ડીસામાં માત્ર 20 રૂપિયા માટે 4 લોકોએ કરી યુવકની ઘાતકી હત્યા
બનાસકાંઠા: ડીસાના નેહરુનગર ટેકરા વિસ્તારમાં થયેલી યુવકની હત્યા મામલે મોટા ખુલાસો થયો છે. ડીસા પોલીસે મૃતકના પરિવારજનોની હત્યાના આક્ષેપને ધ્યાને લઇને તપાસ શરૂ કરી હતી.
બનાસકાંઠા: ડીસાના નેહરુનગર ટેકરા વિસ્તારમાં થયેલી યુવકની હત્યા મામલે મોટા ખુલાસો થયો છે. ડીસા પોલીસે મૃતકના પરિવારજનોની હત્યાના આક્ષેપને ધ્યાને લઇને તપાસ શરૂ કરી હતી. જેમા સામે આવ્યું કે, માત્ર 20 રૂપિયા આપવા મામલે 4 શખ્સોએ યુવકને છરાના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. નવીન માજીરાણા નામના 22 વર્ષીય યુવકનો 3 દિવસ અગાઉ હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાર બાદ પોલીસે હત્યાની શંકાને આધારે તપાસ કરતા 4 શખ્સોએ 20 રૂપિયા મમલે હત્યા કરી હોવાનું રાજ ખુલ્યું હતું. પોલીસે ચારેય હત્યારાઓને ઝડપી પાડ્યા છે જો કે તેમાથી બે હત્યારા કિશોર વયના હોઈ બાળ રિમાન્ડ હોમમાં મોકલી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
કચ્છ: નાના ભાઈએ મોટા ભાઈની કરી હત્યા, કારણ જાણશો તો ચોંકી જશો
કચ્છ: રાપર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં સગા ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખી છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. રાપરના ગામમાં નાના ભાઈએ જ મોટા ભાઈને પતાવી દઈ લાશને કૂવામાં નાખી દીધી હતી. આ ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર સાટામાં આપેલી દિકરીને વળાવવામાં વિલંબ કરતા સગા ભાઈએ જ મોટા ભાઈને પતાવી દીધો હતો. મૃતકે ભાઈના લગ્ન કરાવી સાટામાં દીકરી પરણાવેલી હતી. દીકરીને સાસરે વળાવવામાં મોટો ભાઈ વિલંબ કરતો હોવાથી બંને ભાઈઓ વચ્ચે અવર નવર બોલાચાલી થતી. આખરે કંટાળીને નાનાભાઈએ મોટા ભાઈની હત્યા કરી લાશને કૂવામાં ફેંકી દીધી હતી. હાલ પોલીસે આરોપીને પકડી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
ગમખ્વાર અકસ્માત સર્જાતા 4 લોકોના કમકમાટીભર્યા મોત
ભાવનગર નજીક નવા બંદર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. 4 મૃતક યુવક 28થી 32 વર્ષના હોવાનું જાણવા મળ્યું છે. ભાવનગરના નવાબંદર રોડ પર ગોઝારી ઘટના સર્જાઇ. વહેવી સવારે સ્વીફ્ટ કાર અને ડમ્પર એકબીજા સાથે અથડતાં 4નાં મોત નિપજ્યાં છે. ઘટનાની જાણ થતાં 108ની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી જો કે અહીં 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે.
અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવક ભાવનગર શહેરના કરચલિયા પરા વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત સર્જાતા રોડ ઉપર ટ્રાંફિક જામ થયો હતો. તમામ યુવકો 28 થી 32 વર્ષ ના છે હોવાનું જાણવા મળી રહ્યું છે.ભાવનગર શહેરની નજીક આવેલ નવાબંદર રોડ હૃદય કંપાવી દેતી ઘટના બની છે. જેમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થાય છે. પર આજે વહેલી સવારે સ્વીફ્ટ કાર અને ડમ્પર વચ્ચે એવી જોરદાર ટક્કર થઇ કે ઘટનામાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ હતા.