Heeraben Modi Demise: હીરાબાના નિધનના સમાચાર મળતાં ગુજરાત સરકારના ક્યા મંત્રી સૌથી પહેલાં મોદીના ભાઈના ઘરે પહોંચ્યા ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતુશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતુશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. હીરાબાને છેલ્લાં બે દિવસથી અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં અને યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં જ તેમણે વહેલી સવારે દેહ છોડ્યો હતો.
હીરાબા તેમના સૌથી નાના પુત્ર પંકજભાઈ મોદી સાથે રહેતાં હતા તેથી તેમના પાર્થિવ દેહને પુત્ર પંકજ મોદીના રાયસણ સ્થિત નિવાસસ્થાને લઈ જવાયો હતો.
હીરાબાના નિધનના સમાચાર મળતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદીને લેવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા જ્યારે મંત્રીઓનો રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સૌથી પહેલાં રાયસણ ખાતે પંકજ મોદીના નિવાસસ્થાને પહોંચી ગયા હતા. હીરાબાના નિધનના સમાચાર જાણવા મળતાં એ પછી બીજા મંત્રી અને ભાજપના નેતાઓ પણ પંકજ મોદીના રાયસણ ખાતેના નિવાસસ્થાને આવવા માંડ્યા હતા.
Gandhinagar, Gujarat | PM Modi’s brother Somabhai Modi and other family members arrive at the residence of Heeraben Modi, mother of PM Modi, who passed away at the age of 100. pic.twitter.com/lrVHT4y05D
— ANI (@ANI) December 30, 2022
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી માતાના નિધનની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે શાનદાર શતાબ્દીનું ઇશ્વર ચરણમાં વિરામ. માતામાં મે હંમેશા ત્રિમૂર્તિની અનુભૂતિ કરી છે.
માતાને શ્રદ્ધાંજલિ આપતા પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું કે ગૌરવપૂર્ણ સદીનો ભગવાનના ચરણોમાં વિરામ... માતામાં મેં હંમેશા ત્રિમૂર્તિનો અનુભવ કર્યો છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે. જ્યારે હું તેમને તેમના 100મા જન્મદિવસે મળ્યો ત્યારે તેમણે એક વાત કહી હતી, જે હંમેશા યાદ રહે છે કે કામ કરો બુદ્ધિથી અને જીવન જીવો શુદ્ધિથી...
शानदार शताब्दी का ईश्वर चरणों में विराम... मां में मैंने हमेशा उस त्रिमूर्ति की अनुभूति की है, जिसमें एक तपस्वी की यात्रा, निष्काम कर्मयोगी का प्रतीक और मूल्यों के प्रति प्रतिबद्ध जीवन समाहित रहा है। pic.twitter.com/yE5xwRogJi
— Narendra Modi (@narendramodi) December 30, 2022