શોધખોળ કરો

PFIનું ગુજરાત કનેક્શન? Gujarat ATSએ અમદાવાદ , સુરત , નવસારી અને બનાસકાંઠાથી 15 લોકોની અટકાયત કરી : સૂત્ર

ગુજરાત ATS એ અમદાવાદ , સુરત , નવસારી અને બનાસકાંઠાથી 15 લોકોની અટકાયત કરી હોવાનું સૂત્ર તરફથી જાણવા મળી રહ્યું છે.

અમદાવાદઃ ગુજરાત ATS એ અમદાવાદ , સુરત , નવસારી અને બનાસકાંઠાથી 15 લોકોની અટકાયત કરી હોવાનું સૂત્ર તરફથી જાણવા મળી રહ્યું છે. અટકાયત કરાયેલા લોકોના કનેક્શન વિદેશમાં બેઠેલા કેટલાક લોકો સાથે જોડાયેલા હોવાની શંકા સૂત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. PFIની પરેડમાં ગયેલા કે નહીં તેની ATSએ તપાસ હાથ ધરી હોવાનો સૂત્ર દાવો કરી રહ્યા છે. 

જોકે ગુજરાતમાં PFI સક્રીય નથી પણ તેની સમર્થક SDPI પાર્ટી સાથે કનેક્શન અંગે પણ તપાસ થઈ રહી હોવાનો સૂત્રો દાવો કરી રહ્યા છે.

Raid on PFI ટેરર ફંડિંગ પર નાકાબંધી કરવા માટે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના નિર્દેશ પર દેશની અન્ય એજન્સીઓએ ફરી એકવાર પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા છે. આઠ રાજ્યોમાં દરોડા દરમિયાન કર્ણાટકના કોલારમાંથી છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય SDPIના સેક્રેટરીની પણ ધરપકડ કરવામાં આવી છે.

આસામમાંથી ધરપકડ

કર્ણાટક ઉપરાંત આસામના PFI સાથે જોડાયેલા ચાર લોકોની પણ ગઈ કાલે નાગરબેરા વિસ્તારમાંથી અટકાયત કરવામાં આવી હતી. જીલ્લાના ઘણા ભાગોમાં પીએફઆઈ સામે દરોડા હજુ પણ ચાલુ છે. આ માહિતી આસામના ADGP (સ્પેશિયલ બ્રાન્ચ) હિરેન નાથે આપી છે. અગાઉ, આસામ પોલીસે રાજ્યના વિવિધ ભાગોમાંથી PFI કાર્યકરોના 11 નેતાઓ અને દિલ્હીમાંથી એકની ધરપકડ કરી હતી.

દિલ્હીના શાહીન બાગમાં પણ NIAના દરોડા

દિલ્હીથી જામિયા સુધીના પીએફઆઈના અડ્ડાઓ પર NIAના દરોડા પાડવામાં આવી રહ્યા છે. શકમંદોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સિવાય ઉત્તર પ્રદેશના મેરઠથી બુલંદશહેર સુધીના PFIના સ્થળો પર ATSના દરોડા પાડવામાં આવી રહ્યા છે.

ગત  ગુરુવારે 100 થી વધુ PFI સભ્યોની અટકાયત કરવામાં આવી હતી

ગત ગુરુવારે રાષ્ટ્રીય તપાસ એજન્સીના નેતૃત્વમાં અનેક એજન્સીઓએ દેશભરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન સોથી વધુ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તે જ સમયે, મહારાષ્ટ્ર ATSએ રાજ્યમાંથી 20 લોકોની અટકાયત કરી હતી.

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) શું છે?

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) ની રચના 17 ફેબ્રુઆરી 2007ના રોજ થઈ હતી. આ સંગઠન દક્ષિણ ભારતમાં ત્રણ મુસ્લિમ સંગઠનોને મર્જ કરીને બનાવવામાં આવ્યું હતું. જેમાં નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ કેરળ, કર્ણાટક ફોરમ ફોર ડિગ્નિટી અને તમિલનાડુની મનીતા નીતિ પાસરાઈનો સમાવેશ થાય છે. પીએફઆઈનો દાવો છે કે હાલમાં આ સંગઠન દેશના 23 રાજ્યોમાં સક્રિય છે. દેશમાં સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ (SIMI) પર પ્રતિબંધ લગાવ્યા બાદ PFIએ ઝડપથી વિસ્તરણ કર્યું છે. કર્ણાટક, કેરળ જેવા દક્ષિણ ભારતના રાજ્યોમાં આ સંગઠનની ઘણી પકડ હોવાનું કહેવાય છે. તેની ઘણી શાખાઓ પણ છે. આમાં મહિલાઓ માટે રાષ્ટ્રીય મહિલા મોરચો અને વિદ્યાર્થીઓ માટે કેમ્પસ ફ્રન્ટ ઑફ ઈન્ડિયા જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે. રાજકીય પક્ષો એકબીજા પર ચૂંટણી દરમિયાન મુસ્લિમ મતદારોનું સમર્થન મેળવવા માટે PFIની મદદ લેવાનો આરોપ પણ લગાવે છે. તેની રચના થઈ ત્યારથી, PFI પર અસામાજિક અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓના આરોપો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
Embed widget