શોધખોળ કરો

ગુજરાતમાં ખાનગી સ્કૂલોની ફીમાં 25 ટકા ઘટાડાની ફોર્મ્યુલા વાલીમંડળે નકારી, જાણો કેટલા ટકા ફી ઘટાડાની છે માંગ ? ક્યારે છે બેઠક ?

ખાનગી શાળાના સંચાલકો 25 ટકા ફી ઘટાડા માટે તૈયાર થઈ ગયા છે. રાજ્ય સરકારે સંચાલક મંડળો સાથે અગાઉ બે વાર મીટિંગ કરી 25 ટકા ફી ઘટાડાની દરખાસ્ત કરી હતી પરંતુ સંચાલકો ન માનતા સરકારે હાઈકોર્ટમાં પીટિશન કરી હતી.

ગાંધીનગરઃ ગુજરાતમાં ખાનગી શાળાઓની ફીમાં ઘટાડો કરવા મુદ્દે 29 સપ્ટેમ્બરે વાલી મંડળ સાથે વિજય રૂપાણી સરકારની બીજી બેઠક યોજાવાની છે ત્યારે ટ્યુશન ફીમાં 50 ટકા માફીની માંગ ઉપર ઓલ ગુજરાત વાલીમંડળ મક્કમ છે. વાલી મંડળ સાથે વિજય રૂપાણી સરકારની બીજી બેઠક 29 સપ્ટેમ્બરે બપોરે 12 વાગે ગાંધીનગરમાં યાજશે. વાલીમંડળના પ્રતિનિધીઓની શિક્ષણમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક થવાની છે ત્યારે વાલીમંડળે 50 ટકાથી ઓછી ફી માફી નહી સ્વીકારવા નિર્ણય કર્યો છે. ગુજરાતમાં ખાનગી સ્કૂલોની ફી મુદ્દે સંચાલકો સાથે સરકારે બેઠક કર્યા પછી ગયા સપ્તાહે વાલી મંડળો સાથે બેઠક કરી પણ તેમાં કોઈ નક્કર નિર્ણય ના લેવાતાં હવે 29 સપ્ટેમ્બરે ફરી બેઠક બોલાવીને નિર્ણય લેવાશે. બુધવારે વિજય રૂપાણી કેબિનેટમાં આ ફોર્મ્યુલાને મંજૂરી આપીને બુધવારે જાહેરાત કરાય તેવી શક્યતા છે. દરમિયાનમાં એક અગ્રણી ગુજરાતી અખબાર દ્વારા દાવો કરાયો છે કે, ખાનગી શાળાના સંચાલકો 25 ટકા ફી ઘટાડા માટે તૈયાર થઈ ગયા છે. રાજ્ય સરકારે સંચાલક મંડળો સાથે અગાઉ બે વાર મીટિંગ કરી 25 ટકા ફી ઘટાડાની દરખાસ્ત કરી હતી પરંતુ સંચાલકો ન માનતા સરકારે હાઈકોર્ટમાં પીટિશન કરી હતી. હાઈકોર્ટે સરકારને જ પોતાની સત્તાનો ઉપયોગ કરી નિર્ણય લેવાનો આદેશ કરતા સરકારે ફરીથી સંચાલક મંડળોની મીટિંગ બોલાવી હતી. સરકાર પોતાની સત્તાનો ઉપયોગ કરી કડક પગલા લે તેના ડરથી ખાનગી સ્કૂલોના સંચાલકો હાલ 25 ટકા ફી ઘટાડા માન્યા છે એવો દાવો આ અહેવાલમાં કરાયો છે. ગુજરાતના સ્વનિર્ભર સંચાલક મંડળ સાથે ગયા અઠવાડિયે થયેલી મીટિંગમા સરકારે સંચાલકોને સમજાવ્યા હતા અને સરકારની સમાધાનકારી ફોર્મ્યુલા હેઠળ વાલી મંડળોની મીટિંગ બોલાવી વાલી મંડળોને પણ સમજાવ્યા હતા. વાલી મંડળો હજુ 25 ટકા ફી ઘટાડા માટે સહમત થયા નથી અને વાલી મંડળોની માંગ 25 ટકાથી વધુ અને 50 ટકા સુધી ઘટાડાની છે. આ અંગે હવે પછીની બેઠકમાં નિર્ણય લેવાઈ જાય તેવી શક્યતા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નાગરિક ફરજોથી લઈને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના ધ્યેય સુધી, પીએમ મોદીએ લોકસભામાં 11 સંકલ્પ રજૂ કર્યા
નાગરિક ફરજોથી લઈને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના ધ્યેય સુધી, પીએમ મોદીએ લોકસભામાં 11 સંકલ્પ રજૂ કર્યા
Free Aadhaar Update: Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
