શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ જિલ્લાની અચાનક વધી ગઈ મુશ્કેલી, મુંબઈથી એકસાથે 1200 લોકો આવ્યા પોતાના વતને અને....
જરાત સરકારે છૂટ આપતાંની સાથે જ મુંબઈથી 1200 લોકો ટ્રેન મારફતે કચ્છ આવી પહોંચ્યા હતાં જે દ્રશ્યો કચ્છ માટે ચિંતાજનક લાગી રહ્યાં છે.
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે તેને લઈને લોકડાઉન 4 જાહેર કરવામાં આવ્યું છે જોકે ગુજરાત સરકારે ઘણી છૂટ આપી છે. ગુજરાત સરકારે છૂટ આપતાંની સાથે જ મુંબઈથી 1200 લોકો ટ્રેન મારફતે કચ્છ આવી પહોંચ્યા હતાં જે દ્રશ્યો કચ્છ માટે ચિંતાજનક લાગી રહ્યાં છે. અચાનક કચ્છમાં પોઝિટિવ કેસમાં ઉછાળો આવ્યો છે.
લોકડાઉનમાં છૂટ મળતાં જ મુંબઈથી 1200 જેટલા લોકો ટ્રેન મારફતે પોતાના વતન કચ્છ દોડ આવ્યા હતાં. જેના કારણે કચ્છમાં અચાનક પોઝિટિવ કેસોમાં ઉછાળો આવ્યો છે જોકે આ દ્રશ્યો કચ્છ માટે ચિંતાજનલ હોય તેવું લાગી રહ્યું છે. તમામ લોકોને ઈન્સ્ટિટ્યુશનલ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. તમામ લોકોને બસ મારફતે ઈન્સ્ટિટ્યુશનલ કોરોન્ટાઈનના સ્થળે લઈ જવામાં આવ્યા છે.
મુંબઈથી આવતાં લોકોના કચ્છમાં સતત કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યાં છે. મુંબઈથી આવતાં લોકોના પગલે કચ્છના સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સતત મુંબઈથી કચ્છ આવતાં લોકો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં કચ્છ સ્થાનિકની મહેનત પર પાણી ફરી વળ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement