પાવાગઢઃ માતાજીના દર્શને આવેલા દંપતીની 3 વર્ષની બાળકી માતા-પિતાથી પડી ગઈ વિખુટી ને પછી...
દર્શનાર્થે આવેલ ડભોઇના પરિવારથી 3 વર્ષની બાળકી વિખુટી પડી ગઇ હતી. આ બાળકી પોલીસને મળી આવી હતી. પાવાગઢ પોલીસે યાત્રાધામ આવતા દર્શનાર્થી માટે સુરક્ષાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.
પાવાગઢઃ ડભોઈનો એક પરિવાર પાવાગઢ ખાતે માતાજીના દર્શન માટે આવ્યો હતો. જોકે, 3 વર્ષની દીકરી તેમનાથી વિખુટી પડી જતાં પરિવાર દોડતો થઈ ગયો હતો અને માસૂમ દીકરીની શોધખોળ હાથ ધરી હતી. જોકે, આ તરફ પોલીસને આ બાળકી મળી આવતાં તેમણે તેના માતા-પિતાની શોધખોળ કરી હતી અને યાત્રાધામ પાવાગઢના માચી ખાતે વિખુટી પડેલ બાળકીને પોલીસે પુનઃ માતા પિતા સાથે મિલન કરાવ્યું હતું.
દર્શનાર્થે આવેલ ડભોઇના પરિવારથી 3 વર્ષની બાળકી વિખુટી પડી ગઇ હતી. આ બાળકી પોલીસને મળી આવી હતી. બાળકીના માતા-પિતાની પોલીસ દ્વારા શોધ કરવામાં આવી ત્યાર બાદ ખરાઈ કરી બાળકીને તેના માતા પિતાને સોંપવામાં આવી હતી. પાવાગઢ પોલીસે યાત્રાધામ આવતા દર્શનાર્થી માટે સુરક્ષાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર પછી કયો પહેલો જિલ્લો બન્યો કોરોનામુક્ત? જાણીને થઈ જશો ખુશ
અમદાવાદઃ ગુજરાતમાં હવે કોરોનાની બીજી લહેરનો લગભગ અંત આવી ગયો છે. તેમજ મોટા ભાગના જિલ્લાઓ અને શહેરોમાં સંક્રમણ ઘટી રહ્યું છે. રાજ્યમાં પણ દૈનિક કેસો સતત ઘટી રહ્યા છે અને છેલ્લા કેટલાક દિવસથી દૈનિક કેસો 100ની અંદર આવી રહ્યા છે. ત્યારે કોરોનાની બીજી લહેર પછી રાજ્યના લોકો માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે.
ગુજરાતમાં હવે એક જિલ્લો એવો સામે આવ્યો છે, જે કોરોનાની બીજી લહેર પછી પહેલીવાર કોરોનામુક્ત બન્યો છે. ગુજરાત સરકારના કોવિડ પોર્ટલ https://gujcovid19.gujarat.gov.in પર આપેલી માહિતી પ્રમાણે, અત્યારે ડાંગ જિલ્લામાં કોરોનાનો એક પણ એક્ટિવ કેસ નથી.
ડાંગ ઉપરાંત અન્ય 9 જિલ્લા એવા છે, જે ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. તેની પાછળનું કારણ એવું છે કે, આ જિલ્લાઓમાં 10થી ઓછા એક્ટિવ કેસો છે. આ જિલ્લાઓની વાત કરીએ તો તાપીમાં 4, સુરેન્દ્રનગરમાં 4, સાબરકાંઠામાં 10, પાટણમાં 2, પંચમહાલમાં 6, નર્મદામાં 5, મોરબીમાં 3, દાહોદમાં 2 અને છોટાઉદેપુરમાં 3 એક્ટિવ કેસ છે.
વર્ષના અંત સુધીમાં અમદાવાદને મળશે નવું નજરાણું, જાણો શું છે મોટા ખુશીના સમાચાર?
અમદાવાદઃ વર્ષના અંતે અમદાવાદ શહેરને નવું નજરાણું મળશે. સાબરમતી નદી ઉપર બની રહેલો ઓવરબ્રિજ પૂર્ણતાના આરે છે. 90 ટકા બ્રિજનું કામ પૂર્ણ થયું છે. એપ્રિલ 2019માં નદીની ઉપર બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
300 મીટર લંબાઈના ઓવરબ્રિજ ઉપર નાગરિકો વોક સાથે સાયકલિંગ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. 2100 ટન લોખંડ ઓવરબ્રિજ દ્વારા બનાવવામાં આવ્યો છે. ઓવરબ્રિજ બન્યા બાદ ફલાવર પ્લાન્ટેશન અને બાંકડા લગાવવામાં આવશે.
આઈઆઈટી ચેન્નાઇ દ્વારા ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. ઓવરબ્રિજ બન્યા બાદ કુલ 90 કરોડની કિંમતનો બ્રિજ બનશે.