શોધખોળ કરો

આગામી બે દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ચોમાસાની વિદાય છતાં વરસાદી માહોલ રહેશે.

ગાંધીનગર:  ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ચોમાસાની વિદાય છતાં વરસાદી માહોલ રહેશે. બે દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ, ગાંધીનગર,  વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા રહેશે.  9 ઓક્ટોબરથી વરસાદની શકયતા નહિવત છે.  કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં સામાન્ય વરસાદ રહેશે.

વડોદરા શહેરમાં ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થઈ છે.  ભારે પવન સાથે શહેરના  છાણી, સમા, GSFC, ઓમકારપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભારે બફારા બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે.  ઊંઝા હાઈવે પર ખાબક્યો ધોધમાર વરસાદ.  ક્યાંક ધીમીધારે વરસાદ વરસ્યો છે. આસોમાં વરસાદ વરસતા જુવાર, બાજરી પકવતા ખેડૂતોની ચિંતા વધી છે.

બપોર બાદ નર્મદા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.  રાજપીપળા, કેવડિયા સહિત તિલકવાડા, ડેડિયાપાડા, સાગબારા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. સતત વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોના મુખ્યમાર્ગો પર પાણી ફરી વળ્યા છે. 

વડોદરા શહેર સહિત સાવલી વિસ્તારમાં પણ  ધોધમાર વરસાદ વરસ્યો છે.  સાવલી નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે.  ગોઠડા, ટુંડાવ, બહુથા, મંજુસર સહિતના ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે.  
 
પાછોતરા વરસાદથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.  સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલે પડેલા વરસાદના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે.  મગફળી, કપાસ સહિત તૈયાર પાક પલળી ગયો છે.  વીઘા દીઠ 20થી 22 હજારનો ખર્ચ કરી ખેડૂતોએ કપાસ વાવ્યું હતું પરંતુ વરસાદના કારણે કપાસ પીળુ પડી  જવાની સાથે તેમા જીવજંતુનો ઉપદ્રવ થવાની ભીતિ ઉભી થઈ છે.  આવી જ સ્થિતિ મહીસાગર જિલ્લામાં સર્જાઈ છે.  અહીં મોટી માત્રામાં ડાંગરનું ઉત્પાદન થાય છે. ચાલુ વર્ષે સારા વરસાદના કારણે ખેડૂતો ખુશ હતા. પરંતુ ગઈકાલે રાત્રે  ભારે પવન સાથે બાલાસિનોરમાં બે ઈંચ  જ્યારે લુણાવાડામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો, જેથી ડાંગરનો પાક પલળી ગયો હતો. આ આણંદ જિલ્લાના ખેતરો તળાવમાં ફેરવાયા છે.  કપાસ અને તમાકુનો ઉભો પાક પલળી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. 

ટોપ સ્ટોરી

Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 
Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
ગુજરાતના આ 8 જિલ્લાઓમાં ખુલશે નોકરીના દ્વાર: 25 નવા એકમો માટે સરકારે 3903 કરોડ મંજૂર કર્યા
ગુજરાતના આ 8 જિલ્લાઓમાં ખુલશે નોકરીના દ્વાર: 25 નવા એકમો માટે સરકારે 3903 કરોડ મંજૂર કર્યા
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?
Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?
GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં AAPના સુપડા સાફ, કોંગ્રેસનો વધ્યો જનાધાર
GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં AAPના સુપડા સાફ, કોંગ્રેસનો વધ્યો જનાધાર
પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  

Embed widget