શોધખોળ કરો

Narmada: પ્રેમી પંખીડાએ પુલ પરથી લગાવી મોતની છલાંગ, બન્નેનો પરિવાર આ સંબંધથી હતો નાખુશ

નર્મદા જિલ્લામાંથી એક મોતીની છલાંગનો કિસ્સો સામે આવ્યો છે, અહીં એક પ્રેમી પંખીડાએ પુલ પરથી પડતુ મુકીને મોતને વ્હાલુ કર્યુ છે

Narmada News: નર્મદા જિલ્લામાંથી એક મોતીની છલાંગનો કિસ્સો સામે આવ્યો છે, અહીં એક પ્રેમી પંખીડાએ પુલ પરથી પડતુ મુકીને મોતને વ્હાલુ કર્યુ છે, છેલ્લા કેટલાક સમયથી 19 વર્ષીય યુવક અને 18 વર્ષીય યુવતી એકબીજાના પ્રેમમાં હતા અને બન્ને સાથે જીવવા માંગતા હતા પરંતુ ઘરવાળાના ના ના કારણે બન્નેએ મોતનું વ્હાલુ કરી દીધુ છે. આ ઘટના જિલ્લાના ગરુડેશ્વરમાં ઘટી છે. 

મળતી માહિતી પ્રમાણે, નર્મદા જિલ્લામાં એક પ્રેમી પંખીડાએ મોતને વ્હાલુ કરી લીધુ છે. છેલ્લા કેટલાક સમયથી એકબીજાને પ્રેમ કરી રહેલા યુવક યુવતીએ સાથે મોતને વ્હાલુ કર્યુ છે. જિલ્લાના ગરુડેશ્વર નજીકના વઘરાલીનો 19 વર્ષીય યુવક અને કમોસબીયાની 18 વર્ષીય યુવતી એકબીજાને પ્રેમ કરી રહ્યાં હતાં, જોકે, બન્નેના ઘરવાળાઓ આ સંબંધથી નાખુશ હતા, જે પછી તેમને સાથે જીવન ટુંકાવવાનું નક્કી કર્યુ, બન્નેએ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર પુલ પરથી નીચે પડતુ મુક્યુ હતુ, જોકે, આ પહેલા બન્ને એક વીડિયો પણ બનાવ્યો હતો. પુલ પરથી બન્ને નીચે પટકાયા અને બન્નેનું મૃત્યુ થયુ હતુ. 

તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની ઘાતકી હત્યા

બોટાદમાં આજે સવારે તાલુકા સેવા સદનના ગ્રાઉન્ડમાં એક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી સરાજાહેર ઘાતકી હત્યા કરી નાખવામાં આવી છે. હત્યાની ઘટનાને પગલે શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. બનાવના પગલે લોકોના ટોળા ત્યાં ઉમટી પડ્યા હતા જ્યારે પોલીસ કાફલો ત્યાં દોડી જઇ લાશને પીએમ માટે મોકલી હત્યાનું કારણ અને હત્યારાને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે વિગતે વાત કરીએ તો, બોટાદ શહેરમાં તાલુકા સેવા સદનના ગ્રાઉન્ડમાં આજે મુદત ભરવા આવેલા સિહોરના મફતનગર વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવતા  લક્ષ્મણભાઈ કનુભાઈ જોગરાણા નામના 25 વર્ષીય યુવકની કોઈ અજાણ્યા ઈસમોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી નાસી છૂટ્યા હતા.

પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો

લક્ષ્મણભાઈ  તાલુકા સેવા સદનમાં મુદત ભરવા માટે આવેલ હતા જ્યાંથી તેઓ બહાર નીકળતા અગાઉથી તેની હત્યાનો પ્લાન બનાવીને ઉભેલા અજાણ્યા શખ્સોએ લક્ષ્મણભાઈ ઉપર તીક્ષણ હથિયારો વડે જીવલેણ હુમલો કરી આડેધડ હથિયારોના ઘા ઝીંકી દેતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા અને તેનું મોત નિપજ્યું હતું. હત્યાના બનાવને પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી.જ્યારે ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તેમજ મૃતકની બોડીને પીએમ હોસ્પિટલ ખસેડી હત્યાનું કારણ અને હત્યારાને શોધવા કાર્યવાહી હાથ ધરી છે.

10 વર્ષ પહેલાં બની હતી હત્યાની ઘટના

બોટાદ તાલુકા સેવા સદનના ગ્રાઉન્ડમાં આશરે 25 વર્ષીય લક્ષમણ જોગરાણાની હત્યા મામલે આશરે 10 વર્ષ પહેલાં થયેલ હત્યા મામલે આરોપી તરીકે લક્ષ્મણ જોગરાણા હોય પણ તે સમયે તેની ઉંમર લગભગ 16 વર્ષની આસપાસની હોય જેના કારણે બાળ અદાલતમાં કેસ ચાલેલ. જે અંતર્ગત આજરોજ તે મુદત ભરવા આવેલ ત્યારે અગાઉ થયેલ હત્યાની દાજ રાખી લક્ષમણની આજરોજ તિક્ષ્ણ હથિયારોના ઘા મારી હત્યા કરનાર આરોપી ત્યાંથી ફરાર થઈ ગયા હોવાની આશંકા છે. ત્યારે બોટાદ ડી.વાય.એસ.પી. દ્રારા આપેલ માહિતી મુજબ અગાવની અંગત અદાવતમાં આહત્યા થયેલ હોય જેને લઈ હાલ તો અલગ અલગ ટિમો બનાવી પોલીસ દ્રારા આરોપ ને ઝડપી લેવા કામગીરી હાથ ધરવામાં આવેલ છે. હત્યાની ઘટનાને પગલે ચારે તરફ ચકચાર મચી જવા પામી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Embed widget