શોધખોળ કરો

મેક ઇન ગુજરાતની ધમાલ! હવે રાજ્યમાં બનશે ઇલેક્ટ્રિક બાઇક, CM ભૂપેન્દ્ર પટેલે પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન

ગ્રીન એનર્જી ક્ષેત્રે ગુજરાતને દેશનું હબ બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ, વાર્ષિક ૧.૨૦ લાખ યુનિટનું ઉત્પાદન થશે.

Bhupendra Patel EV inauguration: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના ચાંગોદર ખાતે મેટર કંપની દ્વારા સ્થાપિત દેશના સૌ પ્રથમ ગિયર્ડ ઇલેક્ટ્રિક મોટર બાઈક પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગ્રીન એનર્જી ક્ષેત્રે ગુજરાતને દેશનું અગ્રણી કેન્દ્ર બનાવવા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચૈત્રી નવરાત્રી અને દુર્ગાષ્ટમીની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત આજે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે અને ઓટોમોબાઇલ ક્ષેત્રે પણ 12 ટકાના નોંધપાત્ર દરે વિકાસ કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે આજે ભારતની ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીઝ વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે સક્ષમ છે.

મુખ્યમંત્રીએ ગ્રીન ગ્રોથ એનર્જીને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવેલા ‘ઇનોવેટ ઇન ઇન્ડિયા’ મંત્રનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ મંત્રને સાકાર કરવા માટે જ મેટર કંપનીએ દેશના પ્રથમ ગિયર્ડ ઇલેક્ટ્રિક મોટર બાઈક પ્લાન્ટની શરૂઆત કરી છે.

પટેલે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનએ બદલાતા સમયને પારખીને આંતરરાષ્ટ્રીય સોલાર એલાયન્સની સ્થાપના કરીને રિન્યૂએબલ ઊર્જા પર વિશેષ ભાર મૂક્યો છે. તેમના નેતૃત્વમાં ભારતે ગ્રીન ગ્રોથના ક્ષેત્રે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. છેલ્લાં 10 વર્ષમાં દેશની ગ્રીન એનર્જી ઉત્પાદન ક્ષમતા 2.8 ગીગા વોટથી વધીને 102.5 ગીગા વોટ થઈ છે, જ્યારે વિન્ડ એનર્જીનું ઉત્પાદન પણ બમણું થયું છે.

સૌર ઊર્જા આધારિત ઘરેલુ વીજ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલી પીએમ સૂર્યઘર યોજનાનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ લઈને દેશના 11 લાખથી વધુ ઘરો પર સોલાર પેનલ લગાવવામાં આવી છે. જેના પરિણામે આજે દેશની સૂર્ય આધારિત વીજ ઉત્પાદન ક્ષમતા 9 ગીગાવોટથી વધીને 98 ગીગા વોટ સુધી પહોંચી છે.

પટેલે જણાવ્યું હતું કે 4.5 લાખ ટન ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે ચાલુ વર્ષના કેન્દ્રીય બજેટમાં ₹2240 કરોડની ફાળવણી કરવામાં આવી છે, અને ભારત આજે વિશ્વના ત્રીજા સૌથી મોટા રિન્યૂએબલ ઊર્જા ઉત્પાદક દેશ બનવા તરફ આગળ વધી રહ્યું છે.

મુખ્યમંત્રીએ ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં છેલ્લાં 10 વર્ષમાં થયેલી 640 ગણી વૃદ્ધિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ગયા વર્ષે દેશમાં 17 લાખ જેટલા ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું છે. તેમણે કહ્યું કે ગ્રીન એનર્જી ક્ષેત્રે ગુજરાતને દેશનું હબ બનાવવા માટે રાજ્ય સરકારે ઈવી પોલિસી-2021 બનાવી છે અને આ દિશામાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે પણ કામગીરી ચાલી રહી છે. જેના ભાગરૂપે રાજ્ય સરકાર ઇલેક્ટ્રિકલ વ્હીકલ માટે જરૂરી લિથિયમ આયન બેટરીના ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપી રહી છે.

પટેલે રાજ્ય સરકારની ગ્રીન એનર્જીના ઉપયોગ પ્રત્યેની પ્રતિબદ્ધતાને દોહરાવતા જણાવ્યું હતું કે રાજ્યના જાહેર પરિવહનમાં હાલમાં 800 જેટલી ઈવી બસો દોડી રહી છે અને ગત વર્ષે રાજ્યમાં 2.64 લાખ ઇલેક્ટ્રિક વાહનો રજિસ્ટર્ડ થયાં છે. તેમણે વડાપ્રધાનના વિકસિત ભારત @2047 ના ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યને સિદ્ધ કરવા માટે ગ્રીન એનર્જી અને ક્લિન એનર્જી આધારિત પર્યાવરણમાં સહયોગ આપવા સૌને આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર સાકાર કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે ‘મેક ઇન ઇન્ડિયા’ને એક ડગલું આગળ વધારીને ‘મેક ઇન ગુજરાત’માં વિશ્વ કક્ષાની પ્રોડક્ટ્સ બની રહી છે, જેનું ઉત્તમ ઉદાહરણ મેટર એરા બાઇક છે.

મેટર કંપનીના સ્થાપક અને ગ્રૂપ સીઇઓ મોહલ લાલભાઇએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતની પ્રગતિશીલ ઔદ્યોગિક નીતિઓના કારણે આ કાર્ય શક્ય બન્યું છે. તેમણે આ ક્ષણને મેટર અને સમગ્ર ઇવી ઇકોસિસ્ટમ માટે પરિવર્તનકારી ગણાવી હતી.

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીએ આ પ્રસંગે બાઇક વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. મેટર કંપની દ્વારા મુખ્યમંત્રીના હસ્તે રાજ્યના પોલીસ વિભાગ તેમજ ગીર રેન્જર્સ માટે એક-એક ઝીરો કાર્બન એમિશનવાળી બાઇક પણ અર્પણ કરવામાં આવી હતી. કંપની દ્વારા ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘ઇનોવેટ ઇન ઇન્ડિયા’ના આધારે સ્થાપિત આ નેક્સ્ટ જનરેશન પ્લાન્ટમાં વાર્ષિક 1.20 લાખ જેટલા યુનિટનું ઉત્પાદન કરવામાં આવશે.

આ પ્રસંગે ધારાસભ્ય કનુભાઈ પટેલ, કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર અરુણપ્રતાપ સિંઘ, પ્રોફેસર અરવિંદ સહાય સહિત અનેક મહાનુભાવો, ઇન્ડસ્ટ્રી પાર્ટનર્સ અને મેટર કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ

વિડિઓઝ

Vadodara Accident Case : વડોદરા હિટ એંડ રન કેસમાં રક્ષિત ચોરસિયાને હાઈકોર્ટથી રાહત
GIFT City New Liquor Rules: ગિફ્ટ સિટીમાં દારુ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો
Stone Pelting in Ahmedabad: અમદાવાદમાં દબાણો દૂર કરતા AMC- પોલીસ પર પથ્થરમારો
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'
મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
Embed widget