શોધખોળ કરો

PM Modi Gujarat Visit: સાબરમતી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પ્રારંભ, PM મોદીએ કહ્યુ- 'ગામ, ગરીબનો વિકાસ એ સરકારનો મંત્ર'

PM Modi Gujarat Visit: વડાપ્રધાન મોદી અમદાવાદ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપશે

LIVE

Key Events
PM Modi Gujarat Visit Live: PM Modi To Visit Gujarat And Rajasthan Today PM Modi Gujarat Visit: સાબરમતી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પ્રારંભ, PM મોદીએ કહ્યુ-  'ગામ, ગરીબનો વિકાસ એ સરકારનો મંત્ર'
ફોટોઃ ટ્વિટર

Background

11:38 AM (IST)  •  12 Mar 2024

જે દેશ વિરાસત ન સંભાળી શકે તે પોતાનું ભવિષ્ય ખોઈ બેસે છે

તેમણે કહ્યું  હતુ કે 3 કરોડ લખપતી દીદી બનાવવાનો મારો સંકલ્પ છે.  રોજ શાળાના ઓછામાં ઓછા 1 હજાર બાળકો આશ્રમની મુલાકાત લે. સાબરમતી આશ્રમ ઉર્જાનું જીવન કેન્દ્ર છે. સાબરમતી આશ્રમે બાપુના મૂલ્યોને સજીવ કરી રાખ્યા છે.  દ.આફ્રિકાથી પરત ફર્યા બાદ બાપુએ પ્રથમ કોચરબ આશ્રમ બનાવ્યો. કોચરબમાં બે વર્ષ રહ્યા બાદ બાપુ સાબરમતી આશ્રમ આવ્યા હતા. આઝાદીના અમૃત મહોત્સવના ગાંધીના સિદ્ધાંતોનું પ્રતિબિંબ છે. દેશમાં  2 લાખથી વધુ અમૃતવાટીકાનું નિર્માણ કરાયું છે. દેશમાં 2 કરોડથી વધુ વક્ષો વાવવામાં આવ્યા છે. 17 હજારથી વધુ અમૃત સરોવરનું નિર્માણ થયું છે. સાબરમતી આશ્રમ આઝાદીની લડાઈ સાથે વિકસિત ભારતનું તીર્થ છે. જે દેશ વિરાસત ન સંભાળી શકે તે પોતાનું ભવિષ્ય ખોઈ બેસે છે. બાપુનો સાબરમતી આશ્રમ માનવ જાતની ઐતિહાસિક ધરોહર છે. આઝાદી પછી બાપુના સાબરમતી આશ્રમ સાથે ન્યાય ન થયો. 120 એકરમાં ફેલાયેલ બાપુનું આશ્રમ માત્ર 5 એકરમાં સમેટાઇ ગયો હતો. 

11:38 AM (IST)  •  12 Mar 2024

લાખો લોકો સરદાર પટેલને નમન કરવા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવે છે

તેમણે કહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયા માટે આકર્ષણનું કેંદ્ર બન્યું છે. લાખો લોકો સરદાર પટેલને નમન કરવા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવે છે. જનઆંદોલન થકી બાપુએ દેશની જનતામાં ઉર્જાનું સિંચન કર્યું છે. બાપુએ ગ્રામ સ્વરાજ અને આત્મનિર્ભર ભારતનું સપનું જોયું હતુ. વોકલ ફોર લોકલ બાપુની આત્મનિર્ભર ભારતની પરિકલ્પના છે. ગુજરાતના 9 લાખ ખેડૂત પરિવાર પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ગુજરાતમાં 3 લાખ મેટ્રિક ટન યુરિયાનો ઉપયોગ ઓછો થયો છે. બાપુની પ્રાકૃતિક ખેતીની વિચારધારાને આગળ વધારવાનો પ્રયાસ છે. ગ્રામીણ મહિલાઓ સ્વનિર્ભર થઇ રહી છે.

