![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Biparjoy Cyclone: હવે માત્ર ગણતરીની કલાકમાં વાવાઝોડુ ધારણ કરશે ભીષણ સ્વરૂપ, પોરબંદરથી માત્ર આટલા કિલોમીટર દૂર
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા નથી. ભારતીય કોસ્ટ ગાર્ડ એકમો જહાજો, એરક્રાફ્ટ અને રડાર સ્ટેશન દ્વારા સતત અપડેટ આપી રહ્માં છે.
![Biparjoy Cyclone: હવે માત્ર ગણતરીની કલાકમાં વાવાઝોડુ ધારણ કરશે ભીષણ સ્વરૂપ, પોરબંદરથી માત્ર આટલા કિલોમીટર દૂર Now in just a few hours the cyclone will take a fierce form, just 500 kilometer away from Porbandar Biparjoy Cyclone: હવે માત્ર ગણતરીની કલાકમાં વાવાઝોડુ ધારણ કરશે ભીષણ સ્વરૂપ, પોરબંદરથી માત્ર આટલા કિલોમીટર દૂર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/11/a3a4691c6466a75f49f1e5d1e53306e1168644754076281_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Biporjoy Latest Update: ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બિપરજોય આગામી 4 કલાકમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. 15 જૂનની આસપાસ, તે ઉત્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે. હાલમાં, તે ગુજરાતમાં પોરબંદરથી લગભગ 500 કિમી દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમમાં અરબી સમુદ્રમાં સ્થિત છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિપરજોય રવિવારે 11 જૂન બપોરે 2.30 વાગ્યાની આસપાસ 5 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું હતું. IMD એ 15 જૂન સુધીમાં કચ્છના દરિયાકાંઠે પહોંચવાની શક્યતા વ્યક્ત કરી છે. જો કે, તે દરિયાકાંઠે અથડાશે તેવી અપેક્ષા નથી. ચક્રવાત પોરબંદરથી લગભગ 200-300 કિમી અને નલિયાથી 200 કિમી દૂર પસાર થવાની સંભાવના છે.
દરિયાકાંઠે અથડાવાની અપેક્ષા નથી
IMDના તાજેતરના અપડેટ મુજબ, ચક્રવાતી તોફાન રવિવારે સવારે 4 વાગ્યે પોરબંદરથી લગભગ 510 કિમી દૂર હતું. જેમ જેમ તે દરિયાકાંઠે પહોંચશે તેમ સિગ્નલ ચેતવણી બદલાશે. હાલની આગાહી મુજબ તે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા નથી. ભારતીય કોસ્ટ ગાર્ડ એકમો જહાજો, એરક્રાફ્ટ અને રડાર સ્ટેશન દ્વારા માછીમારોને નિયમિત સલાહ મોકલી રહ્યા છે.
માછીમારોને ચેતવણી
'બિપરજોય' ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના વચ્ચે ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાત, દમણ અને દીવના દરિયાકાંઠે આવેલા માછીમારો અને ખલાસીઓને આગામી 5 દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપી છે. છેલ્લા એક સપ્તાહથી ભારતીય કોસ્ટ ગાર્ડના અધિકારીઓ માછીમારો સાથે નિયમિત સંપર્ક જાળવી રહ્યા છે અને તોફાન અંગે સાવચેત કરી રહ્યાં છે.
જોરદાર પવન, ગાજવીજ સાથે હળવો વરસાદ
વાવાઝોડાને કારણે ગુજરાતમાં આગામી બે દિવસ દરમિયાન 35-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આ પછી પવનની ઝડપ વધી શકે છે અને 13-15 જૂન દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં તે 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે.
કેરળના ઘણા જિલ્લાઓમાં યલો એલર્ટ
વાવાઝોડાને કારણે કેરળના તિરુવનંતપુરમ, કોલ્લમ, પથાનમથિટ્ટા, અલાપ્પુઝા, કોટ્ટયમ, ઇડુક્કી, કોઝિકોડ અને કન્નુર સહિત અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વાવાઝોડાથી પહેલા સાવચેતીના પગલા તરીકે, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમને પોરબંદર, ગીર સોમનાથ અને વલસાડના દરિયાકિનારા પર તૈનાત કરવામાં આવી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)