ગુજરાતમાં આજે ઓમિક્રોનના નવા નવ કેસ નોંધાયા, આ શહેરમાં નોંધાયા સૌથી વધુ પાંચ કેસ
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 91 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 41 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,051 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે એક જ દિવસમાં રાજ્યમાં ઓમિક્રોનના નવા નવ કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં ઓમિક્રોનના પાંચ નવા કેસ નોંધાયા હતા. તે સિવાય મહેસાણા અને આણંદમાં બે-બે કેસ નોંધાયા હતા. આ સાથે જ ગુજરાતમા અત્યાર સુધીમા ઓમિક્રોનના કુલ 23 કેસ નોંધાયા હતા.
તે સિવાય અમદાવાદમાં આઠ વર્ષીય બાળકી પર ઓમિક્રોનનો સંક્રમિત થઇ હતી. શહેરના થલતેજ, મણિનગર, નવરંગપુરામાં એક-એક કેસ, મકરબામાં ઓમિક્રોનના બે કેસ નોંધાયા હતા.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 91 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 41 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,051 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.70 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે બે મોત થયા છે. આજે 1,82,360 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત કોર્પોરેશન 16, વડોદરા કોર્પોરેશનમાં 10, રાજકોટમાં 8, રાજકોટ કોર્પોરેશનમાં 7, વલસાડમાં 6, જામનગર કોર્પોરેશનમાં 5 , નવસારીમાં 4, ગીર સોમનાથમાં બે, ખેડામાં બે, વડોદરામાં બે, અમદાવાદમાં એક, કચ્છમાં એક, સુરતમાં એક, તાપીમાં એક નવો કેસ નોંધાયો હતો.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 637 કેસ છે. જે પૈકી 09 વેન્ટીલેટર પર છે, જ્યારે 528 નાગરિકો સ્ટેબલ છે. 8,18,051 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10106 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે સુરત કોર્પોરેશનમાં 1 અને દેવભૂમિ દ્વારકામાં 1 મોત થયું છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 12 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 513 લોકોને બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 5184 લોકોને પ્રથમ અને 42,949 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 18,976 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 1,14,726 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,82,360 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,76,83,762 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
