PM Modi Gujarat Visit : 30 ઓક્ટોબરથી ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસે PM મોદી
PM મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે, તેઓ 30 ઓક્ટોબરે વડોદરા ખાતે પહોંચશે. ત્રણ દિવસીય પ્રવાસમાં તેનો શું છે કાર્યક્રમ જાણીએ
PM Modi Gujarat Visit :PM મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે, તેઓ 30 ઓક્ટોબરે વડોદરા ખાતે પહોંચશે. ત્રણ દિવસીય પ્રવાસમાં તેનો શું છે કાર્યક્રમ જાણીએ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને માહોલ જામ્યો છે. દરેક પાર્ટી જીત માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. આ દરમિયાન ભાજપના દિગ્ગજ નેતા પણ ગુજરાતમાં તાબડતોબ રેલી અને અન્ય કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યાં છે. તો આ દરમિયાન ફરી એકવાર નરેન્દ્ર મોદી પણ ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. 30મી ઓક્ટોબરે વડાપ્રધાન દિલ્હીથી વડોદરા એરપોર્ટ પર આવશે. જ્યાં લેપ્રસી ગ્રાઉન્ડ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં તેઓ આઈએએફ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાનનું ખાત મુહૂર્ત કરશે.
પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ કરોડોના વિકાસ કાર્યોની ભેંટ આપશે. આ પ્રવાસ દરમિયાન તેઓ આઈએએફ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાનનું ખાત મુહૂર્ત કરશે. ત્યારબાદ તેઓ કેવડિયા જશે અને સર્કિટ હાઉસ કેવડિયામાં રાત્રિ રોકાણ કરશે. પીએમ મોદીની મુલાકાત ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઇ શકે તેવી શક્યતા જોવાઇ રહી છે.
ત્યારબાદ તેઓ રાષ્ટ્રીય એક્તા દિવસ પર 31 ઓક્ટોબરે સવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે જશે જ્યાં પુષ્પાંજલિ કાર્યક્રમમાં તેઓ ભાગ લેશે. તેઓ રાષ્ટ્રીય એક્તા દિવસ પરેડ સાથે જોડાશે. બાદ તેઓ ફરી વડોદરા એરપોર્ટ પહોંચશે. વડોદરાથી તેઓ અમદાવાદ એરપોર્ટ આવવા રવાના થશે અને ત્યાંથી તેઓ થરાદ પહોંચશે.અહીં તેઓ વિવિધ વિકાસ કાર્યાના ખાતૂહૂર્તમાં ભાગ લેશે, ત્યારબાદ તેઓ ગાંધીનગર આવશે. બાદ વડાપ્રધાન મોદી હેલિકોપ્ટરમાં રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પર આવેલી માનગઢ હિલની મુલાકાત રહેશે.
Gujarat : ખેડૂતો માટે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય, ૬૩૦ કરોડનું સહાય પેકેજ જાહેર કર્યુ
ર૦રરની ખરીફ રૂતુમાં થયેલા ભારે વરસાદથી પાક નુકશાની અન્વયે રાજ્ય સરકારે રૂ. ૬૩૦ કરોડનું સહાય પેકેજ જાહેર કર્યુ છે. રાજ્યના ૮ લાખથી વધુ ખેડૂત ખાતેદારોને પેકેજ સહાયનો લાભ મળશે.
૧૪ જિલ્લાના અસરગ્રસ્ત ૫૦ તાલુકાઓના રપપ૪ ગામોના પાક નુકશાન અહેવાલોનું આકલન અને કિસાનોની રજુઆતોનો ફળદાયી પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. ૩૩ ટકા અને તેથી વધુ નુકશાન હોય તેવા ખેડૂત ખાતેદારોને મળશે પેકેજ સહાયનો લાભ .
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૮ લાખથી વધુ ખેડૂત ખાતેદારોના વ્યાપક હિતમાં કિસાન હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરીને રૂ. ૬૩૦.૩૪ કરોડનું માતબર સહાય પેકેજ જાહેર કર્યુ છે . રાજ્યમાં ર૦રર ની ખરીફ રૂતુમાં ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકશાનમાં સહાયરૂપ થવાના ઉદાત્ત અભિગમથી આ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ભારે વરસાદને કારણે ૧૪ જિલ્લામાં ખેતરોમાં પાણી ભરાવાને કારણે ખેતી પાકોને વ્યાપક નુકશાન થયું હતું.
છોટાઉદેપૂર, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, કચ્છ, જૂનાગઢ, મોરબી, પોરબંદર, આણંદ, ખેડા જિલ્લાઓના કુલ પ૦ તાલુકાઓના રપપ૪ ગામોમાં પાક નુકશાની અંગેના અહેવાલો સંબંધિત જિલ્લા તંત્ર મારફતે રાજ્ય સરકારને મળ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અહેવાલોના સર્વગ્રાહી આકલન અને ખેડૂતો, ખેડૂત સંગઠનોની તથા પ્રજા પ્રતિનિધિઓની રજુઆતો સંદર્ભે સંવેદનાપૂર્ણ અભિગમ અપનાવીને આ ૬૩૦.૩૪ કરોડ રૂપિયાના માતબર સહાય પેકેજની ઘોષણા કરી છે. રાજ્યમાં અંદાજે ૯.૧ર લાખ હેક્ટર જમીન વિસ્તારમાં ૮ લાખથી વધુ ધરતીપુત્રોને આ પેકેજનો લાભ મળશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે જાહેર કરેલા આ સહાય પેકેજની વિસ્તૃત વિગતો આપી હતી.