શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ બે શહેર બન્યા કોરોનામુક્ત? કોરોનાના એકપણ કેસ નથી? જાણો આ બે શહેરના નામ
ગુજરાતમાં અને એમાં પણ ખાસ કરીને અમદાવાદમાં કોરોનાનો કહેર વધારે જોવા મળી રહ્યો છે. ત્યારે એક સારાં સમાચાર સામે આવ્યાં છે. ગાંધીનગર અને ગીર સોમનાથ કોરોના સામે લડીને કોરોના મુક્ત બન્યો છે
ગાંધીનગર : ગુજરાતમાં અને એમાં પણ ખાસ કરીને અમદાવાદમાં કોરોનાનો કહેર વધારે જોવા મળી રહ્યો છે. ત્યારે એક સારાં સમાચાર સામે આવ્યાં છે. ગાંધીનગર અને ગીર સોમનાથ કોરોના સામે લડીને કોરોના મુક્ત બન્યો છે. ગાંધીનગરનાં મેયર રિટા પટેલ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 20 એપ્રિલ 2020 તારીખ સુધીમાં ગાંધીનગર કોરોનાથી મુક્ત બન્યું છે. મેયર રિટા પટેલે ગાંધીનગર જિલ્લાનાં તમામ શહેરીજનોનો આભાર માન્યો હતો જેઓ શિસ્તબદ્ધ રીતે ઘરની અંદર ક્વોરન્ટાઈન થઈ રહ્યા હતા.
વિશેષમાં તેમણે ગાંધીનગરની તમામ સરકારી અને બિન સરકારી કચેરીઓ શરૂ કરી હોવાની વાત પણ કરી હતી. તેમણે એ વાત પણ કહી છે કે, ગાંધીનગરમાં આજ રોજ કોઈ કોરોનાગ્રસ્ત વ્યક્તિ નથી. જોકે ગાંધીનગર જિલ્લામાં હજુ કોરોના વાઈરસના કેસ નોંધાયેલા છે.
નોંધનીય છે કે, ગાંધીનગરનો પ્રથમ કોરોના કેસના દર્દી ઉમંગ પટેલને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ઉમંગ પટેલ દુબઈથી આવ્યા બાદ તેમનાંમા કોરોનાનાં લક્ષણો જણાતા રિપોર્ટ કઢાવતા તેમને પોઝિટિવ આવ્યો હતો. ઉમંગના કારણે તેનો ચેપ પરિવારના 11 સભ્યોને કોરોના લાગ્યો હતો. જેમાંથી ઉમંગના દાદાનું અન્ય બીમારી સહિત કોરોના કારણે મોત નીપજ્યું હતું. હાલ ઉમંગ અને તેના પરિવારના સભ્ય કોરોનાની સારવાર લીધા બાદ ફરી વખત રિપોર્ટ કરતા ઉમંગ અને તેના પરિવારના સભ્યોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
ગાંધીનગર શહેરમાં એક પણ પોઝિટિવ દર્દી નથી તેમ છતાં પાટનગર કોરોનામુક્ત થયું નથી કે સરકારની ગાઇડલાઇન પ્રમાણે ગ્રીનઝોનમાં આવ્યું નથી. નિયમ પ્રમાણે, કોઇ પણ ક્ષેત્રમાં છેલ્લા પોઝિટિવ દર્દીને રજા આપ્યા બાદના 28 દિવસ એટલે કે કોરોના વાયરસની 14-14 દિવસની બે સાયકલ પુર્ણ થાય પછી પણ એ ક્ષેત્રમાંથી કોઇ પોઝિટિવ દર્દી ન મળે તો જ તો ક્ષેત્રને કોરોનામુક્ત જાહેર કરવામાં આવી શકાય.
ગીર સોમનાથ પણ કોરોના મુક્ત જિલ્લો કોરોનાથી મુક્ત થયો છે. હાલ ગીર સોમનાથમાં કોરોનાનો એક પણ કેસ નથી. જિલ્લામાં કોરોનાના બે દર્દીઓના રિપોર્ટ આજે નેગેટિવ આવતાં સમગ્ર જિલ્લામાં હાલ એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નથી. અહીં 23 દિવસની સારવાર બાદ બે લોકોને રજા આપી દેવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement