(Source: ECI/ABP News/ABP Majha)
Mayor's Conference : 18 રાજ્યોમાંથી 118 મેયર અને ડેપ્યુટી મેયર ઉપસ્થિત, PM મોદીએ આપ્યું માર્ગદર્શન
ગાંધીનગરમાં રાષ્ટ્રીય મેયર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 18 રાજ્ય માંથી 118 જેટલા મેયર અને ડેપ્યુટી મેયર ઉપસ્થિત રહ્યા છે. અહીં આજે તેનું ઉદ્ઘાટન રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી કર્યું.
અમદાવાદઃ એક તરફ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે બીજી તરફ ગાંધીનગરમાં રાષ્ટ્રીય મેયર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસ સુધી અહીં સમગ્ર દેશભરમાંથી જ્યાં ભાજપ શાસિત શહેરો છે ત્યાંના મેયર અને ડેપ્યુટી મેયરની બે દિવસની આ કોન્ફરન્સ રાખવામાં આવી છે, જેમાં 18 રાજ્ય માંથી 118 જેટલા મેયર અને ડેપ્યુટી મેયર ઉપસ્થિત રહ્યા છે. અહીં આજે તેનું ઉદ્ઘાટન રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી કર્યું.
આ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુલી જોડાયા અને તમામ લોકોને માર્ગદર્શન આપ્યુ. ગુજરાતના અર્બન ડેવલોપમેન્ટ અંગે તેમજ ગુજરાતના શહેરી વિસ્તારમાં થયેલા કામો અંગેની ચર્ચા કરવામાં આવશે. મુલાકાત પણ લેવાના છે અને અહીં તમામ મેયર પોતાના શહેરમાં કરેલા વિકાસનું પ્રેઝન્ટેશન કરશે. આજે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે. કારણ કે દેવેન્દ્ર ફડનવીસ સૌથી નાની ઉંમરના મેયર બન્યા હતા અને આજે આ તમામ મેયરોને માર્ગદર્શન આપશે. તમામ લોકો હેરિટેજ વોક પર જશે