Navsari: ચીખલીના વાંઝણા ગામમાં મધ્યાહન ભોજનમાંથી નીકળી ઈયળ, ફૂડ વિભાગે શરૂ કરી તપાસ
Navsari: મધ્યાહન ભોજનમાંથી ઇયળ નીકળતા ભોજનની ગુણવત્તાને લઇને સવાલ ઉઠી રહ્યા છે
![Navsari: ચીખલીના વાંઝણા ગામમાં મધ્યાહન ભોજનમાંથી નીકળી ઈયળ, ફૂડ વિભાગે શરૂ કરી તપાસ Navsari: Students panicked due to found Caterpillar from mid-day meal Navsari: ચીખલીના વાંઝણા ગામમાં મધ્યાહન ભોજનમાંથી નીકળી ઈયળ, ફૂડ વિભાગે શરૂ કરી તપાસ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/07/64863c1386f7dadfc78b02ab66396cfd170978685023874_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Navsari: નવસારીના વાંઝણા ગામમાં પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનમાંથી ઈયળ નીકળી હતી. મળતી જાણકારી અનુસાર, ચીખલીના વાંઝણા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં પિરસાયેલા મગના શાકમાંથી ઇયળ નીકળી હતી. ઘટના બાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ભોજનનું સેમ્પલ લીધું હતું. NGOના માધ્યમથી આપવામાં આવતા મધ્યાહન ભોજનની ગુણવત્તાને લઇને સવાલો ઉઠી રહ્યા છે.
મધ્યાહન ભોજનમાંથી ઇયળ નીકળતા ભોજનની ગુણવત્તાને લઇને સવાલ ઉઠી રહ્યા છે. ઈયળ નીકળતા અન્ય વિદ્યાર્થીઓને ભોજન પીરસવામા આવ્યું નહોતું. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સ્થળ પર પહોંચી સેમ્પલ લીધા હતા અને તપાસ શરૂ કરી હતી.
ચીખલી તાલુકાના વાંઝણા ગામમાં મુખ્ય પ્રાથમિક શાળામાં 215 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અહી એનજીઓ દ્ધારા મધ્યાહન ભોજન આપવામાં આવે છે. ધોરણ 7નાં એક વિદ્યાર્થીની ડીશમાં મગના શાકમાં ઇયળ દેખાઈ હતી. ઇયળ દેખાતા અન્ય વિદ્યાર્થીઓને પણ ભોજન ન પીરસવામાં આવ્યું નહોતું. નાયક ફાઉન્ડેશન દ્વારા પીરસવામાં આવતા મધ્યાહન ભોજનની ગુણવત્તાને લઈને અગાઉ અનેક વાર સવાલો ઉઠ્યા હતા. ભૂતકાળમાં પણ ભોજનમાંથી ઇયળ નીકળવાની ઘટના બની હોવા છતાં એનજીઓ ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નહોતી.
નોધનીય છે કે આ વર્ષના જાન્યુઆરી મહિનામાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના મોટી ડુંગડોલ ગામે શાળામાં મધ્યાહન ભોજનમાં જમ્યા બાદ 50 જેટલા બાળકોની જીભ કાળી પડી જતા વહીવટી તંત્રની ટીમ દ્વારા શાળામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. મધ્યાહન ભોજન આરોગ્ય બાદ જીભ કઈ રીતે કાળી પડી જેને લઇને તપાસનો ધમધમાટ શરૂ કરાયો. ધાનેરા તાલુકાના મોટી ડુંગડોલ પ્રાથમિક શાળામાં સોમવારના બપોરના સમયે મધ્યાહન ભોજનમાં બનાવેલ ખીચડી આરોગતા 50 જેટલા વિદ્યાર્થીઓની જીભ કાળી પડી જતા દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક આરોગ્ય વિભાગની ટીમ અને મધ્યાન ભોજન મામલતદારની ટીમ ઘટનાએ સ્થળે પહોંચી હતી. આઠ જેટલા બાળકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યારે અન્ય બાળકોની તબિયત સારી હોવાથી તેમને ઘરે મૂકવામાં આવ્યા હતા.
બીજા દિવસે આરોગ્ય વિભાગની અને ફૂડ વિભગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જેમાંથી ખીચડી બનાવવામાં આવી હતી તે દાળ ચોખા તેલ અને મસાલાઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. બીજા દિવસે ત્રણથી ચાર બાળકોની જ જીભ કાળી જોવા મળી હતી અને અન્ય બાળકોની તબિયત સારી હોવાથી તમામ બાળકો શાળાએ પણ આવ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)