શોધખોળ કરો

નવસારી: અંબિકા નદી ભયજનક સપાટી પર પહોંચી, ગામોને એલર્ટ કરાયા

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદી ભયજનક સપાટી પર પહોંચી છે. અંબિકા નદીની સપાટી વધતા સોનવાડી, ગડત, દેસરા ગામોને એલર્ટ કરાયા છે.

નવસારી:  નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદી ભયજનક સપાટી પર પહોંચી છે. અંબિકા નદીની સપાટી વધતા સોનવાડી, ગડત, દેસરા ગામોને એલર્ટ કરાયા છે. ભારે વરસાદના કારણે બીલીમોરા શહેરમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ છે. બીલીમોરા શહેરના શિપયાર્ડ, માછીવાડ, દેસરા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. જ્યારે બીલીમોરા શહેરનું સ્મશાન પાણીમાં ગરકાવ થયું છે. નવસારીના બીલીમોરામાં અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. બીલીમોરાના ઘોલ ગામે અંબિકા નદીના પાણી ફરી વળ્યા જેના કારણે ઘોલ ગામ સંપર્કવિહોણું બન્યું છે. ઘોલ ગામમાં એટલું પાણી ભરાયું કે લોકોએ જીવનજરૂરી ચીજવસ્તુઓ લેવા માટે હોડીનો સહારો લેવો પડ્યો છે. 

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં મંગળવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.  આજે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરત, ડાંગ, તાપી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે જ્યારે ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરેંદ્રનગર,જામનગર, પોરબંદર, દ્વારકા, કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

બુધવારે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ,વલસાડ, નવસારી, રાજકોટ, જામનગર, ભાવનગર, દ્વારકા,બોટાદ અને કચ્છમાં ભારેથી અતિભારે જ્યારે અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેંદ્રનગર અને મોરબીમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 193 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.  સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લામાં પડ્યો છે.  ધરમપુર, કપરાડા, વાંસદા, ચિખલી, ખેરગામ, આહવામાં નોંધાયો છે. આ  ઉપરાંત  સંખેલા, ઉચ્છલ, મુંદ્રા, પારડી, વાપી, તિલકવાડા, વલસાડ, ગરૂડેશ્વર, ડોલવણ તથા સોજિત્રા સહિતના વિસ્તારોમાં એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત,3ના મોત,4ની હાલત ગંભીર

લો બોલો! કચ્છમાં જેટલા બેરોજગાર હતાં તેનાથી વધુને તો નોકરી મળી ગઈ, વિધાનસભામાં સરકારના ચોંકાવનારા આંકડા

Gujarat BJP: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, જાણો કોણ થયા રિપીટ ને ક્યાં મળ્યા નવા ?

General Knowledge: જો યુદ્ધ થાય તો કોણ જીતશે? અમેરિકા કે ચીન, જાણો બંન્ને દેશોની લશ્કરી તાકાત

ABP Premium

વિડિઓઝ

Rahul Gandhi Gujarat Visit:રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતને લઈને Exclusive માહિતી એબીપી અસ્મિતા પરKedarnath News: હવે કેદારનાથમાં 36 મીનિટમાં યાત્રા થશે પૂરી, રોપ વે પ્રોજેક્ટને મળી કેન્દ્રની મંજૂરીBJP Political updates: આજે શહેર અને જિલ્લાના ભાજપ પ્રમુખોની થશે જાહેરાતPanchmahal Crime: યુવતીને ભગાડી જવાના કેસમાં યુવતીના સગાઓએ ચાર મકાનમાં ચાંપી દીધી આગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત,3ના મોત,4ની હાલત ગંભીર
Surendranagar: ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત,3ના મોત,4ની હાલત ગંભીર
લો બોલો! કચ્છમાં જેટલા બેરોજગાર હતાં તેનાથી વધુને તો નોકરી મળી ગઈ, વિધાનસભામાં સરકારના ચોંકાવનારા આંકડા
લો બોલો! કચ્છમાં જેટલા બેરોજગાર હતાં તેનાથી વધુને તો નોકરી મળી ગઈ, વિધાનસભામાં સરકારના ચોંકાવનારા આંકડા
Gujarat BJP: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, જાણો કોણ થયા રિપીટ ને ક્યાં મળ્યા નવા ?
Gujarat BJP: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, જાણો કોણ થયા રિપીટ ને ક્યાં મળ્યા નવા ?
General Knowledge: જો યુદ્ધ થાય તો કોણ જીતશે? અમેરિકા કે ચીન, જાણો બંન્ને દેશોની લશ્કરી તાકાત
General Knowledge: જો યુદ્ધ થાય તો કોણ જીતશે? અમેરિકા કે ચીન, જાણો બંન્ને દેશોની લશ્કરી તાકાત
આ છે BSNLના 500 રૂપિયાથી સસ્તા ત્રણ રિચાર્જ પ્લાન, મળે છે 150 દિવસ સુધીની વેલિડિટી

Champions Trophy 2025: શું ગૌતમ ગંભીર વિરાટ કોહલીથી નાખુશ છે? જાણો ભારતીય મુખ્ય કોચે શું કરી સ્પષ્ટતા

IND vs NZ: ભારત-ન્યૂઝીલેન્ડ ફાઇનલ માટે ટિકિટ કેવી રીતે ખરીદવી? જાણો શું છે આખી પ્રક્રિયા

PM Modi Visit: પીએમ મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે, 7 માર્ચે સુરત આવશે, જાણી લો સમગ્ર કાર્યક્રમ વિશે...

Embed widget