11:36 AM (IST)  •  12 Mar 2024

અગાઉની સરકારો ભારતને વિદેશની દ્રષ્ટીથી જોતા હતા

લોકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે અગાઉની સરકારો ભારતને વિદેશની દ્રષ્ટીથી જોતા હતા. અગાઉની સરકારોની દ્રષ્ટીથી વિરાસતની જાળવણી થઇ નથી. કાશીમાં 2 વર્ષમાં 12 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન માટે આવ્યા છે. અયોધ્યામાં 50 દિવસમાં 1 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. ગુજરાતે પોતાની ઐતિહાસિક વિરાસતોને સાચવીને રાખી છે. ગુજરાતે વિરાસતો સાચવવાનો હંમેશા પ્રયાસ કર્યો છે. ગુજરાતે રાષ્ટ્ર સ્મારકોને સાચવીને વિકાસ આગળ વધાર્યો છે. દિલ્હીમાં કર્તવ્યપથ પર નેતાજી સુભાષચંદ્રની પ્રતિમા સ્થાપિત કરી હતી.

11:30 AM (IST)  •  12 Mar 2024

બાપુના વિચારો,આદર્શ,મૂલ્યોને વિશ્વભરમાં ફેલાવવાનો સંકલ્પ છે

લોકોને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ હતું કે બાપુના વિચારો,આદર્શ,મૂલ્યોને વિશ્વભરમાં ફેલાવવાનો સંકલ્પ છે. 1200 કરોડના ખર્ચે આશ્રમનો 55 એકરમાં વિકાસ કરાશે. આશ્રમના ટ્રસ્ટી અને આશ્રમવાસીઓનો ખુબ આભાર માનીએ છીએ. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો સંકલ્પ છે.

11:06 AM (IST)  •  12 Mar 2024

સાબરમતી આશ્રમને પાંચમાંથી 55 એકરમાં ફેલાવાશે

વડાપ્રધાન મોદી સાબરમતી આશ્રમ નવીનીકરણના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. 1200 કરોડ રૂપિયાના ખર્ચે આશ્રમને રિડેવલપમેન્ટ કરાશે.  સાબરમતી આશ્રમને પાંચમાંથી 55 એકરમાં ફેલાવાશે. વારસો સચવાય રહે તે રીતે હૃદયકુંજ સહિતના 20 સ્થળોની ડિઝાઈન બનાવાઇ છે. કેફેટેરિયા, ઉદ્યોગમંદિર, ઓરીએન્ટેશન સેન્ટર ઉભું કરાશે. ભાષાનુવાદ કેન્દ્ર, લેક્ચર-સેમિનાર માટેની વ્યવસ્થા  ઉભી કરાશે. આર્કિટેક બિમલ પટેલે નવી ડિઝાઈન  તૈયાર કરી છે

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
DC vs LSG Live Score: દિલ્હી અને લખનૌ વચ્ચે આજે ટક્કર, જાણો કોણ મારશે બાજી?
DC vs LSG Live Score: દિલ્હી અને લખનૌ વચ્ચે આજે ટક્કર, જાણો કોણ મારશે બાજી?
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Visavadar By Poll News: ગઠબંધન મુદ્દે AAP નેતા ગોપાલ ઈટાલિયાએ 12 કલાકમાં જ સૂર બદલાવીને લીધો યુ-ટર્નGandhinagar news: મદદનીશ કેળવણી નિરીક્ષકોને હવે સીધી નહીં મળે બઢતી!Rajkot KBZ Namkin Fire : રાજકોટની KBZ નમકીનમાં ભીષણ આગ, જુઓ સંપૂર્ણ અહેવાલMahudi Jain Tirth Scuffle : માંગરોળના ધારાસભ્ય ભગવાનજીને મહુડી મંદિરે થયો કડવો અનુભવ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
DC vs LSG Live Score: દિલ્હી અને લખનૌ વચ્ચે આજે ટક્કર, જાણો કોણ મારશે બાજી?
DC vs LSG Live Score: દિલ્હી અને લખનૌ વચ્ચે આજે ટક્કર, જાણો કોણ મારશે બાજી?
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ
આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ
Embed widget