શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાને લઈને ગુજરાત માટે આવ્યા રાહતના સમાચાર, 25 ઓગસ્ટ બાદ સૌથી ઓછા....
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,82,247 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
અમદાવાદઃ કોરોના વાયરસને લઈને ગુજરાત માટે આંશિક રાહતના સમાચાર સામે આવ્યા છે. સતત ત્રીજા દિવસે કોરોનાના કેસ 1200થી ઓછા નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા એક હજાર 158 કેસ નોંધાયા છે. જે ૨૫ ઓગસ્ટ બાદ નોંધાયેલા આ સૌથી ઓછા દૈનિક કેસ છે.
આ સાથે જ ગુજરાતમાં કુલ કેસનો આંક હવે ૧ લાખ ૫૩ હજાર ૯૨૩ થયો છે. રાજ્યમાં એક સપ્તાહ અગાઉ ૧૬ હજાર ૪૯૬ એક્ટિવ કેસ હતા અને તેમાં પણ હવે નોંધપાત્ર ઘટાડો થયો છે. હાલ રાજ્યમાં ૧૫ હજાર ૨૦૯ એક્ટિવ કેસ છે. અને ૮૨ દર્દી વેન્ટિલેટર પર છે.
છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૦ સાથે ગુજરાતમાં કોરોનાથી કુલ મરણાંક હવે ૩ હજાર ૫૮૭ છે. રાહતના સમાચાર તે પણ છે કે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૧ હડાર ૩૭૫ દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ ગુજરાતમાં અત્યારસુધી કુલ ૧ લાખ ૩૫ હજાર ૧૨૭ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે અને રીક્વરી રેટ વધીને ૮૭.૭૯ ટકા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,82,247 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,81,949 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 298 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ક્રિકેટ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion