પાવાગઢમાં ફૂવો નીકળ્યો હેવાન! બીમાર ભાઈ માટે વિધિ કરવાના બહાને સગીરાને જંગલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું
Pavagadh minor assault: પાવાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં આ ઘટના બની હતી. ભોગ બનનાર સગીરાનો ભાઈ માનસિક રીતે અસ્થિર હોવાથી લાંબા સમયથી બીમાર રહેતો હતો.

Uncle rape attempt Pavagadh: પંચમહાલના પાવાગઢમાં એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક કૌટુંબિક ફૂવા પર સગીરા સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરવાનો આરોપ લાગ્યો છે. આરોપી ફૂવાએ સગીરાના બીમાર ભાઈ માટે વિધિ કરવાના બહાને તેને જંગલમાં લઈ જઈને આ કૃત્ય કર્યું હતું. પોલીસે ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પાવાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં આ ઘટના બની હતી. ભોગ બનનાર સગીરાનો ભાઈ માનસિક રીતે અસ્થિર હોવાથી લાંબા સમયથી બીમાર રહેતો હતો. સગીરાના કૌટુંબિક ફૂવાએ ભુવાને ઘરે બોલાવીને સગીરાના બીમાર ભાઈની વિધિ કરાવી હતી. ત્યારબાદ, ફૂવાએ સગીરાને બાઈક પર બેસાડીને જંગલ વિસ્તારમાં લઈ ગયા હતા.
જંગલમાં પહોંચીને આરોપી ફૂવાએ સગીરાને કહ્યું હતું કે તારા ભાઈને સાજો કરવા માટે તારે મારી સાથે શારીરિક સંબંધ બાંધવો પડશે. ત્યારબાદ તેણે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. સમગ્ર ઘટનાની જાણ સગીરાએ ઘરે આવીને પોતાની માતાને કરી હતી. પુત્રીની વાત સાંભળીને પીડિતની માતાએ તાત્કાલિક પાવાગઢ પોલીસ સ્ટેશનમાં આરોપી ફૂવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે માતાની ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને આરોપી કૌટુંબિક ફૂવાની ધરપકડ કરી લીધી છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને લોકોમાં આરોપી પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.





