24 કલાકમાં વધુ એક પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિ લીધી, બીજી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું
24 કલાકમાં વધુ એક પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિ લીધી, બીજી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું
બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ સગાઈ કરી, વેંકટ દત્તા સાથે એક ખાસ પોસ્ટ શેર કરી
બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ સગાઈ કરી, વેંકટ દત્તા સાથે એક ખાસ પોસ્ટ શેર કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડમ્પરHun To Bolish : હું તો બોલીશ : ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલBanaskantha News:  બનાસકાંઠાના ખેડૂતો સાથે સરકારી વિભાગની મજાકનો પર્દાફાશ થયોAhmedabad Flower Show | અમદાવાદમાં ફ્લાવર શોની તડામાર તૈયારી, 7 નર્સરીમાં 30 લાખ રોપાને ઉછેરવાનું શરૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાગરિક ફરજોથી લઈને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના ધ્યેય સુધી, પીએમ મોદીએ લોકસભામાં 11 સંકલ્પ રજૂ કર્યા
નાગરિક ફરજોથી લઈને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના ધ્યેય સુધી, પીએમ મોદીએ લોકસભામાં 11 સંકલ્પ રજૂ કર્યા
Free Aadhaar Update: Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
24 કલાકમાં વધુ એક પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિ લીધી, બીજી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું
24 કલાકમાં વધુ એક પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિ લીધી, બીજી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું
બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ સગાઈ કરી, વેંકટ દત્તા સાથે એક ખાસ પોસ્ટ શેર કરી
બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ સગાઈ કરી, વેંકટ દત્તા સાથે એક ખાસ પોસ્ટ શેર કરી
ભયંકર યુદ્ધ વિનાશ વેરશે! પૃથ્વી અને દુનિયાનો અંત આવશે... 2025 માટે બાબા વાંગાની ડરામણી આગાહીઓ
ભયંકર યુદ્ધ વિનાશ વેરશે! પૃથ્વી અને દુનિયાનો અંત આવશે... 2025 માટે બાબા વાંગાની ડરામણી આગાહીઓ
મોદી સરકારની ખેડૂતોને નવા વર્ષની ભેટ, 1 જાન્યુઆરીથી કોઈપણ ગેરંટી વિના ₹2 લાખ સુધીની લોન મળશે
મોદી સરકારની ખેડૂતોને નવા વર્ષની ભેટ, 1 જાન્યુઆરીથી કોઈપણ ગેરંટી વિના ₹2 લાખ સુધીની લોન મળશે
દુનિયાનું સૌથી સસ્તું સોનું દુબઈમાં નહીં પણ ભારતના આ પાડોશી દેશમાં મળે છે, નામ જાણીને ચોંકી જશો
દુનિયાનું સૌથી સસ્તું સોનું દુબઈમાં નહીં પણ ભારતના આ પાડોશી દેશમાં મળે છે, નામ જાણીને ચોંકી જશો
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપી અરેસ્ટ,  રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપી અરેસ્ટ, રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
Embed widget