શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રના આ શહેરમાં એકસાથે 9 પોલીસોને કેમ કરી દેવાયા સસ્પેન્ડ? જાણો શું બનેલું કે પોલીસ તંત્ર ખળભળી ઉઠ્યું?
આ ઘટનામાં 1 ડિસેમ્બરે માથાભારે શખ્સો યુવકને જાહેરમાં નગ્ન કરીને ફેરવ્યા પછી કોઈ પણ પ્રકારના ડર વિના પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચી ગયા હતા
દ્વારકાઃ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં એક યુવાનને ઢોરમાર મારી નિર્વસ્ત્ર કરી ગામમાં ફેરવવાની ઘટનામાં ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર (પીઆઈ) સહિત નવ પોલીસોને સસ્પેન્ડ કરી દેવાતાં ખળભળાળ મચ્યો છે. આ ઘટનામાં 1 ડિસેમ્બરે માથાભારે શખ્સો યુવકને જાહેરમાં નગ્ન કરીને ફેરવ્યા પછી કોઈ પણ પ્રકારના ડર વિના પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચી ગયા હતા.
આ ઘટનામાં ક્રિકેટના ડબ્બાની માહિતી સોશિયલ મિડીયામાં મૂકનાર યુવાનને પાઠ ભણાવવા ક્રિકેટના ડબ્બા સાથે સંકળાયેલા તત્વોએ આ જ હરકત કરી હતી. તેમણે બે કિલોમીટર સુધી યુવાનને મુખ્ય બજારોમાં ફેરવીને પોલીસ સ્ટેશને પહોંચયા હતા. આ પૈકી શખ્સોની પોલીસે અટકાયત કરી શહેરમાં તેનું પણ સરઘસ કાઢ્યું હતું પણ ત્યાં સુધીમાં વીડિયો વાયરલ થતાં પોલીસની ઈજ્જતના ધજાગરા થઈ જતાં આ પગલું લેવાયુ છે.
ખંભાળીયામાં નિર્વસ્ત્ર કરી યુવાનને માર મારવાની ઘટના બાદ રાજકોટ રેન્જ આઈજી ખંભાળીયા દોડી આવ્યા હતા. જિલ્લા એસપી રજા પર હોવાથી ગાંધીનગરના સ્ટેટ આઈબીના એસપીને દ્વારકા જિલ્લાનો ચાર્જ સોંપાયો હતો. તેમણે તાત્કાલિક પગલાં ભરીને આ મામલે ઈન્ચાર્જ PI સહિત 9 પોલીસને સસ્પેન્ડ કરી દીધા છે. ટ્રાફિક બ્રિગેડના 2 કોન્સ્ટેબલને બરતરફ કરાયા છે. ખંભાળિયાના PI જી.આર. ગઢવીને તાત્કાલિક અસરથી લીવ રિઝર્વમાં રખાયા છે. રાજકોટ રેન્જ IG સંદીપસિંહે આ કાર્યવાહી કરી છે.
જે યુવાનને નિર્વસ્ત્ર કરવામાં આવ્યો તેને ખંભાળિયાના શારદા સિનેમા રોડ સહિતના વિસ્તારમાં અર્ધો કલાક સુધી નિર્વસ્ત્ર રીતે પગપાળા ફેરવવામાં આવ્યો હતો. આ તમાશો અડધો કલાક ચાલ્યો છતાં ખંભાળિયાની પોલીસ તેમના સુધી પહોંચી શકી ના હતી, ઉલ્ટાનું આ શખ્સો પોલીસ સ્ટેશને સામેથી પહોંચ્યા હતા.
પોલીસનું રીતસરનું નાક કપાઈ ગયા બાદ આ વીડિયો સર્વત્ર વાયરલ થતાં અધિકારીઓ સફાળા જાગ્યા અને આરોપી ભારા જોધા અને કિરીટ જોધાનું શહેરના મુખ્ય માર્ગો ઉપર સરઘસ કાઢવામાં આવ્યું હતું. પાંચેય આરોપીઓએ ખૂનની ધાકધમકી આપી ગૂનાહિત કાવતરું રચ્યાની ફરિયાદ મુજબ પોલીસે પાંચેયને ઝડપી લઈ ગૂનો દાખલ કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement