ગોધરા નજીક ટ્રેનના 3 ડબ્બા ખાડામાં ઉતરી જતા હડકંપ, ઉચ્ચ અધિકારીઓએ શરૂ કરી તપાસ
પંચમહાલમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જ્યાં માલગાડી વેગનના 3 ડબ્બા ખાડામાં ઉતરી જતા હડકંપ મચી ગયો છે.ગોધરાના ભામૈયા ખાતે આવેલ એફસીઆઈ ગોડાઉન સંકુલ ખાતે આ ઘટના ઘટી છે
ગોધરા: પંચમહાલમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જ્યાં માલગાડી વેગનના 3 ડબ્બા ખાડામાં ઉતરી જતા હડકંપ મચી ગયો છે. ગોધરાના ભામૈયા ખાતે આવેલ એફસીઆઈ ગોડાઉન સંકુલ ખાતે આ ઘટના ઘટી છે. સન્ટીંગ સમયે ધક્કો તોડી માલગાડીના 3 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. જો કે સદનશીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નથી. માલગાડી રેક માંથી સરકારી અનાજનો જથ્થો એફસીઆઇ ખાતે ખાલી કર્યા બાદ સંટિંગ સમયે આ ઘટના બની હોવાની હકીકત સામે આવી છે. આ ઘટના ગઇ કાલે રાત્રીના સમયે બની હોવાની વાત સામે આવી છે. આ દૂર્ઘટના સામે આવ્યા બાદ પશ્ચિમ રેલવે વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઘટના અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. આ અકસ્માત બાદ થોડીવાર માટે અફરા તફરી મચી ગઈ હતી. જો કે કોઈ જાનહાની ન થતા રેલવેના અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. હવે આ અંગે તપાસ બાદ ઘટના અંગેનું યોગ્ય કારણ સામે આવશે.
પંચમહાલમાં ત્રણ યુવકોને થાંભલા સાથે બાંધી મરાયો માર
પંચમહાલઃ પંચમહાલમાં યુવકોને તાલિબાની સજા આપવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ત્રણ યુવકોને થાંભલા સાથે બાંધી માર મારવામાં આવી રહ્યા છે. વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે યુવક નીચે જમીન પર પડ્યો છે અને તેના હાથ પગ દોરડાથી બાંધવામાં આવ્યા છે. તો બીજા વીડિયોમાં ત્રણ યુવકોને વીજપોલ સાથે બાંધવામાં આવ્યા છે. દરમિયાન તેની આસપાસ લોકોનું ટોળું ઉભું છે અને યુવકને ધમકાવામાં આવી રહ્યા છે. આ વાયરલ વીડિયો ગોધરા તાલુકાના ઓરવાડા ગામના હોવાની ચર્ચા છે.
પ્રેમ પ્રકરણ મામલે ત્રણ યુવકોને થાંભલા સાથે બાંધી માર માર્યો હોવાનો આરોપ છે. સાથે જ યુવક શહેરા તાલુકાનો હોવાની પણ માહિતી મળી રહી છે. જોકે, વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી. પ્રાથમિક તપાસના આધારે પાંચ શખ્સોની અટકાયત કરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.