પરિવારની નાની દીકરીઓના હસ્તે જળ ગ્રહણ કરીને પારણાં કર્યા હતા. જોકે, ખેડૂત આગેવાન વૈભવભાઈ અમૃતિયાએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર ઉપવાસ પૂર્ણ થયા છે, પરંતુ ખેડૂતોના હિતની આ લડાઈ યથાવત રહેશે અને જ્યાં સુધી તેમની માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી કોઈ પીછેહઠ કરવામાં આવશે નહીં.

આ દરમિયાન ખેડૂત સમિતિએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરતા એક મોટો નિર્ણય લીધો છે. સરકારે જમીન સંપાદન કે નુકસાની પેટે બજાર કિંમત કરતા 2 ગણા વળતર આપવાનો પરિપત્ર જાહેર કર્યો હતો, પરંતુ ખેડૂતોએ તેનો સ્પષ્ટ અસ્વીકાર કર્યો છે. ખેડૂતોનો દાવો છે કે સરકારના આ નવા પરિપત્ર મુજબ પણ સરવાળે તો ખેડૂતોને મોટું નુકસાન જ વેઠવાનો વારો આવી રહ્યો છે, જેથી આ શરતો તેમને મંજૂર નથી.

આગામી રણનીતિની વાત કરીએ તો, મંગળવારથી આ આંદોલન વધુ વ્યાપક અને આક્રમક સ્વરૂપ ધારણ કરવા જઈ રહ્યું છે. અત્યાર સુધી જે સ્થળને ‘ઉપવાસ છાવણી’ તરીકે ઓળખવામાં આવતું હતું, તેને આવતીકાલથી ‘સત્યાગ્રહ છાવણી’માં ફેરવી દેવામાં આવશે. આ પારણાં કાર્યક્રમ સાથે જ આંદોલનના 'પાર્ટ-3' ની પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ 'પાર્ટ-3' અંતર્ગત આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતના ખેડૂતોને એકઠા કરીને સરકાર સામે નવી અને મજબૂત વ્યૂહરચના ઘડવામાં આવશે. ખેડૂતોના આ બદલાયેલા વલણ અને નવી જાહેરાતને પગલે સ્થાનિક વહીવટી તંત્ર પણ હવે દોડતું થઈ ગયું છે.

આ પણ વાંચોઃ મોરબીના જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું: "પહેલા લેખિતમાં આપો, પછી જ વાતચીત"

Frequently Asked Questions

મોરબીના જેતપરમાં ખેડૂતોની ભૂખ હડતાળ શા માટે સમેટી લેવાઈ?

ખેડૂત આગેવાન નેહુલ અમૃતિયાની તબિયત લથડતા ઉપવાસ સમેટવાનો નિર્ણય લેવાયો હતો. ખેડૂત પરિવારની નાની દીકરીઓના હસ્તે જળ ગ્રહણ કરીને પારણાં કરવામાં આવ્યા હતા.

ભૂખ હડતાળ સમેટ્યા બાદ ખેડૂતોનું વલણ શું છે?

ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર ઉપવાસ પૂર્ણ થયા છે, પરંતુ ખેડૂતોના હિતની લડાઈ યથાવત રહેશે. જ્યાં સુધી માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી પીછેહઠ કરવામાં આવશે નહીં.

સરકારે આપેલા વળતરના પરિપત્રને ખેડૂતોએ સ્વીકાર્યો છે?

ના, ખેડૂતોએ સરકારે જમીન સંપાદન કે નુકસાની પેટે બજાર કિંમત કરતા 2 ગણા વળતર આપવાનો પરિપત્ર સદંતર ફગાવી દીધો છે. ખેડૂતોનો દાવો છે કે આનાથી પણ તેમને મોટું નુકસાન થશે.

ખેડૂતોના આંદોલનની નવી રણનીતિ શું છે?

ખેડૂતોએ 'સત્યાગ્રહ' શરૂ કરવાની જાહેરાત કરી છે. 'ઉપવાસ છાવણી' હવે 'સત્યાગ્રહ છાવણી' બનશે અને 'પાર્ટ-3' અંતર્ગત સમગ્ર ગુજરાતના ખેડૂતોને એકઠા કરાશે.

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget