શોધખોળ કરો
મહેસાણામાં વધુ 6 પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઈ, જાણો કઈ જગ્યાએ નોંધાયા કેસ?
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે મહેસાણામાં વધુ 6 પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે. મહેસાણા જિલ્લામાં પરીક્ષણ માટે 62 સેમ્પલ મોલવામાં આવ્યા હતાં.
મહેસાણા: સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે મહેસાણામાં વધુ 6 પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે. મહેસાણા જિલ્લામાં પરીક્ષણ માટે 62 સેમ્પલ મોલવામાં આવ્યા હતાં. 2 સેમ્પલનું પરિણામ પેન્ડિંગ છે જ્યારે 6 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પોઝિટિવ રિપોર્ટના તમામ દર્દીઓને સિવિલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
કોરોનાને કારણે મહેસાણા જિલ્લામાં વધુ 6 પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. મહેસાણા જિલ્લામાં કુલ 62 લોકોનાં સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યાં હતાં. જેમાં 6 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે હજુ ત્રણ લોકોનો રિપોર્ટ આવવાનો બાકી છે.
નવા નોંધાયેલા કેસોમાં બહુચરાજી ખાતે રહેતા બે લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે અમદાવાદથી આવેલા જમાઈના કોન્ટેક્ટમાં આવેલા પરિવારના 2 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વિજાપુરમાં એક કેસ પોઝિટિવ આવ્યો જ્યારે કડીમાં એક કેદીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
મનોરંજન
Advertisement