શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બનાસકાંઠા જિલ્લામાં વધુ એક મહિલાનું કોરોના વાયરસને કારણે મોત
જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1200 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં 49 દર્દી સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
ડીસાઃ બનાસકાંઠા જિલ્લામાં માટે કોરોનાને લઈને ચિંતાના સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં કોરોના વાયરસને કારણે વધુ એક મહિલાનું મોત થયું છે. આ સાથે જ બનાસકાંઠામાં કોરોના કારણે મોતની કુલ સંખ્યા 4એ પહોંચી ગઈ છે.
મળતી માહિતી મુજબ કોરોનાગ્રસ્ત મહિલાનું ડીસાની કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર દમરિયાન મોત નીપજ્યું હતું. બનાસકાંઠામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 85 કેસ સામે આવ્યા છે.
બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 1200 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં 49 દર્દી સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે 18178 લોકોને હાલમાં કોરેન્ટાઈ હેઠળ રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલ કુલ 9932 કોરોના કેસમાંથી 43 દર્દી વેન્ટિલેટર પર છે અને 5248 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 4035 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 127859 ટેસ્ટ થયા જેમાંથી 9932 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion