શોધખોળ કરો

ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ

Bhavnagar News: ભાવનગરમાં ઝેરીલા લઠ્ઠાના કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે, જેમાં અત્યાર સુધીમાં 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઝેરીલો લઠ્ઠો પીવાથી 61 લોકોની તબિયત લથડી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભાવનગરમાં ઝેરી લઠ્ઠાથી 8 લોકોના મૃત્યુ થયા છે.
  • તપાસમાં મિથેનોલની ભેળસેળથી લઠ્ઠાકાંડ થયાનું ખુલ્યું છે.
  • ઘટનામાં LCB PI સસ્પેન્ડ; ખરકડીમાં લઠ્ઠો બનતો હતો.
  • ડુપ્લીકેટ દારૂ મળ્યો; આરોપીઓ કોર્ટમાં રજૂ થયા છે.

Bhavnagar News: ભાવનગરમાં ઝેરીલા લઠ્ઠાના કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે, જેમાં અત્યાર સુધીમાં 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઝેરીલો લઠ્ઠો પીવાથી 61 લોકોની તબિયત લથડી છે, જેમાંથી 25 દર્દીઓ હાલ ભાવનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સારવાર લઈ રહેલા દર્દીઓમાંથી 4 ની હાલત અત્યંત ગંભીર છે, 5 દર્દીઓ ICU માં છે અને 1 દર્દી વેન્ટિલેટર પર છે. 21 ઓગસ્ટ સુધીના આંકડા મુજબ 15 દર્દીઓની હાલત સ્થિર છે, જ્યારે 10 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જોકે, આ 10 દર્દીઓની સામે નવા 5 દર્દીઓ સારવાર માટે દાખલ થયા છે, જ્યારે 18 વ્યક્તિઓ તબીબી સલાહ મેળવીને ઘરે પરત ફર્યા છે.

બીજી તરફ, દારૂબંધીના કડક અમલ વચ્ચે ભાવનગર જેલ ગ્રાઉન્ડ પાસે આવેલા સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. નીલમબાગ પોલીસે 18 તારીખે આ મામલે ગુનો દાખલ કરીને ‘રોયલ સ્ટેગ’ બ્રાન્ડની 35 બોટલ જપ્ત કરી છે. આ ડુપ્લીકેટ વિદેશી દારૂના કૌભાંડમાં નીલમબાગ પોલીસે સંજય ચાવડા અને ગૌતમ સોલંકી નામના બે શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો... ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ

વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ

ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ પોલીસ તંત્ર અને પ્રશાસન હરકતમાં આવી ગયું છે. આ ચર્ચાસ્પદ ઘટનામાં તંત્ર દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે.

પોલીસ વિભાગમાં મોટું સસ્પેન્શન

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને રાજ્ય પોલીસ વડા દ્વારા ભાવનગર LCB PI મયુરધ્વજસિંહ સરવૈયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વરતેજ પીઆઈ બાદ હવે LCB પીઆઈ સામે પણ પગલાં ભરાતા પોલીસ બેડામાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આરોપીઓને કોર્ટમાં કરાયા રજૂ

બીજી તરફ, લઠ્ઠાકાંડના આરોપીઓને સાથે રાખીને પોલીસ કોર્ટ પરિસરમાં પહોંચી હતી અને તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓના મહત્તમ દિવસના રિમાન્ડ મેળવવા માટે કાયદાકીય માગણી કરવામાં આવશે. પોલીસનું માનવું છે કે રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં લઠ્ઠાકાંડ સંબંધિત અન્ય અનેક મોટા ખુલાસાઓ થઈ શકે છે.

મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો
ભાવનગરના ચર્ચિત લઠ્ઠાકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) અને પોલીસ દ્વારા આખરે લઠ્ઠાકાંડ થયો હોવાનો સત્તાવાર સ્વીકાર કરવામાં આવ્યો છે. SMCના એસપી મયુર ચાવડાના જણાવ્યા અનુસાર, હોસ્પિટલના રિપોર્ટ અને FSL તપાસમાં દર્દીઓના સેમ્પલમાં મિથેનોલની હાજરી મળી આવી છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે મિથેનોલની મિલાવટવાળા ઝેરી દારૂના કારણે જ આ મોટી હોનારત સર્જાઈ છે. વરતેજ પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભાવનગરના ખરકડીમાં જ બનતો હતો લઠ્ઠો, MPથી આવતું હતું રો-મટીરિયલ

SMCની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે, ઝેરી લઠ્ઠાનું ઉત્પાદન ભાવનગરના ખરકડી ગામમાં જ કરવામાં આવતું હતું. મુખ્ય આરોપી રઈશ અને તેના મળતિયાઓ છેલ્લા 2 મહિનાથી આ મિલાવટી લઠ્ઠાનું ઉત્પાદન કરી રહ્યા હતા. આ દારૂ બનાવવાનું રો-મટીરિયલ મધ્યપ્રદેશથી લાવવામાં આવતું હતું. દારૂકાંડ સામે આવ્યા બાદ માફિયાઓએ પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

Frequently Asked Questions

ભાવનગરમાં ઝેરી લઠ્ઠાકાંડના કારણે કેટલા લોકોના મૃત્યુ થયા છે?

અત્યાર સુધીમાં 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કુલ 61 લોકો ઝેરી લઠ્ઠો પીવાથી પ્રભાવિત થયા છે, જેમાંથી 25 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ભાવનગર લઠ્ઠાકાંડ કયા કારણોસર થયો હોવાનું સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યું છે?

SMC અને પોલીસે મિથેનોલની મિલાવટવાળા ઝેરી દારૂને આ ઘટનાનું કારણ સત્તાવાર રીતે સ્વીકાર્યું છે. FSL તપાસમાં દર્દીઓના સેમ્પલમાં મિથેનોલની હાજરી મળી આવી છે.

ઝેરી લઠ્ઠાનું ઉત્પાદન ભાવનગરમાં ક્યાં થતું હતું?

SMCની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે ઝેરી લઠ્ઠાનું ઉત્પાદન ભાવનગરના ખરકડી ગામમાં થતું હતું. મુખ્ય આરોપી રઈશ અને તેના મળતિયાઓ છેલ્લા 2 મહિનાથી તેનું ઉત્પાદન કરી રહ્યા હતા.

લઠ્ઠાકાંડ બાદ કયા પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે?

લઠ્ઠાકાંડ બાદ વરતેજ પીઆઈ એસડી પઢેરિયા અને ભાવનગર LCB પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્ય પોલીસ વડા દ્વારા તાત્કાલિક અસરથી પગલાં લેવાયા હતા.

Advertisement

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Embed widget