શોધખોળ કરો
Advertisement
નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી, આજે થશે પ્રચાર પડઘમ શાંત, 22,170 ઉમેદવાર મેદાને
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના બીજા તબક્કામાં નગરપાલિકા અને ગ્રામ પંચાયતો માટે મતદાન 28 ફેબ્રુઆરીએ યોજાશે. આજે સાંજે 6 વાગ્યા બાદ પ્રચાર પડઘમ થશે શાંત
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના બીજા તબક્કામાં નગરપાલિકા અને ગ્રામ પંચાયતો માટે મતદાન 28 ફેબ્રુઆરીએ યોજાશે. 28 ફેબ્રુઆરીએ ૫,૪૮૧ બેઠકો માટે મતદાન યોજાશે. ચૂંટણીમાં કુલ 22,170 ઉમેદવાર મેદાને છે. શુક્રવારની સાંજે 6 વાગ્યાથી પ્રચાર- પડઘમ શાંત થઇ જશે.
ઉલ્લેખનિય છે કે, ૩૧ જિલ્લા અને ૨૩૧ તાલુકા પંચાયત તેમજ ૮૧ નગર પાલિકાઓમાં રવિવારે યોજનારા મતદાન માટે ચૂંટણી ૨ કરોડ ૯૭ લાખ ૨૯ હજાર ૮૭૧ મતદારો નોંધાયેલા છે.
મહાનગરપાલિકાની ચૂંટણી બાદ નગરપાલિકા અને ગ્રામપંચાયતોની ચૂંટણી જીતવા માટે પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AIMIMની અને આપની એન્ટ્રી થતાં ચૂંટણી જંગ વધું રસપ્રદ બન્યો છે. દરેક પક્ષ થતાં 2022માં યોજનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રચાર કરી રહ્યા છે.
શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય માટે મતદાન વ્યવસ્થા માટે 74 હજારથી વધુ વધુ પોલીસ તૈનાત કરવામાં આવ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion