શોધખોળ કરો

Junagadh Rain: જૂનાગઢના આ 3 ડેમ થયા ઓવરફ્લો, નિચાણવાળા ગામોને કરવામાં આવ્યા એલર્ટ

Junagadh Rain: જૂનાગઢ જિલ્લામાં બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે વિસ્તારમાં વિસ્તારમાં 16 ઈંચ વરસાદ ખાબક્યો હતો.આ ઉપરાંત ભેસાણમાં પણ 8 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

Junagadh Rain: જૂનાગઢ જિલ્લામાં બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે વિસ્તારમાં વિસ્તારમાં 16 ઈંચ વરસાદ ખાબક્યો હતો.આ ઉપરાંત ભેસાણમાં પણ 8 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. જૂનાગઢની ઓજત નદી બે કાંઠે વહેવા લાગી છે. ડેમના તમામ 12 દરવાજા ખોલવામાં આવ્યા છે.  વથંલી પાસેના ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે ભારે વરસાદને લીધે નદીમાં નવા નીર આવ્યા છે.

આ ઉપરાંત વિસાવદર નજીક આવેલ આંબાજળ ડેમમાં નવા નીર આવ્યા છે. આંબાજળ જળાશયનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, આ ડેમ આસપાસના વિસ્તારમાં સિંચાઈનું પાણી પુરુ પાડે છે. હવે નવા નીર આવતા સિંચાઈના પાણીની સમસ્યાનો હલ આવશે.

જૂનાગઢના ભેસાણમાં ધોધમાર વરસાદ બાદ ઉબેણ ડેમ ઓવરફ્લો થયો છે. ઉબેણ ડેમ ભેસાણ તાલુકાનો સૌથી મોટો ડેમ છે. ડેમ ઓવરફ્લો થતા નીચાણ વાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ છે. ઉબેણ હેઠળ કુલ 17 ગામો આવે છે.

જુનાગઢ જિલ્લાના વંથલીમાં ઊબેણ નદી બે કાંઠે વહી રહી છે. ભેસાણ અને આસપાસના વિસ્તારમાં ગઈકાલે ભારે વરસાદ પડ્યો જેના કારણે ઊબેણ નદી બે કાંઠે વહેતી જોવા મળી છે. ભેસાણમાં ભારે વરસાદ પડતા પુર આવ્યું હતું.વંથલીમાં ખેડૂતોના ખેતરો અને બગીચાઓમાં પાણી ઘુસ્યા છે. નદી કાંઠાના ખેતરોમાં નુકસાન થયું છે.

ઓજત નદી બે કાંઠે વહેતી થતાં અનેક ગામડાઓમાં ભરાયા ત્રણ ફૂટ પાણી

સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ ભારે વરસાદ થતા ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જુનાગઢમાં સાંબેલાધાર વરસાદથી સ્થિતિ વણસી છે. ઘેડ વિસ્તારમાં આવેલા મતીયાણા ગામમાં ચારે કોર પાણી જ પાણી છે. ઘેડ પંથકના ગામડાઓ અને સીમમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. ગામની અંદર પણ અઢીથી ત્રણ ફૂટ સુધી પાણી ભરેલું જોવા મળ્યું છે. ઘેડ વિસ્તારના અનેક ગામડાઓની આ પરિસ્થિતિ છે. જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદને લઈને ઓજત નદી બે કાંઠે વહેતી થઈ છે, જેનું સીધું પાણી ઘેડ પંથકમાં પહોંચ્યું છે. ઘેડ પંથકના અનેક ગામડાઓમાં ભારે વરસાદને લઈને જમીનોનું પણ ધોવાણ થયું છે. આ પંથકમાં વરસાદથી ગામડાઓને જોડતા માર્ગો જાણે નદી બનીને વહેવા લાગ્યા હતા.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
Embed widget