શોધખોળ કરો

Rain Forecast: આજથી અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં મૂશળધાર વરસાદનું રેડ એલર્ટ, શાળામાં રજા જાહેર

Gujarat Weather Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં વધુ એક ભારે વરસાદનો રાઉન્ડ 31 જુલાઇથી એટલે કે આજથી થશે શરૂ. હવામાન વિભાગે ગુજરાત રિઝનમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • બંગાળની ખાડીના ડીપ ડિપ્રેશનથી રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ.
  • ઉત્તર, મધ્ય, પૂર્વ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, ઓરેન્જ એલર્ટ.
  • ચોટાઉદેપુર, નર્મદા, અમદાવાદમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ.
  • અમદાવાદ સહિત ૧૩ જિલ્લામાં શાળાઓ-કોલેજોમાં રજા જાહેર.

Gujarat Weather Forecast: બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનની અસર હવે ગુજરાત સુધી પહોંચી શકે છે. હવામાનના વિવિધ મોડલ અને હવામાન વિભાગની આગાહી મુજબ 31 જુલાઈથી એટલે કે આજથી  રાજ્યમાં ફરી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે. ઉત્તર, મધ્ય, પૂર્વ અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

 બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે હાલમાં ઓડિશા, ઝારખંડ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાનના કેટલાક મોડલ મુજબ આ સિસ્ટમ પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી શકે છે.  હવામાનના મોડલ મુજબ રાજ્યમાં 31 જુલાઈથી  એટલે કે આજે ફરી ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે.

આ પણ વાંચો:અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે

હવામાનના મોડલ અનુસાર દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ મધ્યમથી સારો વરસાદ નોંધાઈ શકે છે.

હવામાન વિભાગે 30 જુલાઈથી ગુજરાત રિજનના અનેક વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 30 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, તેવી આગાહી કરવામાં આવી છે. આ સિસ્ટમની અસર જુલાઈના અંતથી શરૂ થઇને 3 કે 4 ઓગસ્ટ  સુધી  રહેવાની  શક્યતા છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ પણ ચાલુ રહી શકે છે.

આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના અનુમાન મુજબ છોટાઉદેપુર, ડાંગ, પંચમહાલ, દાહોદ, નર્મદા, સુરત, વલસાડ, તાપી, ભરૂચ, ગાંધીનગર, અમદાવાદ, મહીસાગર, અરવલ્લી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.                  

31 જુલાઈએ ક્યાં કેટલું એલર્ટ?

31 જુલાઈથી રાજ્યમાં વરસાદી પ્રવૃત્તિ વધુ સક્રિય બનશે. ખાસ કરીને છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના અન્ય 10 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ દરમિયાન શુક્રવારથી લાંબા સમયથી વરસાદથી વંચિત રહેલા કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

 

13 જિલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર

ભારે વરસાદની સંભાવનાને પગલે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, જામનગર, સુરત, આણંદ, ભરૂચ, નવસારી, ડાંગ, તાપી, દાહોદ અને ખેડા સહિત કુલ 13 જિલ્લાઓમાં શાળા અને કોલેજોમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને વરસાદ દરમિયાન મુસાફરીમાં મુશ્કેલી ન પડે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તંત્રએ જણાવ્યું છે. 

અમદાવાદમાં આંગણવાડીઓ પણ રહેશે બંધ

અમદાવાદમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને શાળા અને કોલેજોની સાથે આંગણવાડીઓને પણ 3 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાના બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના અનુમાન મુજબ આવતીકાલથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું જોર વધશે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે અતિભારે વરસાદની શક્યતા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદીઓ અને નાળાઓમાં જળસ્તર વધવા તેમજ વાહનવ્યવહાર પ્રભાવિત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.કાલ માટે અમદાવાદ જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત આણંદ, વડોદરા અને ભરૂચ જિલ્લામાં પણ અતિભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે. સ્થાનિક વહીવટી તંત્રને જરૂરી સાવચેતી રાખવા અને બચાવ દળોને સ્ટેન્ડબાય રાખવા સૂચના આપવામાં આવી છે.

Frequently Asked Questions

ગુજરાતમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી શરૂ થશે?

હવામાન વિભાગની આગાહી મુજબ, 31 જુલાઈથી રાજ્યમાં ફરી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે. આ સિસ્ટમની અસર 3 કે 4 ઓગસ્ટ સુધી રહી શકે છે.

ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે?

ઉત્તર, મધ્ય, પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ મધ્યમથી સારો વરસાદ નોંધાઈ શકે છે.

ગુજરાતના કયા જિલ્લાઓ માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે?

31 જુલાઈએ છોટાઉદેપુર અને નર્મદા માટે રેડ એલર્ટ છે, જ્યારે રાજ્યના અન્ય 10 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ છે. આવતીકાલ માટે અમદાવાદ, આણંદ, વડોદરા અને ભરૂચ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે.

ભારે વરસાદના કારણે કયા જિલ્લાઓમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે?

અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, જામનગર, સુરત, આણંદ, ભરૂચ, નવસારી, ડાંગ, તાપી, દાહોદ અને ખેડા સહિત કુલ 13 જિલ્લાઓમાં આવતીકાલ માટે રજા જાહેર કરાઈ છે. આ નિર્ણય વિદ્યાર્થીઓની સલામતી માટે લેવાયો છે.

Advertisement

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Embed widget